હેન્ડ સેનેટાઇઝરનો અંધાધૂંધ ઉપયોગ તમને કરી શકે છે અંધ અને થઇ શકે છે મૃત્યુ પણ, જાણો અને ચેતો તમે પણ

તાજેતરમાં જ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના મહામારીની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોવાની જાણ કરવામાં આવી છે. કોરોના મહામારી ક્યારે પુરી થશે તેના વિશે અત્યારે તો નહિ પણ કદાચ ક્યારેય દાવા પૂર્વક નહિ કહી શકાય. આ વાયરસ સાથે જીવતા આપણે પોતે જ શીખવું પડશે તેવો પરિસ્થિતિનું અવલોકન કરીને અંદાજ કરી શકાય.

image source

કોરોના મહામારીના પ્રભાવી સમયગાળામાં હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ લોકો બહોળી રીતે કરતા હતા. કોરોના વિષયે નિષ્ણાંતો એવી સલાહ આપતા હતા કે વારંવાર હેન્ડ સેનેટાઇઝર દ્વારા હાથ ધોતા રહેવું પરંતુ શું તમે એ જાણો છો કે હેન્ડ સેનેટાઇઝરનો અંધાધૂંધ ઉપયોગ નુક્શાન કારક પણ છે.

સેનેટાઇઝરથી મૃત્યુ પણ થઈ શકે

image source

લોકો પોતાને કોરોના વાયરસથી સુરક્ષિત રાખવા માટે હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરે છે. પરંતુ હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરતા લોકોએ એ બાબતે પણ માહિતી રાખવી જરૂરી છે કે હેન્ડ સેનેટાઇઝરમાં વાપરવામાં આવતા કેમિકલને કારણે લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થવાની સંભાવના વધવા લાગી છે. ઘણા ખરા સેનેટાઇઝરમમાં કેમિકલ્સ, મેથનોલ જેવા પ્રવાહી ભેળવવામાં આવે છે. જો આ કેમિકલ પ્રવાહી હાથ દ્વારા પેટમાં જતા રહે તો તમારી આંખો ખોવાનો વારો પણ આવી શકે છે અને વ્યક્તિનું મૃત્યુ પણ નિપજી શકે.

બાળકોને હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરાવવો જોખમી

image source

સેનેટાઇઝરના સાઈડ ઇફેક્ટને કારણે બાળકો અંગે ખાસ તકેદારી રાખવાની જરૂર છે. કારણ કે બાળકો પર સેનેટાઇઝરની વિપરીત અસર તરત થઈ શકે. સેનેટાઇઝરમાં વાપરવામાં આવતું એક પ્રવાહી મેથનોલ સ્કિન કે હાથ દ્વારા બાળકોના શરીરમાં પ્રવેશ થઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અમુક દેશોમાં હેન્ડ સેનેટાઇઝરમાં મેથનોલ પ્રવાહી ભેળવવા પર પ્રતિબંધ છે. હેન્ડ સેનેટાઇઝરનો વધુ ઉપયોગ બેક્ટેરિયાને આમંત્રણ આપવા સમાન છે.

સેનેટાઇઝરનું વેંચાણ વધ્યું

image source

બોસ્ટન ગ્લોબલના અહેવાલ મુજબ ગયા વર્ષે હેન્ડ સેનેટાઇઝરના વેંચાણમાં 620 ટકાનો ઉછાળો આવ્યો હતો. જ્યારે ડેલી મેલના એક અહેવાલ મુજબ અમેરિકાના રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર (The Centers for Disease Control and Prevention) એ ગત વર્ષે એરિઝોના અને ન્યુ મેક્સિકોમાં હેન્ડ સેનેટાઇઝરના ઉપયોગને કારણે સાઈડ ઇફેક્ટના કિસ્સાઓ સામે આવ્યાની નોંધ કરી છે. એવો પણ દાવો થઈ રહ્યો છે કે હેન્ડ સેનેટાઇઝરને કારણે ચાર વ્યક્તિઓનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે ત્રણ લોકોની આંખોની દ્રષ્ટિ જતી રહી હતી.

ઘરે હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ ન કરવો

image source

ડોકટર માત્ર બહુ આવશ્યક અને જરૂરી હોય ત્યારે જ હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. એટલે કે ઘરે હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ કરવાથી બચવું જોઈએ. જ્યાં સાબુ અને પાણી ઉપલબ્ધ હોય ત્યાં હેન્ડ સેનેટાઇઝરનો ઉપયોગ ન કરવો જોઈએ.