Site icon News Gujarat

મલાઈકા આરોરાની આ વાત સાંભળીને તમે કહેશો આય હાય આવું તો કઈ કહેવાતું હશે

મલાઇકા અરોરા અને અર્જુન કપૂરનો સંબંધ કોઇથી છુપાયેલો નથી. બંનેએ પોતાના સંબંધને બધાની સામે સ્વીકારી લીધા છે. બંને આજકાલ તેમના પ્રોજેક્ટ્સમાં ખૂબ જ વ્યસ્ત છે. મલાઇકા અરોરા ‘ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ’ શોમાં જોવા મળી રહી છે. આ શોમાં તેની સાથે મિલિંદ સોમન અને અનુશા જોવા મળી રહ્યા છે. આ શોના એક એપિસોડ દરમિયાન, મલાઈકા અરોરાએ કંઈક એવું કહ્યું કે જેના પર લોકો ઘણી ચર્ચા કરી રહ્યા છે

મલાઈકા અરોરાએ જણાવી એની પસંદ

image source

વાત જાણે એમ છે કે મલાઈકા અરોરાએ પોતાની પસંદગી જણાવી છે. તેમણે કહ્યું કે તેમને કેવા છોકરાઓ પસંદ છે. મલાઈકા અરોરાએ કહ્યું, ‘મને એવા છોકરાઓ ગમે છે જે થોડા રફ હોય. ચીકણો ચહેરો મને પસંદ નથી. મને તે ગમે છે જે સારી રીતે કિસ કરી શકે. આ ઉપરાંત, મલાઈકા અરોરાએ કહ્યું કે તે એવા છોકરાઓને પસંદ કરે છે જે ગોસિપ કરતા નથી. જો કે અર્જુન કપૂર મલાઈકાની આ વાતો પર સાચો પડ્યો છે

.
મલાઈકાએ શરમાતા શરમાતા જવાબ આપ્યો

image source

આ દરમિયાન મલાઈકા અરોરાને પૂછવામાં આવ્યું કે તેણે તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂરને છેલ્લો મેસેજ શું કર્યો હતો? આ સવાલનો જવાબ આપતાં મલાઈકા શરમાઈ ગઈ. તેણે મેસેજ વાંચ્યો અને કહ્યું કે તેણે ‘આઈ લવ યુ ટુ’ મેસેજ કર્યો હતો. આ પછી મલાઈકાને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તે વ્યક્તિ કોણ છે જે તેને અંદરથી બહાર સુધી ઓળખે છે. આ માટે તેણે કહ્યું, ‘તે વ્યક્તિ અર્જુન કપૂર છે. તેઓ મને ઓળખે છે, તેઓ મને સમજે છે. સાથે સાથે તેઓ પરેશાન પણ કરે છે.

મલાઈકા છે ફેશન ક્વીન

image source

બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફેશન અને પર્સનલ લાઇફને કારણે હેડલાઇન્સમાં રહે છે. મલાઇકા અરોરા લાંબા સમયથી અભિનેતા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે. જ્યાં સુધી તેની ફેશનની વાત છે, મલાઈકા અરોરા એક ફિટનેસ ફ્રીક છે અને નિયમિતપણે જિમ અને યોગા ક્લાસમાં જાય છે

તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે, એ અવારનવાર એમના ફોટા અને વીડિયો એમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરતી રહે છે, જેને એમના ફેન્સ ખૂબ જ પસંદ પણ કરે છે.

image source

મલાઈકા અરોરાના પહેલા લગ્ન સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન સાથે થયા હતા, પણ અરબાઝ ખાન સાથે ડિવોર્સ લીધા પછી મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં છે અને બન્નેએ એમના રિલેશન સ્વીકારી પણ લીધા છે..બન્ને ઘણીવાર એકસાથે જોવા મળે છે.

Exit mobile version