એક એવી ગોજારી ત્રાસદી કે જેણે ગણતરીના કલાકોમાં લીધા હજારોના જીવ, તસવીરો જોઈ શરીર કાંપી ઉઠશે

એક એવી કાળમુખી ઘટના કે જેણે હજારો લોકોના જીવ લીધા હતા. આ ઘટના એટલે કે ભોપાલ ગેસ દુર્ઘટના. વર્ષ 1984ની 2 અને 3 ડિસેમ્બરની મધરાતે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં કઈંક એવું થયું કે જેણે દેશ દુનિયાને હચમાચવી નાખ્યા હતાં. તે રાતે અહીંના યુનિયન કાર્બાઈડ ઈન્ડિયા લિમિટેડના પ્લાન્ટમાંથી ઝેરી ગેસ લીક થયો જે આખા શહેરમાં ફેલાઈ ગયો. તે સમયે શહેરના લોકો શાંતિથી સૂતા હતાં. પરંતુ આ ગેસના કારણે 3000થી વધુ લોકો મોતને ઘાટ ઉતર્યાં. સવાર પડતા તો શહેરમાં હાહાકાર મચી ગયો હતો. 1984માં તે સમયે રાતે યુનિયન કાર્બાઈડની ફેક્ટરીના પ્લાન્ટ નંબર સીના ટેન્ક નંબર 610માં ભરેલા ઝેરીલા મિથાઈલ આઈસોસાઈનેટ ગેસમાં પાણી ભરાઈ ગયું હતું.

image source

આગળની વિગતે વાત કરીએ તો કેમિકલ રિએક્શનથી બનેલા દબાણને ટેન્ક સહન કરી શકી નહીં અને તે ખુલી ગઈ. ઝેરીલો ગેસ લીક થવા લાગ્યો હતો. હવાની સાથે આ ગેસ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો અને આંખો ખુલતા પહેલા જ હજારો લોકો મોતની ગોદમાં સમાઈ ગયાં. ભોપાલમાં લોકો આવી કોઈ પણ દુર્ઘટના માટે તૈયાર ન હતાં. આ અકસ્માત દરમિયાન કારખાનાની એલાર્મ સિસ્ટમ પણ કલાકો સુધી બેઅસર રહી હતી. લોકો સુધી સમયસર ચેતવણી પણ પહોંચી શકી નહીં. કારખાનાની પાસે આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા મજૂરો આ ઝેરીલા ગેસનો પહેલા પણ શિકાર બન્યા હતાં. ફેક્ટરી પાસે હોવાના કારણે તે લોકોને મોતની આગોશમાં સમાતા વાર ન લાગી.

image source

પછીની પરિસ્થિતિની વાત કરીએ તો અકસ્માત બાદ જે તપાસ થઈ તેમાં એ વાત સામે આવી કે યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાંથી નીકળેલો ઝેરી ગેસ સરેરાશ માત્ર 3 મિનિટમાં લોકો માટે ઘાતક બની ગયો હતો. સવાર થતા તો મોટી સંખ્યામાં લોકોએ આંખો અને છાતીમાં બળતરાની ફરીયાદ કરી અને હોસ્પિટલ પહોંચવા લાગ્યા હતાં. જોત જોતામાં તો આ સંખ્યા એટલી વધી ગઈ કે હોસ્પિટલો પણ ઉભરાવવા માંડી હતી. આ શું થઈ રહ્યું છે લોકોને કઈ ખબર પડતી નહતી. કારણ તપાસ કરતા યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાં થયેલા લિકેજ અંગે જાણવા મળ્યું.

image source

ઘટના એવી બની હતી કે જ્યારે બધા આરામથી સૂતા હતા ત્યારે ભોપાલના એક મોટા વિસ્તારમાં મૃતદેહનો ઢગ થઈ ગયો હતો. એટલા મૃતદેહ હતા કે એના માટે ગાડીઓ નાની પડવા લાગી હતી. હોસ્પિટલમાં કફન પણ ઓછાં પડ્યાં હતાં. આવું બન્યું હતું યુનિયન કાર્બાઈડ ફેક્ટરીના પ્લાન્ટ નંબર સીના ટેન્ક નંબર 610થી રિસી મિથાઈલ આઈસોસાઈનેટ ગેસને કારણે. ઉલ્લેખનીય છે કે એ સમયના લોકો આજે પણ એ ઘટનાને ભૂલ્યા નથી, જેના ઘા આજે પણ પેઢીઓ ભોગવી રહી છે. તે ઘણી વખત એ રાતને યાદ કરે છે તો થથરી જાય છે.

image source

આ ઘટના વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, મૃતદેહથી ભરેલી ટ્રક આવવાનો સિલસિલો હમિદિયા હોસ્પિટલમાં ચાલુ રહ્યો. મૃતકોની સંખ્યા કેટલી હતી, જેને લઈને આજ સુધી સાચા આંકડા સામે આવી શક્યા નથી. હમિદિયા હોસ્પિટલમાં લાશથી ભરેલી ટ્રક સતત આવી રહી હતી. એવામાં હોસ્પિટલમાં તહેનાત પોલીસકર્મીઓને સમજાતું નહોતું કે શું કરવું.

image source

અફરાતફરી વચ્ચે હમિદિયા હોસ્પિટલમાં લોકોની યોગ્ય સારવાર પણ નહોતી થઈ રહી. એવામાં દીકરાઓને સારવાર ન મળતાં એક પિતા રડતાં રડતાં અપીલ કરી રહ્યા હવાના દૃશ્યો પણ સામે આવ્યા હતા. આ રીતે આ ઘટનાને હજુ પણ લોકો જ્યારે જ્યારે યાદ કરે ત્યારે થથરી જાય છે અને શરીરમાં કંપન ઉઠવા લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત