‘ચોલી કે પીછે ક્યા હૈ’ માટે સુભાષ ઘઈની વિચિત્ર માગણી સાંભળી શરમાઇ ગઇ હતી નીના ગુપ્તા, અને પછી…

બોલિવુડ અભિનેત્રી નીના ગુપ્તા હાલના દિવસોમાં એમના પુસ્તક સચ કહું તો: મેરી આત્મકથાને લઈને ચર્ચામાં છે. આ પુસ્તકમાં એમને પોતાની અંગત જિંદગી સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા છે. નીના ગુપ્તાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જાતને સાબિત કરવા માટે ઘણી મહેનત કરી છે. નિનાએ ફિલ્મોમાં પોતાની બીજી પારીથી સાબિત કર્યું છે કી દરેક રોલમાં ફિટ છે. હાલમાં જ રિલીઝ થયેલી એમની બાયોગ્રાફી સચ કહું તો પછી તો એમની પર્સનલ લાઈફને લઈને જાણે ભૂકંપ આવી ગયો. પોતાના પુસ્તકમાં જીવન સાથે જોડાયેલા કડવા સત્યોને વ્યક્ત કરવા માટે ફેન્સ નીનાના ખૂબ જ વખાણ કરી રહ્યા છે

image source

તમને જણાવી દઈએ કે આ પુસ્તકમાં નિનાએ પર્સનલ અને પ્રોફેશનલ બન્ને સંઘર્ષ વિશે લખ્યું છે. એ પહેલાં એ વાત પણ સામે આવી હતી કે નિનાએ પોતાની દીકરી મસાબાના ઉછેર માટે ઘણો સંઘર્ષ કર્યો હો. હવે આ પુસ્તકથી અન્ય એક કિસ્સો સામે આવ્યો છે. નિનાએ પુસ્તકમાં ચોલી કે પીછે ક્યાં હે ગીતના પોતાના અંગત અનુભવો વિશે પણ લખ્યું છે. નિનાએ જણાવ્યું કે આ ગીત માટે સુભાષ ઘઈએ એક ડિમાન્ડ મૂકી હતી જેને સાંભળીને એ ખૂબ જ શરમાઈ ગઈ હતી.

image source

નિનાએ પુસ્તકમાં લખ્યું છે કે ચોલી કે પીછે ક્યાં હે ગીત માટે સુભાષ ઘઈએ ડિમાન્ડ મૂકી હતી કે હું પેડેડ બલાઉઝ પહેરુ. નીના આગળ લખે છે કે જ્યારે મેં પહેલી વાર ગીત સાંભળ્યું તો મને ખબર હતી કે આ ખૂબ જ સારું ગીત થવાનું છે. એ પછી જ્યારે સુભાષ ઘઇએ મને જણાવ્યું કે એમાં મારી ભૂમિકા શુ હશે તો હું વધારે ઉત્સુક થઈ ગઈ અને મને એ વાતની ખુશી હતી કે ગીતના અમુક ભાગને મારી મિત્ર ઇલા અરુને ગાયો હતો જેમની સાથે મેં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું.

image source

નીનાએ આગળ લખ્યું કે ગીત માટે મને એક ગુજરાતી પોશાક પહેરાવવામાં આવ્યો હતો અને ફાઈનલ લુક બતાવવા માટે સુભાષ ઘઈ પાસે મોકલવામાં આવ્યો. જેવી હું એમની પાસે પહોંચી એમનું રિએક્શન જોઈ હું હેરાન રહી ગઈ અને સાથે જ ખૂબ જ શરમાઈ ગઈ હતી.

image source

જેવી સુભાષ ઘઈએ મને જોઈ એ એક્દમથી બુમો પાડવા લાગ્યા, નહિ નહિ નહિ નહિ…કંઈક ભરો કંઈક ભરો. એ સમયે હું ખૂબ જ શરમાઈ ગીભતી. જો કે હું જાણતી હતી કે એ ગીતની ડિમાન્ડ માટે એવી કરી રહ્યા હતા અને એમાં કઈ પણ પર્સનલ નહોતું. પણ તો ય મેં એ દિવસે શૂટિંગ નહોતું કર્યું અને બીજા દિવસે મને ચોલીની નીચે પહેરવા માટે પેડેડ બ્રા આપવામાં આવી. એ પછી ફરી એકવાર મારા આખા લુકને સુભાષ ઘઈને બતાવવામાં આવ્યો તો એ ખૂબ જ સંતુષ્ટ લાગી રહ્યા હતા. આવી રીતે ગીતનું શૂટિંગ શરૂ થયું હતું.

image source

તમને જણાવી દઈએ કે આ ગીત ફિલ્મ ખલનાયકનું છે. ફિલ્મમાં સંજય દત્ત, જેકી શ્રોફ, માધુરી દીક્ષિત, રાખી ગુલઝાર, અનુપમ ખેર અને રામયા કૃષ્ણન જેવા ઘણા મોટા કલાકારો દેખાયા હતા. ફિલ્મનું ડાયરેક્શન બોલિવુડના જાણીતા ડાયરેકટર સુભાષ ઘઈએ કર્યું હતું. આ ફિલ્મમાં મ્યુઝિક લક્ષ્મીકાંત પ્યારેલાલની જોડીએ મળીને કમ્પોઝ કર્યું હતું. ચોલી કે પીછે ક્યાં હે ગીતનો એ સમયે ખૂબ જ વિરોધ થયો હતો એ પછી થોડા સમય માટે આ ગીતને બેન કરી દેવામાં આવ્યું હતું. સાથે જ ફિલ્મની બધી મ્યુઝિક કેસેટ અને સીડીમાંથી આ ગીતને હટાવી દેવામાં આવ્યું હતું. પણ ધીમે ધીમે આ ગીત એટલું ફેમસ થયું કે આ ગીત પરથી બેન હટાવી લેવું પડ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!