વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ, જોવા મળશે અમાસ અને સૂર્યગ્રહણનો અનોખો સંયોગ, આટલી રાશિના લોકોના નસીબ ખૂલી જશે

વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ 14 ડિસેમ્બરે થવાનું છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષ સૂર્યગ્રહણ 2020 પર ખૂબ અશુભ યોગ બનવા જઈ રહ્યો છે. સૂર્યગ્રહણને જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને તમામ ગ્રહોનો રાજા માનવામાં આવ્યો છે. સૂર્ય ગ્રહણ દરમિયાન સૂર્ય પીડિત થઈ જાય છે. જ્યારે કોઈ ગ્રહ પીડિત થાય ત્યારે શુભ ફળ આપતો નથી. તેથી સૂર્ય ગ્રહણની ઘટના શુભ માનવામાં આવતી નથી. ત્યારે સોમવારે કારતક વદ અમાસ સાથે ચાલુ વર્ષના અંતિમ સૂર્યગ્રહણનો અનોખો સંયોગ થવા જઈ રહ્યો છે.

image source

જો વિગતે વાત કરવામાં આવે તો જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર આવા દિવસે ગ્રહ ગોચરમાં વૃશ્ચિક રાશિમાં પાંચ ગ્રહોની યુતિ બને છે. એ પાંચ રાશિઓમાં સૂર્ય, ચંદ્ર, બુધ, શુક્ર, કેતુ. કહેવામાં આવી રહ્યું છે કે આવો યોગ 63 વર્ષ પછી પુન: બનશે. ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં સોમવતી કે બુધવારી અમાસનું વિશેષ મહત્વ ઉપાસના, આરાધના, યોગ-સાધના, દાન પુણ્ય કે જ્ઞાન પ્રાપ્તિ માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે. પણ જોવાની વાત એ છે કે આવા દિવસનું સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી માટે સૂતક લાગશે નહીં તેમજ ધાર્મિક રીતે પાળવાનું રહેશે નહીં. હા પણ ગ્રહણના સૂક્ષ્મ કિરણોની અશુભ અસર માનવજીવન ઉપર પડતી હોય છે.

image source

માટે જો દરેક રાશિના જાતકો માટે આ દિવસ કેવો રહેશે તે જાણવું દરેક માટે ખુબ જ જરૂરી છે. તો આવો જાણી લઈએ કે ક્યા રાશિના લોકો માટે દિવસ કેવો રહેશે..

મેષ રાશિ:-

image source

આ સૂર્યગ્રહણ તમારી રાશિમાંથી આઠમા ભાવમાં થશે. ગ્રહણ દરમિયાન ગુરુ ચંડાલ યોગ તમારા માટે મોટી આફત સર્જી શકે છે. આ સમય દરમિયાન તમારા વિરોધીઓનો વિજય થશે અને તમે બિનજરૂરી ચિંતાઓથી પરેશાન થશો. જો કે, બીજી તરફ તમને સામાન્ય લાભ મળી શકે છે અને તમારા મનમાં આધ્યાત્મિક વિચારો આવશે.

વૃષભ રાશિઃ-

ગળાને લગતી સમસ્યા આવી શકે છે. વાણી-વિલાસ થવાની સંભાવના. લગ્રજીવન તણાવપૂર્ણ બની શકે છે.

કર્ક રાશિ:-

તમારા પાંચમા ભાવમાં સૂર્યગ્રહણ તમારા ખર્ચમાં વધારો કરશે. આવકમાં મોટો ઘટાડો થઈ શકે છે.ગુરુ ચંડાલ યોગને કારણે આર્થિક સ્થિતિ નબળી રહેશે. તમારા કામમાં અવરોધ આવશે અને તમારા બાળકો પણ ચિંતિત રહેશે. જો તમે પ્રેમ સંબંધમાં છો તો આ સમય પરેશાનીભર્યો રહેશે.

મિથુન રાશિ:-

આ સૂર્યગ્રહણ તમારી રાશિના છઠ્ઠા ભાવમાં થશે. કેટલીક શારીરિક સમસ્યાઓ ઉભી થઈ શકે છે. તમારા ખર્ચમાં વધારો થશે અને છુપાયેલી ચિંતાઓ તમને મુશ્કેલી આપી શકે છે. તમારા વિરોધીઓથી સાવચેત રહો અને તમારી યોજનાઓ મનમાં રાખો, તેને કોઈ અન્ય વ્યક્તિ સાથે શેર કરશો નહીં

સિંહ રાશિ:-

સરકારી કામકાજમાં બેદરકારી રાખશો નહીં. આકસ્મિક માનહાનિ સામાજિક જીવનમાં થઈ શકે છે. સંતાનનું આરોગ્ય બગડે.

તુલા રાશિઃ-

નાણાકીય બાબતમાં મોટી નુકશાની આવી શકે છે. પ્રેમ-પ્રસંગમાં નિષ્ફળતા મળે. અશુભ સમાચાર મળે.

image source

કન્યા રાશિ:-

તમારી રાશિમાં ત્રીજા ભાવમાં સૂર્યગ્રહણ થોડી મુશ્કેલીનું કારણ બની શકે છે. ગુરુ ચંડાલ યોગ દ્વારા ખર્ચમાં વધારો થઈ શકે છે. પૈસામાં ઘટાડો થશે. જો કે તમારા જીવનમાં અને તમારામાં સકારાત્મક પરિવર્તન આવશે ઉપરાંત, કાર્યક્ષેત્રમાં પણ બધુ ઠીક થશે

તુલા રાશિ:-

વૃશ્ચિક રાશિ તુલા રાશિના જાતકોના બીજા ભાવમાં છે જેમાં આ સૂર્યગ્રહણ થશે. તેની અસર તમારા પર સામાન્ય અસર રહેશે. નાના આર્થિક પડકારોનો સામનો કરી શકો છો. જો કે, આ સમય દરમિયાન નાણાંનું રોકાણ ન કરવું તે સારું રહેશે. કોઈને ઉધાર આપવું અથવા પૈસા આપવાનું ટાળો.

વૃશ્ચિક રાશિઃ-

પેશાબમાં બળતરા થાય તેમજ આંખ ને લગતી તકલીફ વધી શકે. જૂના ઝધડા ઓચિંતા થાય.

ધન રાશિ:-

જુની બીમારી વધી શકે. નાણાકીય વ્યવહારમાં છેતરપીંડીનો ભોગ બનાય. દાઝવાની ધટના બની શકે.

કુંભ રાશિ:-

તમારા ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે. વાહન અકસ્માતથી સાવધાની રાખવી. બેંક તરફથી કે સરકારી ઓફીસમાંથી માંગણા નોટીસ મળી શકે.

મીન રાશિ:-

શ્વાસને લગતી તકલીફ થાય. નાના-મોટા અશુભ સમાચાર મળી શકે. શેરબજારમાં નુકશાની આવી શકે.

image source

મકર રાશિ:-

તમારી રાશિના અગિયારમા ભાવમાં ગ્રહણ થશે આ ગ્રહણના મધ્યમ પરિણામો મેળવી શકો છો. પૈસાની ખોટ જશે. અત્યારે રોકાણ અથવા દેવાના વ્યવહારથી દૂર રહો. જે કાર્ય યોગ્ય રીતે ચાલી રહ્યું છે તે ખોટું થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત