બોલીવુડની આ સાસુ વહુમાં છે માં-દીકરી જેવો પ્રેમ, દુનિયા માટે છે મિસાલ: PICS

આપણે ત્યાં સાસુ વહુના સંબંધને અલગ રીતે જોવામાં આવે છે અને આજે પણ લોકોને એ જ લાગે છે કે બન્ને વચ્ચે અણબનાવ જ રહે છે. કહેવાય છે કે સાસુ ક્યારેય માતા અને વહુ ક્યારેય દીકરી નથી બની શકતી. આ કારણે બન્નેના સંબંધમાં તકરાર રહે છે. જો કે આ વિચારને ખોટો પણ ન કહી શકાય, ઘણા ઘરોમાં આવું જ થાય છે. ભારતમાં આ સંબંધને ન વહુ દિલથી અપનાવી શકે છે ન સાસુ.

image source

એટલે જ તો નાની નાની વાતોમાં બન્નેમાં તું તું મેં મેં થતી રહે છે. જ્યાં સાસુ પોતાના મોટા હોવાનો રોફ બતાવવામાં પાછળ નથી રહેતી તો વહુ પણ પોતાની સાસુને એની માતા જેવું માન નથી આપી શકતી. પણ જેમ જેમ જમાનો બદલાઈ રહ્યો છે તેમ તેમ સાસુ વહુના સંબંધમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. હવે સાસુ માતા બને છે અને વહુ દીકરી.

આજે અમે બોલિવુડની અમુક સાસુ વહુની જોડીઓ વિશે જણાવીશું જેમની વચ્ચે સગી માં દીકરી જેવો પ્રેમ જોવા મળે છે. આ સંબંધને જોઈને ઘણીવાર ફેન્સ હેરાન થઈ ચૂક્યા છે કે શું ખરેખર સાસુ વહુના સંબંધ આટલા સારા હોઈ શકે છે.

શર્મિલા ટાગોર અને કરીના કપૂર ખાન.

image source

વેટરેન એક્ટ્રેસ શર્મિલા ટાગોર અને એમની વહુ કરીના કપૂર વચ્ચે ખૂબ જ સ્ટ્રોંગ બોન્ડિંગ છે. કરીના કપૂરની સાસુ શર્મિલા ટાગોર એમને પોતાનાથી જરાય અલગ નથી માનતી પણ એમને દીકરીની જેમ ટ્રીટ કરે છે કરીનાએ પોતાના આ સંબંધ વિશે એકવાર કહ્યું હતું કે જ્યારે હું મારા પરિવાર સાથે હોઉં છું ત્યારે મને દીકરીની જેમ માનવામાં આવે છે. શર્મિલા જી અને હું ટ્રેડિશનલ સાસુ વહુ જેવા નથી. અમે બન્ને એકબીજા સાથે ખૂબ જ સહજ રહીએ છીએ.

જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન.

image source

જાણીતી એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન પરિવારની વહુ છે. એ પણ પોતાની સાસુ જયા બચ્ચનની ખૂબ જ નજીક છે. જયા બચ્ચન ઘણીવાર પબ્લિકલી કહી પણ ચુક્યા છે કે ઐશ્વર્યા એકદમ એવી જ વહુ છે જેવી વહુ બચ્ચન પરિવાર ઈચ્છતો હતો. ઐશ્વર્યા પણ પોતાના સાસુના વખાણ કરવાનો કોઈ મોકો નથી છોડતી.

વીણા દેવગન અને કાજોલ.

image source

કાજોલ પણ પોતાની સાસુ વિના દેવગનની ખૂબ જ નજીક છે. જ્યારે કાજોલ લગ્ન કરીને સાસરે આવી હતી ત્યારે એમની સાસુને આંટી કહેતી હતી. પણ જે રીતે કાજોલની પ્રેગ્નનસી અને બીજી તકલીફોના સમયમાં વિના દેવગને એમનું ધ્યાન રાખ્યું એને એમને કાજોલની માતા બનાવી દીધી. હવે કાજોલ સાસુને માતા કહે છે. બંનેને ઘણીવાર સાથે આઉટિંગ કરતા જોવા મળે છે.

રાની કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી.

image source

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના બે બાળકો છે. પહેલીવાર માતા બનતા પહેલા શિલ્પા મિસકેરેજનું દુઃખ સહન કરી ચુકી છે. એમના આ મુશ્કેલ સમયમાં રાની કુન્દ્રા હંમેશા એમની સાથે રહી. દર વખતે શિલ્પાની પ્રેગ્નનસી દરમિયાન રાની કુન્દ્રા એમની ખુબજ કાળજી રાખી. ઘણીવાર શિલ્પા એમની સાસુને પોતાની બીજી માતા કહી ચુકી છે.

મધુ બહલ અને સોનાલી બેન્દ્રે

image source

સોનાલી બેન્દ્રે અને એમના સાસુ મધુ બહલ વચ્ચે મા દીકરી જેવો સંબંધ છે. સોનાલીએ ગોલડી બહલ સાથે લગ્ન કર્યા પછી ફિલ્મી કરીયરને ગુડ બાય કહી દીધું હતું. પણ એમના સાસુ મધુએ એમને પૂરો સ્પોર્ટ કર્યો અને ફિલ્મથી હટીને પોતાની અલગ ઓળખ બનાવવામા મદદ કરી. સોનાલી પોતાની સાસુ સાથે ઘણીવાર ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતી દેખાય છે. સાસુ મધુના ખેવાપર જ સોનાલીએ ફિલ્મો અને ટીવીમાં કમબેક કર્યું હતું. થોડા સમય પહેલા સોનાલી જ્યારે કેન્સરથી પીડાઈ રહી હતી ત્યારે મધુ હંમેશા એમની તાકાત બનીને ઉભા રહ્યા હતા.

પમેલા ચોપડા અને રાની મુખર્જી.

image source

રાની મુખર્જી એક સારી એક્ટ્રેસ હોવાની સાથે સાથે એક ખૂબ ક સારી વહુ પણ છે. આ વાત રાનીની સાસુ પમેલા ચોપડાથી લઈને એમના દિયર ઉદય પણ કહે છે. એક ઇન્ટરવ્યૂમાં ઉદયે કહ્યું હતું કે રાની હોમમેકર છે. એમનામાં એક સારી હાઉસવાઈફના બધા ગુણ છે. તો રાનીની સાસુ એટલે પમેલા પણ રાનીની ફેન છે. પમેલાએ એકવાર મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રાની જેવી વહુ મેળવીને એ પોતાને લકી સમજે છે કારણ કે રાની ખૂબ જ સોફ્ટ સ્પોકન અને ડાઉન ટુ અર્થ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!