બાપ રે! સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સફારી પાર્કમાં રહેલો ગેંડો રોજ કરે છે 112 કિલો ભોજન

જ્યારથી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડિયા ખાતે બની છે ત્યારથી તે ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. દૂર દૂરથી લોકો અહી સરદાર સાહેબના સ્ટેચ્યૂને જોવા માટે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અહીં માત્ર સરદાર સાહેબનું સ્ટેચ્યૂ જ નથી પરંતુ આજુબાજુમાં અનેક એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે. જો તમે એક દિવસનો ટાઈમ લઈને અહીં આવો તો સમગ્ર વિસ્તાર ફરી પણ ન શકો તેટલી અહીં એક્ટિવિટી શરૂ કરવામાં આવી છે. વોટર રાફ્ટિંગથી લઈને જંગલ સફારી સુધીની અનેક એક્ટિવિટી અહીં શરૂ કરવામાં આવી છે.

image source

નોંધિનય છે કે, વિશ્વની સોથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પછી નજીકમાં જ જંગલ સફરીનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ જંગલ સફારીના પ્રાણીઓ અને બર્ડ આયવરીના પક્ષીઓએ પણ અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરવો પડે છે. નોંધનિય છે કે, કેવડિયા જંગલ સફારીમાં રાખવામાં આવેલા સિંહ અને વાઘનો એક દિવસનો ખોરાક અને વિકમાં એક વખતના ઉપવાસનું ટેબલ બનાવવામાં આવ્યુ છે.

image source

નોંધનિય છે કે, કેવડિયા જંગલ સફરી પાર્કમાં રાખવામાં આવેલા જુનાગઢના સકરબા ઝુ માંથી લવાયેલા સિંહ અને સિંહણ સાથે બેંગાલના વાઘ-વાઘણને રોજ 8 કિલો ભેંસનું માંસ અને 2 કિલો ચિકન વડોદરા ઝુ થી ટેસ્ટિંગ થયા બાદ રોજ આઇસ બોક્સમાં કેવડિયા લાવવામાં આવે છે.

image source

તો બીજી તરફ વાઘ, સિંહ, ચિતા સહિતના અન્ય પ્રાણીઓનું ડાયેટ સાચવવા તેમને ફરજીયાત એક દિવસ ઉપવાસ ઉપર રાખવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ જંગલ સફારીમાં 14 વર્ષના 2.5 ટન વજન ધરાવતા મંગલ નામના ગેંડાને રોજ 80 કિલો ઘાસ, 10 કિલો શેરડી, 5 કિલો આલ્ફા પેલેટ્સ, 2 કિલો ગોળ, 6 કિલો કેળા, 5 કિલો ગાજર અને 4 કિલો કચુંબર મળી કુલ 112 કિલો ભોજન આપવામાં આવે છે. તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે મંગલના સાથીને ટૂંક સમયમાં જ પટના ઝુ થી એકચેન્જ હેઠળ લાવવામાં આવશે.

image source

નોંધનિય છે કે, મહિષાવાસમાં રહેલો જંગલી બળદ તિરુપતિ ઝુ થી જંગલ સફારીમાં લાવવામાં આવ્યો હતો છે. તમને જણાવી દઈએ કે, માત્ર 4 વર્ષની ઉંમરની આ જોડીનું વજન 650 થી 1000 કિલો સુધીનું છે. એટલુ જ નહીં દેશી-વિદેશી પક્ષીઓની બર્ડ આયબરીમાં પણ 14 દેશોની 26 પ્રજાતિના 400 થી વધુ પક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, જંગલ સફારી 375 એકરમાં અને 7 જુદી જુદી સપાટીએ બનાવવામાં આવેલું સ્ટેટ ઓફ આર્ટ ઝુઓલોજીકલ પાર્ક છે. આ ઉપરાંત જંગલ સફારીમાં પ્રવાસીઓ દેશના અને વિદેશના કુલ 1100 પક્ષીઓ અને 100 પ્રજાતિઓના પ્રાણીઓ જોવાનો આનંદ માણી શકે છે.

image source

તો બીજી તરફ આ પ્રોજેકટમાં જુદા જુદા 29 પ્રાણીઓ માટે ખાસ નિયત વિસ્તાર અને વિશ્વમાં સૌથી મોટા 2 જીઓડેસીક ડોમ એવીયરીઝનો સમાવેશ થાય છે. જો કે વચ્ચે થોડો સમય કોરોના મહામારીના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રાખવામં આવ્યું હતું. તો બીજી તરફ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં વધુ એક આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યુ છે. તમને જણાવી દઈએ કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 5 એકર જમીનમાં ભુલભુલૈયા ગાર્ડન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે દરેક પ્રવાલી માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!