Site icon News Gujarat

આ સુંદર અને બોલ્ડ વિદેશી હસીનાઓનું બોલીવૂડમાં ચાલે છે રાજ, જેમાં નંબર 3 વિશે જાણીને પગ તળેથી સરકી જશે જમીન

આજે અમે તમને બોલીવૂડની કેટલીક એવી એવી એક્ટ્રેસીસ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જે મૂળે તો ભારતની રહેનારી નથી પણ હવે બોલીવૂડમાં કામ કરીને તેમણે ભારતમાં ખાસી લોકપ્રિયતા ઉભી કરી લીધી છે તેમાંની કેટલીક પહેલાં તો હીન્દી પણ નહોતી બોલી શકતી પણ હવે ખૂબ જ આરામથી હીન્દી બોલી શકે છે અને તેમણે ભાષાની સાથે સાથે ભારતીય સંસ્કૃતિને પણ અપનાવી લીધી છે. અને આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમનો ડંકો છે. તો ચાલો વાત કરીએ આ અભિનેત્રીઓની.

image source

કેટરીના કૈફ

image source

કેટરીના કૈફ સૌથી લોકપ્રિય બોલીવૂડ અભિનેત્રીઓમાંની એક છે, પણ તેણી ભારતીય નથી તમને જણાવી દઈએ કે કેટરીના એક બ્રિટિશ નાગરિક છે પણ છેલ્લા 15 વર્ષથી તે ભારતમાં રહે છે અને હવે બોલીવૂડની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક છે. તેણી અન્ય ટોપ અભિનેત્રીઓની જેમ એક ફિલ્મના કરોડો રૂપિયા ફી વસુલે છે.

જેકલીન ફર્નાન્ડિઝ

image source

જેકલીન ફર્નાન્ડિઝને ફિલ્મ કિકથી લોકપ્રિયતા મળી હતી. આ પહેલાં તેણીને વધારે લોકો નહોતા જાણતા. તમને જણાવી દઈએ કે જેકલીન એક શ્રીલંકન છે. અને તેના કારણે જ તેણીને શ્રીલંકન બ્યૂટી કહેવાય છે. તમને જણાવી દઈએ કે તેણી પૂર્વ મિસ શ્રીલંકા પણ રહી ચૂકી છે.

સની લિયોની

image source

સની લિયોની વિષે ભારતના લોકો ઘણું બધું જાણે છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેણી ગૂગલ પર સૌથી વધારે સર્ચ થયેલા સેલેબ્રિટીની યાદીમાં પોતાનું નામ ધરાવતી આવી છે. તેણીને થોડાક જ વર્ષોમાં સફળતા મળી ગઈ છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે તેણી એક કેનેડિયન છે. તેણી કેનેડામાં જ ઉછરી હતી પણ તેણી મૂળે એક ભારતીય છે અને તેણી પાસે અમેરિકન નાગરિકત્વ છે.

નરગિસ ફખરી

image source

નરગિસ ફખરીએ પોતાની કદેરિયરની શરૂઆત રણબીર કપૂર સાથે ફિલ્મ રોકસ્ટારથી કરી હતી. આ ફિલ્મને ઇમ્તિયાઝ અલી દ્વારા દિગદર્શિત કરવામાં આવી હતી. નરગિસ ફખરી પાકિસ્તાની મૂળની છે પણ તેણી અમેરિકામાં જન્મી હતી અને તેના પિતા પાકિસ્તાની છે અને તેણીની માતા ચેક રિપબ્લિકની છે. તેણી એક અમેરિકન મોડેલ પણ છે.

ક્લાઉડિયા

ક્લાઉડિયા અક્ષય કુમારની ફિલ્મ ખિલાડી 786માં જોવા મળી હતી. ક્લાઉડિયાએ આમ તો ઘણી બધી ફિલ્મો કરી છે. તેણીએ પોતાની કેરિયરની શરૂઆત અક્ષય સાથે કરી પણ તેણીની ફિલ્મી કેરિયર વધારે લાંબી ન ચાલી. તેણીનો જન્મ પોલેન્ડમાં થયો હતો તેણી પોલિશ અને જર્મન મૂળની છે.

લિઝા હેડન

image source

લિઝા હેડન મોડેલ અને એક્ટ્રેસ છે. તેણી ઘણી બધી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. તેણીએ આયશા, રાસ્કલ્સ, ક્વીન, ધ શોકિન્સ, સંતા બંતા અને હાઉસફૂલ 3 અને એ દિલ હૈ મુશ્કિલમાં કામ કર્યું છે. તેણી મૂળે બ્રિટીશ નાગરીક છે. અને ક્વીનમાં તેણીના કામના વખાણ કવરામાં આવ્યા હતા. તેણી બે બાળકોની માતા પણ છે અને ખૂબ જ સુંદર લાગે છે.

એમી જેક્સન

image source

એમી જેક્શન ઘણી ઓછી ફિલ્મોમાં જેવા મળી છે. તેણી બોલીવૂડ અને ટોલીવૂડમાં ફિલ્મો કરી ચુકી છે અને સારી એવી ઓળખ બનાવી ચૂકી છે. તેણી એક બ્રિટિશ છે. તમને જણાવી દઈએ કે તેણી એક બાળકની માતા છે. અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેણી ખૂબ જ જલદી પોતાના બિઝનેસ મેન બૉયફ્રેન્ડ સાથે લગ્ન કરવાની છે.

એવલિન શર્મા

image source

એવલિન શર્માએ બોલીવૂડની ઘણી બધી ફિલ્મોમાં સાઇડ રોલ કર્યા છે. અને ધીમે ધીમે તેણી પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી છે. એવલીનનો જન્મ જર્મનીમાં થયો હતો તેણીની માતા જર્મન છે અને પિતા ઇન્ડિયન. તેણી જર્મનીની નાગરિક છે અને હવે ભારતીય ફિલ્મોમાં કામ કરી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version