એક જબરો ચોર, લોકરમાંથી સોના-ચાંદી અને 16 લાખ ઉઠાવી ગયો અને માતાજીના ફોટો સાથે 101 રૂપિયા મૂકતો ગયો

હાલમાં એવો માહોલ છે કે ગુજરાતમાં અસામાજિક તત્ત્વોનો આતંક વધી રહ્યો છે. અવાર નવાર હત્યા, ચોરી, મારામારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એમાં પણ મોટા શહેરોમાં તો ખુબ આવા કેસ આવી રહ્યા છે. જો વાત કરીએ અમદાવાદની તો 31 ડિસેમ્બર 2020ના રોજ અમદાવાદમાં રાત્રિના સમયે અસામાજિક તત્ત્વોનો આતંક સામે આવ્યો હતો.

image source

જેમાં બે ઈસમોએ એક વ્યક્તિ પર છ રાઉન્ડ ફાયરિંગ કરી ઓફિસમાં ઘૂસીને તેની હત્યા કરી નાખી હતી. ત્યારે હવે ફરીથી અમદાવાદમાં આવી ઘટના સામે આવી હતી અને શહેરના નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર આવેલી IDBI બેંકના લોકરમાંથી રૂ.16 લાખની મત્તાના દાગીનાની ચોરીની પોલીસ ફરિયાદ 11 મહિના બાદ નોંધવામાં આવી છે.

image source

આ ચોરી વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, લોકરમાંથી માતાજીનો ફોટો અને રૂ.101 રોકડ મળી હતી. નવરંગપુરા પોલીસે ફેબ્રુઆરી મહિનામાં ચોરીના આ બનાવ અંગે જાણવાજોગ નોંધ આધારે અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધ્યો છે અને પોલીસ આ કેસમાં વધારે તપાસ હાથ ધરી રહી છે. આ કેસમાં મળતી માહિતી પ્રમાણે જો વાત કરવામાં આવે તો સોલાના સાયન્સ સીટી રોડ પર ફ્લોરેન્સ રેસિડન્સીમા રહેતા પ્રીતીબેન ઉપાધ્યાય બોપલ ખાતેની એલ.પી ઇન્ટ.પ્રો.પ્રા.લી. કંપનીમાં પીઆર મેનેજર તરીકે ફરજ બજાવે છે.

image source

જો કેસની વિગતે વાત કરીએ તો પ્રીતીબેને 2008ની સાલમાં નવરંગપુરા સીજી રોડ પરની IDBI બેંકમાં 520 નંબરથી લોકર ખોલાવ્યું હતું. જેનો કેબિનેટ નંબર એસ-12 અને ચાવી નંબર 538 હતો. હવે બન્યું એવું કે 13 ફેબ્રુઆરી 2020ના રોજ પ્રીતીબેનના ફોન પર IDBI બેંકમાંથી કોઈ વ્યક્તિનો ફોન આવ્યો અને તેણે કહ્યું કે બેંકમાં અઘટિત ઘટના થઈ છે અને કોઈ બહેન તમારી સાથે વાત કરવા માંગે છે એવું કહ્યું હતું અને વાત કરાવી હતી. આ વાતની જો વાત કરવામાં આવે તો અજાણી મહિલાએ દેવાંશી દોશી તરીકે પોતાનું નામ કહ્યું હતું અને આ સાથે જ વાત કરી કે હું સારા ઘરની અને NRI છું.

image source

આગળ વાત કરતાં આ મહિલાએ કહ્યું કે તમારા લોકરમાં ચોરી થઈ ગઈ છે. લોકરમાં ભગવાનની છબી અને સો રૂપિયા જ પડેલા છે. આ અંગે બેંક મેનેજર સાથે વાત કરી તો તેણે એવું કહ્યું કે તમે રૂબરૂ આવો તો જ વાત કરી શકીએ. જો પછીની ઘટના અંગે વાત કરવામાં આવે તો 15 ફેબ્રુઆરી 2020ના રોજ પ્રીતીબેન બેંકમાં જઇ લોકર ઇન્ચાર્જ નિતાબેનને મળ્યા હતા. પણ ત્યાં જઈને લોકરમાં જોયું તો ચોંકી ગયા. કારણ કે તેમાં ખરેખર માતાજીનો ફોટો અને રૂ.101 રોકડ હતી. લોકરમાંથી સોનાના દાગીના બંગડીઓ, ચેઇન, લક્કી, બ્રેસ્લેટ, વીંટી, પેન્ડલ, લગડી, બુટ્ટી, સોનાનું મંગળસૂત્ર, ચાંદીના ઝુડા અને ચાંદીના સિક્કા મળી રૂ.16 લાખની ચોરી થઈ હતી.

image source

ત્યારબાદની જો વાત કરીએ તો આ સમગ્ર ઘટના અંગે વાત કરી અને બેંક મેનેજર અને લોક ઇન્ચાર્જને કહેવાડી પ્રીતીબહેને લોકરને સીલ મરાવ્યું હતું. ત્યારે નવરંગપુરા પોલીસે આ મામલે ગૂમ થયાની જાણવા જોગ પણ નોંધી હતી પરંતુ વૃદ્ધ સાસુ, સસરા અને 11 વર્ષની પુત્રીને ઘરે એકલા મૂકીને ના આવી શકવાને કારણે પ્રીતીબેને ફરિયાદ આપી ન હતી. ત્યારે હવે 11 મહિના બાદ નવરંગપુરા પોલીસે પ્રીતીબેનની ફરિયાદ આધારે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ મહિલા કોણ છે અને શા માટે તે આવી રીતે ધાર્મિક રીતે ચોરી કરી છે. ત્યારે બધાને રાહ છે કે ચોર સામે આવે અને લોકો આવા ચોરથી ચેતતા થાય અને બને એટલા ઓછા લોકો આવી ચોરીનો ઓછા ભોગ બને.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત