આ મહિનામાં નવા વર્ષે કરી શકો છો આઉટિંગનો પ્લાન, જાણી લો લાંબી રજાઓ ક્યારે છે

જાન્યુઆરી 2021 ની તારીખ દેશવાસીઓ માટે ઘણી ખુશીઓ લાવી છે.આ તારીખે બધાના મનમાં અનેક ઉમ્મીંદો જગાવી. 2020 માં લોકો મહામારીના કારણે હેરાન થયા. માહામારીની અનેક ચુનૌતિયોંનો સામનો કર્યો. હવે નવું વર્ષ એટલે કે 2021 આવી ગયો છે. બધાની એક જ આશા છે કે આ વર્ષ સારું જાય અને બધા સ્વસ્થ રહે. આવામાં પહેલાથી વધારે સાવધાની રાખીએ. આપણે બધા નવા વર્ષમાં લાંબી રજાઓ મનાવવા ઘરથી બહાર નિકળી શકીએ છીએ. હવે સમય આયો છે રજાઓની મજા માણવાનો અને આની સાથે જ ભક્તો અને ધાર્મિક યાત્રાઓમાં રુચી રાખનાર લોકો માટે સારા સમાચાર આવ્યા છે. ધાર્મિક યાત્રાઓ અને તીર્થ સ્થાનોમાં રુચી રાખનાર લોકો માર્ચમાં હરિદ્રારના દર્શન પણ કરી શકે છે. જયાં કુંભ મેળાનું આયોજન થશે.

2021માં તમને લાંબી રજાઓનો પ્લાન બનાવવા માટે અનેક અવસરો મળશે.

image source

લાંબા વીકેન્ડ્સ કે પછી લાંબી રજાઓની વાત કરીએ તો આ વર્ષમાં 2021 માં તમને પરીવાર સાથે સમય વિતાવવાના 8 અવસર મળી શકે છે. આજ ટાઇમ ફ્રેમમાં આ વર્ષના કેટલાક મહીના ને મેગા ઇવેંટની જાણકારી પણ તમારે નોટ કરી લેવી જોઇએ. કામના બાકીના અઠવાડિયામાં પણ તમને નાના-મોટા બ્રેક મળતા રહેશે.

જાન્યુઆરી : ચાર દિવસની લાંબી રજાના બે અવસર

image source

14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિનો પ્રસંગ છે. આવામાં જો તમે 15 જાન્યુઆરીની રજા તો આ વીકેન્ડ ચાર દિવસનું થઇ જશે. જો તમે 25 જાન્યુઆરી ની રજા લો તો તમે 23 થી 26 જાન્યુઆરી સુધી સતત ચાર દિવસની રજા મેળવી શકો અને તમારા પરિવાર સાથે બહાર ફરવાની મજા માણી શકો છો.

ફેબ્રુઆરી : ચાર દિવસની લાંબી રજાનો એક બીજો અવસર

16 ફેબ્રુઆરીએ વસંત પંચમી છે આવામાં જો તમે દિવસ પહેલા એટલે કે 15 ફેબ્રુઆરીની રજા લઇ લો તો પણ તમને ચાર દિવસના મોટા વીકેન્ડનો લાભ મળી શકે છે. આ સમયે તમે પરિવાર અથવા તમારા ખાસ મિત્રો સાથે બહાર જઇ શકો અને આ અવસરની અનોખી મજા મેળવી શકો.

માર્ચ : ફરી મળશે તમને ચાર દિવસની રજાવાળો મોટો વીકેન્ડ

image source

ધર્મ-કર્મના આધારે પણ આ મહીનો બેહદ ખાસ થવા જઇ રહ્યો છે. દેવોના દેવ મહાદેવના ભક્તોનો મોટો પ્રસંગ મહાશિવરાત્રીનો પર્વ 11 માર્ચને મનાવવામાં આવશે. કુંભનો પહેલો શાહી સ્નાન આ જ દિવસે થશે. એટલે કે જો તમે 12 માર્ચ શુક્રવારની રજા લઇ લો તો ચાર દિવસનો મોટો વિકેન્ડ તમારી રાહ જોતો હશે. જો તમે દિલ્લી અને તેની આજુ-બાજુમાં રેહનારા કુંભમાં ગંગાના સ્નાનનું કરો તો તે અતિ લાભદાયી ગણાશે.

અપ્રૈલ : આ મહીનો પણ તીજ તહેવારનો છે.

સનાતની પરંપરામાં વિશ્વાસ જાળવવા વાળાનો નવો વર્ષ એટલે કે ચૈત્ર નવરાત્રિની પણ શરૂઆત થાય છે. આ 9 દિવસમાં માતા દુર્ગાના ભક્ત તેમને પ્રસન્ન કરવા માટે વિશેષ પૂજા પાઠ અને વ્રત રાખશે. એપ્રિલમાં આઈપીએલની પણ શરૂઆત થશે. આ સાથે 5 રાજ્યોમાં ચૂંટણીની તારીખોની પણ આયોગ દ્વારા જાહેરાત કરાશે.

મે

image source

આ મહિનામાં તમને ખાસ રજાઓનો લાભ મળી શકશે નહીં. આ મહિને 14થી 16 તારીખ સુધી જ લાંબો વીકેન્ડ છે. એ સિવાય તમારે ફક્ત કામ કરવાનું રહેશે.

જૂન મહિનામાં તમને રવિવાર સિવાય કોઈ રજા મળી શકશે નહીં.

જુલાઈ – 4 દિવસની રજાનો પ્લાન બની શકશે

આ મહિનામાં ફરી એક વાર 4 દિવસની એકસાથે રજા માણી શકશો. 2021માં 20 તારીખે ચાંદ દેખાશે અને ઈદ ઉલ અજહાના પહેલા દિવસે 19 ચારીખે રજા લીધા બાદ તમે સળંગ4 દિવસની રજાનું સેટિંગ કરી શકો છો.

ઓગસ્ટ- 3 દિવસની રજાનો પ્લાન

image source

વર્ષના આ મહિનામાં તમે અનેક તહેવારો માણી શકો છો. અહીં વચ્ચે વચ્ચે તમને રજાઓ પણ મળી શકે છે. ઓગસ્ટમાં 15 તારીખે ઈન્ડિપેન્ડન્સ ડે, 20 તારીખે મોહરમ, 22 તારીખે રક્ષાબંધન અને 30 ઓગસ્ટે જન્માષ્ટમી છે. લાંબા વીકેન્ડની વાત કરીએ તો તમને 20-22 સુધીની 3 દિવસની સળંગ રજા મળી શકે છે. જે તમારા વીકેન્ડ બરોબર રહેશે.

ઓક્ટોબર – અનેક તહેવારોનો મહિનો

આ મહિનામાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ છે, 7 તારીખે શારદીય નવરાત્રિ, 14 ઓક્ટોબરે રામ નવમી, 15 ઓક્ટોબરે દશેરા, 19 તારીખે ઈદ મિલાન ઉન નબી, 20 તારીખે શરદ પૂનમ અને 24 તારીખે કરવા ચોથનો તહેવાર ઉજવાશે.

નવેમ્બર

image source

આ મહિને તમે 4 દિવસની રજા લઈ શકો છો. એવામાં 5 તારીખે એક રજા લેશો તો તમારા 4 દિવસનો વીકેન્ડ બની શકે છે.

ડિસેમ્બર

આ મહિનામાં કોઈ ખાસ રજા મળશે નહીં. ફક્ત 25 તારીખે ક્રિસમસની જ રજા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત