આવતા મહિને આવનારા આ ફેરફારોની તમારા બજેટ પર થશે અસર, જાણીને કરો પ્લાનિંગ

જુલાઈ 2021થી એટલે કે આવનારા મહિને અનેક નિયમોમાં ફેરફાર થવાનો છે. તેની તમારા ખિસ્સા પર અને ઘરના બજેટ પર સીધી અસર થવાની છે. દર મહિનાની પહેલી તારીખે રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં પણ ફેરફાર થાય છે. આ સાથે જ આવતા મહિને એસબીઆઈ બેંક એટીએમથી રૂપિયા કાઢવાનો નિયમ પણ બદલવાની છે. તો જાણો 1 જુલાઈ 2021થી કયા કયા નિયમોમાં ફેરફાર આવશે.

રસોઈ ગેસની કિંમતો

image source

જુલાઈ 2021ની શરૂઆતમાં રસોઈ ગેસની નવી કિંમતો જાહેર થઈ શકે છે. દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ રસોઈ ગેસની કિંમતો નક્કી કરે છે. જુલાઈમાં કંપનીઓ ગેસની કિંમતો વધારશે કે ઘટાડશે તે તો આવનારા મહિને જ જાણવા મળશે.

SBI બદલશે આ નિયમ

image source

દેશની સૌથી મોટી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બેંકના એટીએમથી રૂપિયા કાઢવાના, બેંક બ્રાન્ચથી રૂપિયા કાઢવાના અને ચેકબુકને લઈને પણ કેટલાક નિયમોમાં ફેરફાર લાવી રહી છે. ખાતાધારકો માટે દર મહિને 4 ફ્રી નિકાસીની સુવિધા હશે. જેમાં એટીએમ અને બેંક શાખા પણ સામેલ રહેશે. બેંક ફ્રી લિમિટ બાદ દરેક ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયા પ્લસ જીએસટી ચાર્જ લેશે. નકદ નિકાસી પર શુલ્ક હોમ બ્રાન્ચ અને એટીએમ અને બિન એસબીઆઈ એટીએમ પર લાગૂ થશે.

ચેક બુક ચાર્જ

image source

SBI બીએસબીડી એકાઉન્ટ હોલ્ડર્સને એક ફાયનાન્શિયર ઈયરમાં 10 ચેકની કોપી આપે છે. આ પછી તમારે અન્ય ચેક માટે 10 ચેકના 40 રૂપિયા લેખે ચાર્જ આપવો પડશે. 25 તેક લીવ માટે બેંક 75 રૂપિયા લેશે અને ઈમરજન્સી ચેકબુક માટે બેંક 10 ચેકના 50 રૂપિયા વસૂલશે. વરિષ્ઠ નાગરિકોને ચેક બુક પર નવા નિયમમાંથી રાહત મળશે. બેંક બીબીએસડી ખાતાધારકોને ઘરે અને પોતાની કે અન્ય બેંક બ્રાન્ચથી રૂપિયા કાઢવા માટે કોઈ ચાર્જ લેશે નહીં.

ઈનકમ ટેક્સ

image source

જો તમે પણ ઈનકમ ટેક્સ રિટર્ન ભરતા નથી તો જલ્દી ભરી લો. ઈનકમ ટેક્સના નિયમો અનુસાર તમે 30 જૂન સુધી રિટર્ન નહીં ભરો તો 1 જુલાઈથી તમારે ડબલ ટીડીએસ ભરવો પડશે. આ કારણ છે કે આ નિયમના કારણે આઈટીઆર ફાઈલ કરવા માટે ફરીથી મોકો આપવામાં આવી રહ્યો છે. આઈટીઆર ફાઈલ કરવાની તારીખ 31 જુલાઈ હોય છે પરંતુ આ વખતે આ તારીખ 30 સપ્ટેમ્બર સુધી વધારી દેવાઈ છે.

કેનેરા બેંકનો આઈએફએસસી કોડ

image source

કેનેરા બેંક 1 જુલાઈથી સિન્ડિકેટ બેંકનો આઈએફએસસી રોડ બદલવા જઈ રહી છે. સિન્ડિકેટ બેંકના દરેક કસ્ટમર્સ પોતાની બ્રાન્ચથી અપડેટેડ આઈએફએસસી કોડની જાણકારી મેળવી શકે છે. સાથે આ વિષયની જાણકારી બેંક તરફથી પણ અપાશે. બેંકે અગાઉથી જ કહ્યું છે કે આવનારા મહિને આઈએફએસસી કોડમાં ફેરફાર થવાના છે. તેને પહેલાથી ગ્રાહકોએ અપડેટ કરાવી લેવા જેથી ટ્રાન્ઝેક્શનમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.