શું ઉત્તરાયણનું પર્વ ધામધૂમથી ઉજવાશે? નાઈટ કર્ફ્યૂ કેટલા દિવસ રહેશે? જાણો સરકારે શું કહ્યું આ વિશે

કોરોનાકાળ વચ્ચે ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યા છે. જો કે સૌથી મોટો પ્રશ્ન એજ છે કે આ વખતે ઉત્તરાયણ પર સરકાર કેવી છૂટ આપશે. કારણ કે કોરોના મહામારીના કારણે મોટાભાગના તહેવારની ઉજવણી પર રોક લગાવવામાં આવી હતી. આ વર્ષે નવા વર્ષી પાર્ટી પર પણ પોલીસે રોક લગાવી છે. આ ઉપરાંત મોટા શહેરોમાં નાઈટ કર્ફ્યૂ યથાવત છે. તો બીજી તરફ ઉત્તરાયણના તહેવારોમાં કોરોનાની સ્થિતિ અંગે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે, જેમાં હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે કે, દિવાળી બાદ કોરોનાની સ્થિતિ વણસી હતી, તેમ ઉત્તરાયણ બાદ આવી સ્થિતિ સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે? ઉત્તરાયણને લીધે 2021નું આખું વર્ષ ફરીથી ન બગડે તે જોવાની જવાબદારી સરકારની છે. એક વર્ષ ઉત્તરાયણ નહીં ઉજવાય તો ચાલશે.

લોકો નિરાશ થાય તેનો વાંધો નહીં

image source

નોંધનિય છે 25 ડિસેમ્બર એટલે કે નાતલથી 14 જાન્યુઆરી સુધીનો સમય તમારે વધુ કાળજી રાખવી પડશે. તમે બધાને રાજી ન રાખી શકો, લોકો નિરાશ થાય તેનો વાંધો નહીં. ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે સરકારને એવી ટકોર કરી હતી કે, ઉત્તરાયણ માટે તમારે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવી જોઈએ. ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં કોરોના વિસ્ફોટ થયો હતો. જેના કારણે મહાનગરોમાં નાઈટ કર્ફ્યૂ લાગુ કરવાની ફરજ પડી હતી. જે હજુ ચાલુ જ છે.તો બીજી તરફ હાઈકોર્ટે સરકારને કેટલાક સવાલો પણ કર્યા હતા.

હાઈકોર્ટે: તમે નાઇટ કર્ફ્યૂ ચાલુ રાખ્યો છે? જાન્યુઆરી સુધી ચાલુ રાખવાના છો?

સરકાર: હાલ નાઇટ કર્ફ્યૂ ચાલુ છે અને જાન્યુઆરી સુધી ચાલુ રાખવાનું આયોજન છે, પરંતુ એકાદ દિવસમાં કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાશે.

image source

હાઈકોર્ટે: તમારે કર્ફ્યૂ ચાલુ જ રાખવો જોઈએ, અમદાવાદમાં કર્ફ્યૂને કારણે સારાં પરિણામ મળી રહ્યાં છે. સરકાર: અમે નાઇટ કર્ફ્યૂને લંબાવવા માટે પૂરતા પ્રયત્નો કરી રહ્યા છીએ. પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છીએ, પણ બહુ જલદી તે અંગે નિર્ણય લઈને તેને જાહેર કરીશું.

હાઈકોર્ટે: સરકાર એવી ચિંતા ન કરે કે લોકો નિરાશ થશે, દરેકને રાજી ન રાખી શકો.

સરકાર: તહેવારોમાં ખાસ લોકો સરકાર પાસે મંજૂરી માગતા હોય છે, તે સમયે પરિસ્થિતિને આધારે અને લોકોના હિતમાં જ નિર્ણય લઈશું.

નાઈટ કર્ફ્યૂ નવા વર્ષે પણ ચાલુ રહેશે તેવી પુરી શક્યતા

image source

નોંધનિય છે કે રાજ્યમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને લેતા રાજય સરકાર દ્વારા મુખ્ય ચાર શહેરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં રાતના 9 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ કર્ફ્યૂ આગામી 31 મી ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. આ અગાઉ પ્રથમવાર શનિવાર અને રવિવાર એમ બે દિવસ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી.જેના પછી કેસોની વધતી સંખ્યાને જોતા મુદત વધારી હતી. હાઈકોર્ટની ટકોરને જોતા નાઈટ કર્ફ્યૂ નવા વર્ષે પણ ચાલુ રહેશે તેવી પુરી શક્યતા છે.

રાજ્યમાં કોરોનાનાં નવા 990 કેસ નોંધાયા

image source

આજે પણ રાજ્યમાં કોરોનાનાં નવા 990 કેસ નોંધાયા હતા. જ્યારે 8 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે 1181 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા હતા. આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 2,39,915 પર પહોંચ્યો છે. જ્યારે કોરોનાને કારણે કુલ 4262 લોકોએ જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં 205 કેસ, 3નાં મોત

ગુજરાતમાં કોરોનાના નવા 990 કેસમાંથી અમદાવાદમાં 205 કેસ, 3નાં મોત, સુરતમાં 171 કેસ, 2નાં મોત, વડોદરામાં 125 અને રાજકોટમાં 107 કેસ, ભાવનગરમાં 23 અને ગાંધીનગરમાં 30 કેસ, જામનગર અને જૂનાગઢમાં 16 – 16 કેસ, મહેસાણામાં 36, કચ્છમાં 31, દાહોદમાં 28 કેસ, આણંદમાં 22 અને પંચમહાલમાં 20 કેસ, ભરૂચ – સુરેન્દ્રનગરમાં 19 – 19 કેસ, ખેડામાં 17, બનાસકાંઠામાં 18, પાટણમાં 15 કેસ, મહિસાગર – સાબરકાંઠામાં 10 – 10 કેસ, નવસારીમાં 8, અમરેલી – મોરબીમાં 7 – 7 કેસ, અરવલ્લી, છોટા ઉદેપુર, ગીર સોમનાથમાં 5 – 5 કેસ, દ્વારકા, નર્મદા, તાપી, વલસાડમાં 3 – 3 કેસ, બોટાદમાં 2 અને પોરબંદરમાં એક કેસ નોંધાયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,24,092 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

image source

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,24,092 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 93.69 પર પહોંચ્યો છે. ગત 24 કલાકમાં રાજ્યમાં કુલ 55,698 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલ રાજ્યમાં કોરોનાનાં કુલ 10,841 એક્ટિવ કેસો છે. જેમાંથી 66 દર્દીઓ વેન્ટીલેટર પર તો 10775 દર્દીઓની હાલત સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, બનાસકાંઠામાં 1, ગાંધીનગરમાં 1, સુરતમાં 1, સુરત કોર્પોરેશનમાં 1 અને વડોદરામાં એક દર્દીનું મોત નિપજ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત