આ સીન જોઈને દરેક લોકો ઈમોશનલ થઈ ગયા, ભૂંકપના 4 દિવસ બાદ 3 વર્ષની બાળકી નીકળી જીવતી, જાણો કઈ રીતે

તુર્કીમાં ભૂકંપના ચાર દિવસ પછી એક ત્રણ વર્ષની બાળકીને કાટમાળમાંથી જીવિત બચાવવામાં આવી છે. શુક્રવારે આવેલા ભયંકર ભૂકંપ પછી આયદા ગેજગિન નામની આ છોકરી ઇઝમિર શહેરના આઠ માળના એપાર્ટમેન્ટના કાટમાળમાં ફસાઈ ગઈ હતી.

image source

આયદા નામની બાળકીને મંગળવારે એમ્બ્યુલન્સ લઈ જતા જોવા મળી હતી, તેને ધાબળાથી વીંટાળીને લઈ જવામાં આવતી હતી. જ્યારે તેમને બહાર કાઢવામાં આવી ત્યારે રાહત કર્મચારીઓએ આનંદ વ્યક્ત કર્યો અને ત્યાં હાજર લોકોએ ‘ભગવાન મહાન છે’ ના નારા લગાવ્યા. શુક્રવારે આવેલા ભયંકર ભૂકંપ પછી, બાળકી લગભગ 91 કલાક સુધી કાટમાળ નીચે દબાઇ ગઈ હતી. કાટમાળમાંથી અત્યાર સુધીમાં 107 લોકોને જીવંત બચાવવામાં આવ્યા છે.

image source

આ અકસ્માતમાં આયદાની માતાનું મોત નીપજ્યું હતું અને પાછળથી તેના શરીરને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ભૂકંપ સમયે આયદાના ભાઈ અને પિતા મકાનમાં નહોતા. બચાવકર્તાઓએ જણાવ્યું હતું કે તેઓ આઠ માળની ઇમારતનો કાટમાળ સાફ કરી રહ્યા હતા, ત્યારે તેને બાળકીનો આક્રંદ સાંભળવા મળ્યો હતો.

image source

તેમણે જણાવ્યું હતું કે, બાળકી મશીનની બાજુમાં સાંકડી જગ્યાએ ફસાયેલી મળી હતી. જણાવ્યું કે બાળકી હવે ઠીક છે અને તેણે પોતાનું નામ પણ જણાવ્યું છે. ઇઝમિરમાં જ એક દિવસ પહેલા જ ત્રણ વર્ષની છોકરી અને એક 14 વર્ષની બાળકીને બરબાદ થઈ ગયેલી ઇમારતમાંથી જીવંત બચાવવામાં આવી હતી.

image source

બચાવ ટુકડીને બાળકીએ હાથ હલાવી પોતાની તરફ બોલાવ્યા હતા અને પોતાનું નામ આયદા છે એમ કહ્યું હતું.’મને ખુબ મુશ્કેલી પડી હતી અને મારો સાથી અહેમદ તો રડી પડયો હતો’ એમ નુસરતે કહ્યું હતું. હ્યુમનટેરિયન રિલીફ ફાઉન્ડેશના ઇબ્રાહિમ ટોપાલે પોતાના સાથીઓ તરફ જોયું અને પૂછ્યું ‘શું તમે કંઇ સાભળ્યું? અમે ફરી રડવાનો અવાજ સાંભળ્યો જે અત્યંત ધીમે સ્વરે કંઇ બોલી રહી હતી. અંતે ટુકડીએ તેને ખુબ જ સંભાળપૂર્વક કાટમાળમાંથી બહાર કાઢી હતી.

image source

શુક્રવારે ત્રાટકેલા ભૂકંપમાં તુટી પડેલી ઇમારતના કાટમાળમાં બાળકી 91 કલાક સુધી જીવતી રહી હતી. આવા ભયંકર ભૂંકપમાં પણ બચી જનાર આ બાળકી 107મી વ્યક્તિ બની હતી. જો કે મરનારાઓની સંખ્યા 107 પર પહોંચી ગઇ હતી. કમનસીબે ઐદાની માતા બચી શકી ન હતી અને કલાકોની મહેનત પછી તેમનું મૃત્યદેહ મળી આવ્યા હતા.

image source

આ દરમિયાન, ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 107 પર પહોંચી ગઈ છે, જ્યારે તુર્કીના આ ત્રીજા સૌથી મોટા શહેરમાંથી રાહત કર્મચારીઓ દ્વારા વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા બાદ ત્રણની હાલત ગંભીર હોવાના કારણે 144 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત