આ ભારતીય સ્માર્ટફોન કંપનીએ લોન્ચ કર્યો મહિલાઓ માટે ખાસ ફોન, કિંમત જાણીને તમે પણ એક ઝાટકે લઇ લેશો
91 મોબાઈલ્સે ઓક્ટોબરમાં એક્સક્લૂઝિવ રીતે આ વાતની જાણકારી આપી હતી કે દેશી સ્માર્ટફોન કંપની લાવા મહિલાઓ માટે એક. ખાસ મોબાઈલ Lava BeU લોન્ચ કરવા જઈ રહી છે. હવે આ કંપનીએ ઓફિશિયલ રીતે આ સ્માર્ટફોનને ઇન્ડિયાના માર્કેટમાં લોન્ચ કરી દીધો છે. સ્પેસિફિકેશનની સાથે જ કંપનીએ ફોનની ડિઝાઈનમાં મહિલાઓની પસંદને ખાસ ધ્યાનમાં રાખી છે. Lava BeUમાં સુરક્ષા માટે એપ પ્રીલોડેડ છે જે મુશ્કેલીના સમયે કામ લાગશે.

નવા સ્માર્ટફોનને ઓફલાઇન અને ઓનલાઇન બન્ને ચેનલોના માધ્યમથી ખરીદવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત લાવાએ ફિટનેસ ટ્રેકિંગ સુવિધાઓની સાથે એક સ્માર્ટ બેન્ડ લાવવાની પણ યોજના બનાવી છે.
મહિલાઓ માટે ખાસ ડિઝાઈન

આ ફોનમાં જે રીતે કલર કોર્ડિનેશન બતાવવામાં આવ્યા છે, તે ખાસ કરીને મહિલાઓ ખૂબ પસંદ આવનાર છે. વાસ્તવમા લાવાએ મહિલાઓને ખાસ ધ્યાનમા રાખીને આ ફોન લોન્ચ કર્યો છે. આ ફોનમાં કેમેરાની આસપાસ ડાયમન્ડ કલરનું કોમ્બિનેશન આપવામાં આવ્યું છે, જેનાથી તે દેખાવે પણ ખૂબ જ આકર્ષક લાગી રહ્યો છે. પિંક અને ગોલ્ડન કલરમાં આ ફોનનો લૂક ખૂબ ક્લાસી દેખાઈ રહ્યો છે.
સુરક્ષાનું પુરુ ધ્યાન રાખવામાં આવ્યું છે

ખાસ ડિઝાઈનની સાથે જ કંપનીએ આ ફોનમાં મહિલાઓની સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામા આવી છે. લાવા બી યુમાં મહિલાઓ માટે કેટલીક ખૂબ જ જરૂરી સેફ્ટી એપ્સને ઇનબિલ્ટ રાખવામા આવી છે. આ એપ્સ પહેલેથી જ ફોનમાં લોડેડ છે. જો કે, હાલ એ વાતની જણકારી નથી મળી શકી કે ફોનમાં આપવામાં આવેલી તે એપ્સ કઈ કઈ છે.
સ્પેસિફિકેશન
લાવાની વેબસાઇટ પર આ ફોન લિસ્ટ થઈ ગયો છે. ફોનના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં વોટર-ડ્રોપ નોચ 6.08 ઇંચનો એચડી+ (720X1560 પિક્સલ) ડિસ્પ્લે હશે જે 19.5:9 આસ્પેક્ટ રેશ્યો પર કામ કરશે. આ ઉપરાંત ફોનનું ડિસ્પ્લે 2.5ડી કર્વ્ડ ગ્લાસથી પ્રોટેક્ટેડ હશે. લાવાએ આ ફોનને 2 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજની સાથે લોન્ચ કર્યો છે. લાવા બી યુ માં 1.6GHz octa core પ્રોસેસર લગાવેલું છે જે IMG8322 GPUની સાથે આવે છે.

ફોટોગ્રાફી માટે લાવા બી યુમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામા આવ્યું છે, જેમાં પ્રાઇમરી સેંસર 12 મેગાપિક્સલનું છે. તેની સાથે સાથે જ 2 મેગાપિક્સલનું ડેપ્થ સેંસર પણ છે. લાવા બીયુમાં સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે 8 મેગાપિક્સલના કેમેરા છે. ડિવાઇઝ એન્ડ્રોઇડ 10 ગો એડિશન પર કામ કરશે. બીજી બાજુ ફોનમાં પાવર બેકઅપ માટે 4060mAhની બેટરી છે, જેને તમે કાઢી પણ શકો છો. એટલુ જ નહીં લાવાના આ બજેટ ફોનમાં ફિંગર પ્રિન્ટ સેંસર, બ્લૂટૂથ 4.2, વાઈ-ફાઈ સહિત કેટલાક બીજા ફીચર્સ પણ છે.
શું છે તેની કીંમત
આ બજેટ સ્માર્ટફોન લાવા બી યુને 6,888 રૂપિયામા લોન્ચ કરવામા આવ્યો છે. હાલ કંપનીએ તેની અવેલેબીલીટીને લઈ કોઈ જ જાણકારી આપી નથી. પણ, એ નક્કી છે કે ફોન ઓફલાઈન અને ઓનલાઇ ચેનલના માધ્યમથી વેચવામા આવશે. ડિવાઇઝ પિંક અને ગોલ્ડન કલરના કોમ્બિનેશનમાં લોન્ચ કરવામાં આવ્યું છે.
ચાર નવા સ્માર્ટફોન લાવી રહ્યું છે લાવા

નવા સ્માર્ટફેનની સાથે સાથે 5મી જાન્યુઆ ચાર નવા સ્માર્ટ ફોન લોન્ચ કરવાની યોનજા પણ લાવા કંપની બનાવી રહી છે, જેની જાણકારી ટેક વેબસાઇટ ગેજેટ 360 પાસેથી મળી છે. જો કે હાલ લાવાએ આ નવા ફોન્સના સ્પેસિફિકેશન્સ અને ડિઝાઈન વિષે કોઈ જ જાણકારી આપી નથી. અપકમિંગ નવા લાવા સ્માર્ટફોનની કીંમત 5000 રૂપિયાથી લઈને 15000 રૂપિયાની વચ્ચે હશે જે ઓનલાઈન અને ઓફલાઇન બન્ને ચેનલોના માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત