આ સમાચાર સાંભળીને તમારા હાજા ગગડી જશે, એક જ જગ્યાએ ખોદકામમાં મળી આવી 4500 લાશો

સદીઓથી વિશ્વમાં ઘણી સંસ્કૃતિઓ આવી અને જતી પણ રહી છે. એક સમયે આ બધી સંસ્કૃતિઓની નોંધપાત્ર ચર્ચા થઈ હતી. પછી એક સમય પછી તેનો અંત આવ્યો. પુરાતત્ત્વીય વિભાગને કારણે લોકોને સેંકડો વર્ષ જુની આ સંસ્કૃતિઓ વિશે જાણકારી મળે છે. હડપ્પાથી મોહંજોદડો સુધીની માહિતી ખોદકામ પછી જ મળી હતી. હવે આવી જ એક નવી સંસ્કૃતિ વિશેની માહિતી સ્પેનથી મળી આવી છે. અહીં ખોદકામ દરમિયાન એક જ સ્થળેથી આશરે 4500 મડદા મળી આવતા સનસનાટી મચી ગઈ હતી. આ તમામ લાશો હવે સંશોધન માટે લેવામાં આવી છે. જેથી એ માહિતી મળી શકે કે કેટલા લોકો એક સાથે મરાયા હતા.

image source

સ્પેનિશ પુરાતત્ત્વવિદોને પ્રાચીન ઇસ્લામિક નેક્રોપોલિસ (સ્થળ) માં 400 મુસ્લિમ કબરો મળી છે. નિષ્ણાતો હજી પણ ઘણી બધી લાશો જોઈને આશ્ચર્યચકિત છે. નિષ્ણાતોએ આ મહિનાની શરૂઆતમાં દેશના ઉત્તર પશ્ચિમમાં ઝરાગોઝા નજીક સ્પેનના Tauste જિલ્લામાં 4,500 મૃતદેહો શોધી કાઢ્યા હતા. આ તમામ મૃતદેહોને સદીઓ જૂની મુસ્લિમ સંસ્કૃતિ સાથે જોડવામાં આવી રહ્યા છે. તેઓ 711 થી 1492 સુધી ચાલેલા આંદાલુસિયન ઇસ્લામિક યુગના હોવાનું કહેવાય છે. એટલે કે આ કબરો 1000 વર્ષથી વધુ જૂની છે.

image source

નિષ્ણાતોએ આ અવશેષોની યાદી બનાવવાનું નક્કી કર્યું છે. આ પછી તેને એકત્રિત કરવામાં આવશે અને તેનો અભ્યાસ કરવામાં આવશે. જેથી આવનારા વર્ષોમાં સંશોધન અને અધ્યયન કર્યા પછી ખાતરી થશે કે તેમનું જોડાણ શું છે. સ્પેનના ઝારાગોઝામાં Tauste જિલ્લાનું દૃશ્ય કે જ્યાં ખોદકામ દરમિયાન મૃતદેહો મળી આવ્યા હતા. આ કબરો પર બનાવેલા નિશાનો અને ડિઝાઇન સૂચવે છે કે તે બધા મુસ્લિમ સમુદાયના છે.

image source

પ્રારંભિક ખોદકામમાં અહીંથી લગભગ 44 હાડપિંજર કાઢવામાં આવ્યા હતા. આ પછી ખોદકામ તીવ્ર કરવામાં આવ્યું હતું. વર્ષ 2010થી પાંચ એકરમાં ફેલાયેલા આ વિસ્તારનું ખોદકામ ચાલુ છે. આ બે સ્તરમાં કરવામાં આવ્યું હતું. હવે અહીંથી ઘણી બધી કબરો મળી છે. આ વિસ્તારમાંથી અત્યાર સુધીમાં ચારસો કબરો ખોદવામાં આવી છે. હજી પણ બાકીનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

image source

આ કબરોના નિષ્ણાતો પાસેથી ચારસો લાશો કાઢવામાં આવી છે. નિષ્ણાંતોએ સ્થાનિક સત્તાના સહયોગથી આ ખોદકામ કર્યું હતું. Tausteના ઇસ્લામિક ન્યુટ્રોપોલિસના એન્થ્રોપોલોજિકલ ઓબ્ઝર્વેટરીના ડાયરેક્ટર મરિયમ પિના પરદોસે જણાવ્યું હતું કે, તે જ સ્થળે ખોદકામ કર્યા પછી આટલા બધા મૃતદેહો મળ્યા તે આશ્ચર્યજનક છે.

image source

તેમણે વધુમાં કહ્યું કે આ ક્ષેત્રમાં મુસ્લિમ સંસ્કૃતિ અને ઇસ્લામની અસર અપેક્ષા કરતા ઘણી વધારે છે. આ હાડપિંજરનો અભ્યાસ કર્યા પછી વધુ વિગતો બહાર આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત