આ તે કંઈ આરોગ્ય સેવા છે? પંખાની હાલત એવી ખખડધજ છે કે ગમે ત્યારે દર્દીનો જીવ લઈ શકે, કોરોના તો પછી મારશે

સમગ્ર દેશ વૈશ્વિક રોગચાળામાં હાલમાં પીડાઈ રહ્યું છે. કોરોના વાયરસની બીજી લહેરના કારણે તબાહી મચી ગઈ છે. દરરોજ લાખો ચેપગ્રસ્ત દર્દીઓ મળી રહ્યાં છે અને હજારો લોકો મરી રહ્યા છે. ઝડપથી ફેલાતા કોરોનાની આ બીજી લહેરે દેશના લગભગ દરેક રાજ્યોમાં તબીબી સુવિધાઓ અંગે હાલાકી પેદા કરી છે. આ દરમિયાન મધ્યપ્રદેશના છિંદવાડાની એક હોસ્પિટલમાં દાખલ કોરોના પોઝિટિવ દર્દીએ બનાવેલો વીડિયો વાયરલ થતાંની સાથે જ આરોગ્ય સેવાઓની પોલ ખુલી ગઈ છે.

image source

ખરેખર બન્યું એવું કે થોડા દિવસ પહેલા ચેપગ્રસ્ત દર્દીએ હોસ્પિટલ સ્ટાફને વિનંતી કરવા માટે એક વિડિઓ બનાવ્યો હતો. વીડિયો દ્વારા દર્દીએ જણાવ્યું હતું કે તેના પલંગ ઉપરનો પંખો યોગ્ય રીતે કાર્ય કરી રહ્યો નથી અને પરિસ્થિતિ એવી છે કે તે ગમે ત્યારે પંખો નીચે પડી શકે છે. જ્યારે દર્દી દબંગ મૂવીના લોકપ્રિય ડાયલોગનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો ત્યારે હવે વીડિયો વાયરલ થયો. જેમાં તેણે કહ્યું કે કોરોનાથી ડર નથી લાગતો સાહેબ, પંખાથી લાગે છે.

वायरल वीडियो
image source

વીડિયો દ્વારા દર્દીએ આખી હોસ્પિટલ વિશે જણાવ્યું અને લોકો તરફ ધ્યાન દોર્યું, પંખા તરફ ઘ્યાન દોરીને તે કેવી રીતે કામ કરે છે અને કોઈપણ સમયે તેના પર પડી શકે છે. કોરોનાથી સંક્રમિત દર્દીએ ત્યાં સુધી કહ્યું, “કોરોના તેને મારી નાખશે કે કેમ એમાં તો શંકા છે, પરંતુ પંખો તેને ચોક્કસ મારી નાખશે.”

image source

વીડિયોમાં દર્દીએ એમ પણ કહ્યું કે આ છિંદવાડા જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલ છે અને એક વિદેશી પંખો મારા માથા ઉપર છે, જે જોયા પછી ગભરાઈ રહ્યો છું. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘કુ’ એપ પર વાયરલ થતાંની સાથે જ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે આ સમગ્ર મામલે તેમની ટીમને સક્રિય કરી અને પંખાને ફિક્સ કરવા ટેક્નિશિયનને હોસ્પિટલમાં મોકલી આપ્યો.

image source

જો વાત કરીએ રાજ્યની તો ગુજરાતના સ્થાપના દિનની સાથે જ રાજ્યમાં સારા સમાચાર એ છે કે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાવવાની શરૂઆત થઈ છે. સતત એક અઠવાડિયા સુધી 14 હજારથી વધુ કેસ નોંધાતા હતા તેમાં ઘટાડો થયો છે અને 13,847 નવા કેસ નોંધાયા છે. તો કોરોનાને કારણે સુરતના પલસાણામાં શનિ-રવિ સંપૂર્ણ અને અન્ય દિવસોમાં આંશિક લોકડાઉન રહેશે તેમ નિર્ણય લેવાયો છે ત્યારે આજે પલસાણા સંપૂર્ણ બંધ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!