આ તે કેવો ઝઘડો, કૂતરાની મેટર માટે થઈને પિતા-પુત્ર એવા લડ્યા કે એકબીજાને ગોળી મારી દીધી, બન્નેનું મોત

આમ જોવા જઈએ તો દરેકનું જીવન કિંમતી છે એ પછી મનુષ્ય હોય કે પ્રાણી કે પક્ષી હોય, પરંતુ જ્યારે પ્રાણી પાછળ માનવી એકબીજાનો જીવ લેવાનું નક્કી કરી નાંખે અને મોતને ઘાટ પણ ઉતારી દે ત્યારે કેવું થાય અને પછી શું થાય છે તેની એક ઘટના સામે આવી છે. આ કિસ્સામાં એક બીજા પર ગોળી ચલાવવાની ઘટના સામે આવી છે. ખરેખર, આ મામલો અમેરિકાના અલબામાથી બહાર આવ્યો છે. અહીં એક પિતા-પુત્રએ એકબીજાને ગોળી મારીને હત્યા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે એક કૂતરાને કારણે આ હત્યાકાંડ થયો છે.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કુતરાને મારવા બાબતે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થયો હતો. દીકરાએ તેની ગર્લફ્રેન્ડ પર હુમલો કરવા માટે પિટ બુલ જાતિના બે કૂતરાંને મારી નાંખ્યા તેમાંથી એક કૂતરો પિતાનો હતો. પિતાને આ રીતે કૂતરાને કોઈ મારી નાખે એ પસંદ ન પડ્યું. પછી બંને વચ્ચે ઘણી ચર્ચા થઈ હતી. અને આ જોઈને દીકરાએ હવામાં ગોળીબાર કરવાની શરૂઆત કરી હતી.

image source

આ દરમિયાન પિતાએ બંદૂક કાઢી હતી અને પુત્ર પર ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન પુત્રએ પણ પિતા પર ફાયરિંગ કર્યું હતું. હવે બંનેનું મોત નીપજ્યું છે. જ્યારે પુત્રની ગર્લફ્રેન્ડનું કહેવું છે કે તેના પિતાએ તેની હત્યા કરી છે, તેણે પિતા પર ગોળીબાર નહોતો કર્યો. તેમણે પુત્રની હત્યા કર્યા બાદ ખુદને પણ ગોળી મારી હતી.

image source

તો વળી એક કૂતરાને લઈ બનેલી 4 દિવસ પહેલાની ઘટના પણ ખુબ ચર્ચામાં આવી હતી. મહેસાણાના પાંચોટ ખાતે એક કાર તળાવમાં ખાબકતાં નોકરીએ જતાં ત્રણ શિક્ષકનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષ છે. કૂતરું વચ્ચે આવતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર તળાવમાં ખાબકી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાની વિગતો અનુસાર, મહેસાણાથી ત્રણ શિક્ષકો નિયમિતપણે નોકરીએ જઇ રહ્યાં હતાં ત્યારે વહેલી સવારે પાંચોટ પાસે કૂતરું વચ્ચે આવ્યું હતું. કૂતરાને બચાવવા જતાં કારચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને કાર રસ્તાની નજીક આવેલા તળાવમાં ખાબકી હતી, જેને કારણે ડૂબી જતાં કારમાં સવાર શિક્ષકોનાં મોત નીપજ્યાં હતાં. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી કરી હતી. જેસીબીની મદદથી કારને તળાવમાંથી કાઢવામાં આવી હતી. પોલીસને જાણ કરાતાં પોલીસે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

image source

મૃતક શિક્ષિકા સ્મિતાબેનના પતિ શ્યામસુંદર રમેશચંદ્ર ચૌહાણની ફરિયાદ આધારે શિક્ષક વિપુલભાઇ ચૌધરીની કાર ચલાવી રહેલા મૃતક શિક્ષક આનંદભાઇ શ્રીમાળીએ સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં કાર પાંચોટ બસ સ્ટેન્ડ પાસે આવેલા તળાવમાં ખાબકતાં પાણીમાં ડૂબી જતાં ત્રણેનાં મોત થયાનો તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો. રોડની બિલકુલ બાજુમાં આવેલા પાંચોટના તળાવમાં એકસાથે ત્રણ શિક્ષકોના મોતની ઘટનાને પગલે સરપંચ દશરથભાઇ પટેલે 45 વર્ષથી બિનવપરાશ પડ્યા રહેલા તળાવમાં પુન: કોઇ હોનારત ન સર્જાય તે માટે પંચાયતના સ્વ ભંડોળમાંથી રૂ.5 લાખના ખર્ચે તળાવની ચારેબાજુ લોખંડની રેલીંગ બનાવવાનો નિર્ણય લીધો છે. જ્યારે અહીં બનાવેલો બમ્પ માર્ગ અને મકાન વિભાગે તોડી નાખતાં અવારનવાર અકસ્માત થતા હોઇ પુન: બમ્પ બનાવવો જોઇએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત