Site icon News Gujarat

આ નાના ફળથી ડાયાબિટિસ પણ રહે છે કંટ્રોલમાં, ખાસ ટેકનિક સાથે ઉપયોગથી મળે છે મોટો ફાયદો

આયુર્વેદથી લઈને યૂનાની અને ચાઈનીઝ દવાઓમાં પણ જાંબુના અનેક ફાયદા ગણાવાયા છે. જાંબુની સાથે સાથે તેના ઠળિયાને પણ કામના માનવામાં આવે છે. કહેવાય છે કે જાંબુ ખાવાથી ડાયાબિટિસ જેવી બીમારીમાં પણ ઝડપથી ફાયદો મળે છે.

image source

જાંબુ હેલ્થ માટે અનેક રીતે ફાયદારૂપ છે. આયુર્વેદની અનેક દવામાં જાંબુ, તેના ઠળિયા, પાન અને છાલનો ઉપયોગ કરાય છે. જાંબુ ડાયાબિટિસના દર્દીને માટે ફાયદારૂપ માનવામાં આવે છે. જાંબુ ખાવાથી બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે અને સાથે અનેક પ્રકારની બીમારીઓ દૂર રહે છે. ગરમીમાં આવનારું જાંબુ તમારે જરૂર ખાવું જોઈએ. ખાસ કરીને જાંબુ જાતી ગરમી અને ચોમાસાની સીઝન આવે ત્યારે આવતું ફળ છે. જાંબુની સાથે સાથે તેના ઠળિયા પણ ફાયદા કરે છે. તે ડાયાબિટિસના પેશન્ટ માટે કામની ચીજ છે. તમે તે ઠળિયાને સૂકવીને તેનો પાવડર બનાવીને રોજ ખાશો તો ડાયાબિટિસની સાથે જોડાયેલી અનેક સમસ્યામાં ફટાફટ રાહત મળે છે. તો જાણો જાંબુ, જાંબુની છાલ, જાંબુના ઠળિયાથી મળતા ફાયદા.

જાણો ડાયાબિટિસમાં જાંબુના બીજ કેમ કરે છે ફાયદો

image source

હેલ્થ એક્સપર્ટનું માનીએ તો જાંબુના બીજમાં જંબોલીન અને જંબોસીન નામનું તત્વ મળે છે. તેનાથી બ્લડ શુગર રીલિઝ સ્લો થાય છે અને સાથે ઈન્સ્યુલિનનું લેવલ પણ વધે છે. તમે જાંબુના બીજને સૂકવીને તેનો પાવડર બનાવીને રાખી લો. ખાવાનું ખાતા પહેલા તેને ચૂરણની જેમ ખાઈ લો. તમને થોડા સમયમાં મોટો ફાયદો થશે.

આ રીતે બનાવો જાંબુના બીજનો પાવડર

image source

પહેલા જાંબુને ધોઈ લો અને તેની વચ્ચેથી તેના ઠળિયા અલગ કરી લો. એક વાર ફરીથી ઠળિયાને ધોઈ લો, તેને સૂકા કપડા પર રાખીને 3-4 કલાક તડકામાં રાખી લો. સંપૂર્ણ રીતે સૂકાઈ જાય ત્યારે તેનું વજન હલકું થશે અને તેની ઉપરની છાલને હટાવી લો અને તેને મિક્સરમાં પીસી લો. ભરપૂર ફાયદો લેવા માટે તમે તેને સવારે ખાલી પેટે દૂધ સાથે લો. જો તમે આ ચૂરણને રોજ ખાશો તો તમે ડાયાબિટિસ એટલે કે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવા માટે મદદ મેળવી શકો છો. આ સિવાય પેટની બીમારીમાં પણ મોટી રાહત મળે છે.

આ છે જાંબુના ફાયદા

image source

રોજ જાંબુ ખાવાથી પેટની તકલીફો દૂર થાય છે.

જાંબુની છાલનો ઉકાળો બનાવીને પીવાથી પેટ દર્દ અને અપચાની સમસ્યા દૂર થાય છે.

જાંબુ ખાવાથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે.

જાંબુના સેવનથી શરીરમાં લોહીનું સ્તર ઝડપથી વધે છે અને લોહીની ખામીને પૂરી કરવામાં મદદ કરે છે.

પથરીની સમસ્યા હોય તો જાંબુના ઠળિયાનો પાવડર બનાવીને દહીમાં મિક્સ કરીને ખાવાથી ઝડપથી આરામ મળે છે.

Exit mobile version