ગુજરાતમાં આ સમયથી શાળા અને કોલેજો ખુલવાની તૈયારી, ઓનલાઈન શિક્ષણથી ખૂલશે શાળાઓ?

ગુજરાતમાં કોરોનાના કેસનું પ્રમાણ સતત ઘટી રહ્યું છે ત્યારે અનેક ક્ષેત્રોમાં અનલોકનું પ્રમાણ વધી રહ્યું છે. ઓફિસોને સંપૂર્ણ રીતે ચાલુ કર્યા બાદ હવે ગુજરાત સરકાર શાળાઓને લઈને મોટો નિર્ણય લેવા જઈ રહી છે. ગુજરાતમાં જુલાઈ મહિનામાં શાળા અને કોલેજો ખોલવાનો સરકાર પ્લાન બનાવી રહી છે. બાળકો લાંબા સમયથી ઓનલાઈન અભ્યાસ કર્યા બાદ હવે ફરીથી ઓફલાઈન શિક્ષણની રાહ જોઈ રહ્યા છે. સરકાર પણ સર્વોચ્ચ રીતે હકારાત્મક પગલા લેવાના પ્રયાસો કરી રહી છે. આ સાથે બેઠકમાં ચર્ચા બાદ આવતા મહિનાથી શાળાઓ ખોલવી કે નહીં તેને લઈને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

image source

પણ એક વાત તો નક્કી છે કે હવે શાળાઓ જલ્દી ખૂલશે અન સાથે જ ઓનલાઈન શિક્ષણથી વિદ્યાર્થીઓને આઝાદી મળશે. રાજ્યમાં પણ સંચાલકો શાળાઓ ખોલવા આતુર છે. સ્વનિર્ભર શાળા સંચાલકોએ શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાને ફોન કરીને શાળામાં બાળકોની હાજરીને લઈને ચર્ચા કરી છે. આ સાથે કોર કમિટીના નિર્ણય બાદ જ આ માટે કોઈ નિર્ણય લેવામાં આવશે.

શું ઈચ્છે છે શિક્ષણ વિભાગ

image source

શિક્ષણ વિભાગ ઇચ્છે છે કે ઝડપથી શાળાઓ ખોલી દેવામાં આવે. અમરેલી, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, ખેડા, મહીસાગર, મોરબી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગરના 13 જિલ્લામાં કોરોનાનો કોઈ કેસ જોવા મળી રહ્યો નથી તો સાથે જ અમદાવાદ સહિત 18 જિલ્લામાં પણ 2 કે 3 કેસ નોંધાઈ રહ્યા છે. શિક્ષણ વિભાગનું માનવું છે કે ઓનલાઈન અને ઓફલાઈનના વર્ગો ચાલુ કરી દેવામાં આવે. ઓફલાઈન શિક્ષણને મરજિયાત રીતે શરૂ કરી દેવામાં આવે તેવો સરકારનો અભિગમ છે.

18 વર્ષ સુધીનાનું વેક્સિનેશન બાકી

image source

કોરોનાની બીજી લહેરે પોરો લીધો છે અને સાથે ત્રીજી લહેર ઓગસ્ટમા આવવાના એંધાણ પણ છે. આ સમયે અન્ય એક વાત એ પણ સામે આવી છે કે 18 વર્ષના બાળકોને વેક્સિન મળી નથી. આ સંજોગોમાં શાળાઓ ખોલવી યોગ્ય છે કે કેમ તે અંગે ચિંતા જોવા મળી રહી છે.

પહેલી અને બીજી લહેરનો શિક્ષણ પર પ્રભાવ

image source

કહેવાઈ રહ્યું છે કે કોરોનાની પહેલી લહેરથી જ એટલે કે 16 માર્ચ 2020થી શાળા અને કોલેજો બંધ છે. કેટલીક જગ્યાઓએ તેને 18 ફેબ્રુઆરીએ 2021ના સમયમાં શરૂ કરાઈ હતી અને પછી એક જ મહિનામાં ફરીથી બંધ કરી દેવામાં આવી હતી. પહેલા દોરમાં 302 દિવસ અને બીજી દોરમાં 98 દિવસ શાળાઓ બંધ રાખવામાં આવી છે.

તો હજુ પણ જે થેલા અને દફ્તરો માળિયે ચઢાવ્યા છે તેને ઉતારી લો અને સાથે જ ઓફલાઈન શિક્ષણની તૈયારી શરૂ કરી લો. ઓફલાઈન શિક્ષણને સરકાર તકેદારી સાથે ચાલુ કરે તેવી તૈયારીઓ જોવા મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!