Site icon News Gujarat

આ સ્ટીકર હવેથી તમારી ગાડીમાં લગાવવુ પડશે ફરજીયાત, જાણી તારીખ તમે પણ

1લી ઓક્ટોબરથી તમારી ગાડીમાં આ સ્ટીકર લગાવવું પડશે ફરજિયાત

image source

ફોર વ્હીલ ધરાવતા લોકો માટે આવ્યા છે મહત્ત્વના સમાચાર. જો તમે તાજેતરમાં નવું કાર્બન ઉત્સર્જન પ્રમાણિત એટલે કે BS 6 વેહિકલ ખરીદ્યું હોય અથવા તો તે ખરીદવાનું તમારું આયોજન હોય તો તમારે આ સમાચાર વાંચી લેવા જોઈએ. સરકારે તાજેતરમાં બહાર પાડેલા એક નિયમ પ્રમાણે બીએસ 6 સ્ટાન્ડર્ડ ધરાવતા વાહોનો પર ગ્રીન સ્ટીકર લગાવવાનું ફરજિયાત કર્યું છે. આ સ્ટિકરનું કદ માત્ર એક જ સેન્ટિમીટરનું હશે. મળેલી માહિતી પ્રમાણે સરકાર પોતાના આ નિયમને 1લી ઓક્ટોબરથી લાગુ પાડવા જઈ રહી છે.

વેહિકલની રજિસ્ટ્રેશન પ્લેટ પર ગ્રીન પટ્ટી અથવા સ્ટીકર મુકવું ફરજિયાત

image source

આ નિયમ માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને તે પ્રમાણે બીએસ 6 ઉત્સર્જન ધોરણોનું પાલન કરતા વેહિકલો માટે વેહિકલમાંની ત્રીજી રજિસ્ટ્રેશન પ્લેટ પર ગ્રીન પટ્ટી અથવા એક સેન્ટીમીટરનું સ્ટીકર મુકવું ફરિજયાત કરવામાં આવી રહ્યું છે. આ હુકમ સાથે વેહિકલ હાઇ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ ઓર્ડર, 2018માં સુધારો કરીને જાહેર કરવામા આવ્યો છે.

ગયા વર્ષે 1 એપ્રિલ, 2019થી દરેક મોટર વાહનો પર હાઇ સિક્યુરિટિ રજિસ્ટ્રેશન એટલે કે HSRP પ્લેટ ફરજિયાત બનાવવામાં આવી છે, જેમાં કોઈ જ ચેડાં થઈ શકશે નહીં.

image source

વિન્ડશિલ્ડ અંદર HSRP લગાવવામાં આવશે

આ નિયમ પ્રમાણે દરેક ઉત્પાદક કંપનીએ પોતાના વાહનની વિન્ડશિલ્ડની અંદર HSRP પ્લેટ લગાવવાની રહેશે. HSRP હેઠળ, ક્રોમિયમ આધારિત હોલોગ્રામ નંબર પ્લેટની ઉપરની તરફ લેફ્ટ સાઇડ મુકવામાં આવશે. આ ત્રીજી નંબર પ્લેટ પર વાહનમાં વપરાતા ઇંધણ મુજબ કોડિંગ પણ કરવામાં આવેલું હશે.

ઉદ્દેશ પ્રદૂષણ ફેલાવતા વાહનોને ઓળખવાનો છે

image source

ઉપર જણાવ્યું તેમ ત્રીજી નંબર પ્લેટના વાહવનમાં વપરાતા ઇંધણ મુજબ કોડિંગ કરવામાં આવેલું હશે જેનાથી પ્રદૂષણ ફેલાવતા વાહનોની ઓળખ કરવી સરળ રહેશે. રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મિનિસ્ટ્રીના એક અધિકારી દ્વારા મળેલી માહિતી પ્રમાણે BS 6 ઉત્સર્જન ધોરણ 1લી એપ્રિલ 2020થી અમલમાં છે. અને આ નિયમને ધ્યાનમાં લઈને એવી વિનંતી કરવામા આવી છે કે આ પ્રકારના વાહનને અલગથી ઓળખી શકાય તે માટે તેના પર કોઈ કોડીંગ કરવામા આવે જેથી તેને બીજા વાહનોથી અલગ તારવી શકાય. ઘણા બધા દેશોમાં આ પ્રકારના નિયમો છે.

BS6ના નિયમના કારણે કંપનીઓએ વાહનોના ભાવ પણ વધાર્યા છે

image source

જ્યારથી કંપનીઓએ પોતાના વાહનોના મોડેલ્સ બીએસ 6 વાહનોમાં ફેરવ્યા છે ત્યારથી તેમણે પોતાના વાહનોની કીંમતમાં થોડો વધારો કર્યો છે. તો વળી કેટલીક કંપનીઓએ તો તેમના કેટલાક મોડલ્સ પણ બંધ કરી દીધા છે. આ ઉપરાંત સરકાર દ્વારા જુના મોડેલને વેચવા માટેની સમય મર્યાદા બાંધી હોવાથી કંપનીઓ ખાસ કરીને ટૂ-વ્હીલરના જૂના મોડલ્સના વેચાણ પર ભારે ડીસ્કાઉન્ટ પણ આપી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version