આ વાતને લઇને આ દેશની આંખો થઇ ગઇ ચાર, અને લઇ રહ્યું છે આવા કડક પગલા, ફરવા જવું હોય તો ખાસ વાંચી લેજો નહિંતર….

વાયુ પ્રદૂષણને કારણે વિશ્વભરમાં વર્ષે લાખો લોકો પ્રભાવિત થાય છે. દિવસે ને દિવસે આ સમસ્યા વૈશ્વિક સ્તરે ગંભીર બનતી જાય છે. આ વૈશ્વિક ઉપાધીને નિયંત્રણમાં રાખવા માટે સમયાંતરે વિવિધ પ્રકારના પ્રયાસો પણ હાથ ધરાય છે. ત્યારે હવે વાયુ પ્રદુષણને નાથવા બ્રિટન દેશ આકરા પગલાં ભરવા તરફ આગળ વધી રહ્યો છે. બ્રિટનમાં આ સંબંધી નવા નિયમો લાગુ થતા જ સ્થાનિક ઓટોમાર્કેટમાં નોંધપાત્ર ફેરફાર પણ થવાનો અંદાજ છે.

image source

નોંધનીય છે કે ઔદ્યોગિક મશીનરીઓને કારણે થતા પ્રદુષણ સિવાય પેટ્રોલ અને ડિઝલથી ચાલતા વાહનો પણ પ્રદુષણમાં વધારો કરે છે. વળી, વિશ્વભરમાં પેટ્રોલ અને ડીઝલના વાહનોની માંગ પણ વધી રહી છે.

image source

આ દરમિયાન બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સન એક મોટી જાહેરાત કરી શકે છે.

image source

વાયુ પ્રદુષણ પર કાબુ મેળવવા બોરિસ જોન્સન વર્ષ 2030 થી બ્રિટનમાં પેટ્રોલ અને ડિઝલથી ચાલતી ગાડીઓના વેંચાણ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેનાર છે. ફાઇનાન્સિયલ ટાઈમ્સના અહેવાલ મુજબ બ્રિટનની સરકાર આગામી સપ્તાહે પોતાના આ નિર્ણયની જાહેરાત કરી શકે છે. જે પોતાની નિયત યોજનાથી પાંચ વર્ષ પહેલાં લાગુ થઈ જશે.

અસલમાં ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનને ઓછો કરવાના પ્રયાસ અંતર્ગત બ્રિટન વર્ષ 2040 થી નવી પેટ્રોલ ડીઝલ કારોના વેંચાણ પર પ્રતિબંધ મુકવા માંગતું હતું પરંતુ આ વર્ષે ફેબ્રુઆરીમાં જ પ્રધાનમંત્રી જોન્સને આ માટે વર્ષ 2035 ની ડેડલાઈન નક્કી કરી હતી.

image source

પરંતુ હવે બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સને પોતાના નિર્ણયમાં ફેરફાર કરતા વધુ પાંચ વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2030 માં આ નિયમ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે અને તેની સત્તાવાર જાહેરાત આગામી સપ્તાહે એનવાયરમેન્ટલ પોલિસીની સ્પીચમાં થઈ શકે છે.

પોતાના આ નિર્ણય વિશે કોઈ માહિતી આપી નથી પરંતુ મીડિયા અહેવાલો અનુસાર પ્રધાનમંત્રી બોરિસ જોન્સનના આ નિર્ણયની ચર્ચા થઈ રહી છે. ડાઇનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જોન્સનના આગામી ભાષણની રિપોર્ટ પર કઈં કહેવાનો ઇનકાર કર્યો હતો.

image source

અહેવાલ મુજબ હાઈબ્રીડ કારો માટે આ સમયમર્યાદા વર્ષ 2035 સુધીની હોઈ શકે છે. એટલે જો કાર જો ઇલેક્ટ્રિકની સાથોસાથ અન્ય ઇંધણથી ચાલતી હોય તો તેને પાંચ વર્ષ સુધીની છૂટ મળશે. જો બ્રિટિશ સરકાર વર્ષ 2030 માં આ નિર્ણયને લાગુ કરશે તો બ્રિટનના ઓટોમોબાઈલ માર્કેટમાં મોટો ફેરફાર આવશે જેની અસર વેંચાણ પર પણ થશે.

image source

ઉદ્યોગના આંકડાઓ મુજબ આ વર્ષે અત્યારસુધી પેટ્રોલ અને ડીઝલથી ચાલતી કારોના વેંચાણમાં 73.6 ટકાનો વધારો થયો છે. જ્યારે ઇલેક્ટ્રિક વાહનોના વેંચાણમાં માત્ર 5.5 ટકાનો જ વધારો થયો છે. ઇલેક્ટ્રિક વાહન સામાન્ય રીતે મોંઘા હોય છે અને એટલા માટે જ તેનું વેંચાણ પણ વધારે નથી થતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત