હાથીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં કરી રહ્યો છે જોરદાર ટ્રેન્ડ, જોઇ લો VIDEOમાં હાથી કેવી રીતે મહિલાને કરે છે મસાજ

હાથી પહેલેથી જ ખુબ માયાળુ પ્રાણી રહ્યું છે. તે માનવ વસાહતોની નજીક રહેતું હોવા છતાં સૌમ્ય પ્રાણી છે ત્યારે સોશિયલ મીડિયામાં હાલ હાથીનો એક વીડિયો ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે જેમાં માત્ર માનવ મનોરંજન માટે હાથીઓને કેટલી દર્દનાક તાલીમ આપવામાં આવી હશે તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

Elephant showing female massages in Thailand
image source

હાલમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક મહિલાને એક હાથી મસાજ કરી રહ્યો છે. આ વીડિયો હાલ તો આગની જેમ ફેલાઈ રહ્યો છે. મહિલાની પીઠ પર હાથી માલિશ કરી રહ્યો છે. વીડિયોમાં મહિલા બેડ પર ઉંઘેલી છે અને હાથિ પહેલા સૂંઢથી અને પછી પગથી તેને માલિશ કરી રહ્યો છે. વિશ્વ પર્યાવરણ સંરક્ષણવાળાઓએ આ વીડિયોને લઈને આપત્તી દર્શાવી છે.

હાથી કરે છે મસાજ

image source

ધ ડોડોના કહેવા મુજબ આ વીડિયો થાઈલેન્ડનો હોવાનું મનાઈ રહ્યું છે. એટલું જ નહીં પરંતુ અહીં આવતા પ્રવાસીઓને માલિસ કરવા માટે આ હાથિયોને ખૂબ જ આકરી તાલીમ આપવામાં આવી રહી છે. ઘણા લાંબા સમયથી અહીં આ રીતે હાથીઓને તૈયાર કરીને પ્રવાસીઓનું મન બહેલાવવા માટે તેમને અવનવી રીતે મસાજ આપવામાં આવે છે અને હાથીની મસાજ કરવાની આ રીત એટલી પ્રચલીત બની છે કે હવે લોકો સ્પેશ્યલ હાથીની મસાજ માટે પ્રવાસ કરતા થયા છે. આ માટે હાથીઓને કડક તાલીમ આપવામાં આવે છે જે ખરેખર ખૂબ ભયાનક હોય છે નાની ઉમંરથી જ હાથીઓને આ માટે પ્રશિક્ષિત કરવામાં આવે છે.

પશુ કલ્યાણ સંગઠનોએ ઉઠાવ્યો વાંધો

image source

એક પશુ કલ્યાણ સંગઠનનું કહેવું છે કે આ રીતે મનોરંજન માટે હાથીઓનો વપરાશ કરવો યોગ્ય નથી કારણ કે હાથીને મસાજ માટે આપવામાં આવતી ટ્રેનિંગ ખરેખર ખૂબ જ દર્દનાક છે. બેબી એલિફન્ટને નાનપણમાં જ તેમની માતાથી અલગ કરીને માણસો સાથે રાખવામાં આવે છે અને એ રિતે ડિઝાઈન કરવામાં આવે છે કે તે માણસો સાથે વિનમ્રતાથી વ્યવહાર કરે. આ રીતે હાથીઓને તાલીમ આપવી એ કુદરતની વિરૂદ્ધનું કાર્ય છે.

દર્દનાક તાલિમ

હાલ તો લાખો લોકોએ હાથીનો મહિલાને મસાજ કરતો વીડિયો જોયો છે પણ સોશિયલ મીડિયામાં આ વાતને લઈને બે પક્ષ જોવા મળી રહ્યા છે જેમાં એક પક્ષ હાથીઓના બચાવમાં ઉતરી આવ્યો છે જેમનું કહેવું છે કે હાથીઓનું કુદરતી જીવન ઝુંટવીને તેમને મનુષ્યને ખુશ કરવા આવી આર્ટીફિશયલ ટ્રેનીંગ આપવાની શું જરૂર છે? આ હાથીઓને તેમની પોતાની પ્રાકૃતિક જીંદગી કેમ જીવવા દેવામાં નથી આવતી? તો બીજો એક વર્ગ એવો છે કે જે આ વીડિયોની મજા લઈ રહ્યો છે અને પોતે પણ હાથીઓની મસાજ કરાવવા માટે થાઈલેન્ડનો પ્રવાસની તૈયારીઓ કરી રહ્યો છે પણ આ બધામાં હાથીઓને આ માટે કેટલી તકલીફ અને દર્દનાક તાલીમ લેવી પડી છે તે ખરેખર વિચારવાનો વિષય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત