કળિયુગમાં પણ ભૂતના પરચા, આ આર્મી કેન્ટમાં ઘોડા પર સવાર થઈને ભટકે છે માથા વિનાનું ભૂત, સૈનિકો જણાવી ખરાબ આપવીતી

આજનાં સમયમાં ભૂત પ્રેત જેવી વાતો પર લોકો ઓછો વિશ્વાસ કરી રહ્યાં છે. પરંતુ હાલમાં એક અજીબ ઘટનાં સામે આવી છે જેના પર વિશ્વાસ કરવો ખરેખર અઘરો છે. આ કિસ્સો લેસડૌન જે ઉત્તરાખંડ રાજ્યનું એક નાનું સ્થળ છે ત્યાંથી સામે આવ્યો છે. આ સ્થળ નાનું અને ખૂબ સુંદર છે. તે દિલ્હીથી લગભગ 200 કિલોમીટર દૂર આવેલ છે. લેસડૌન વિકેન્ડ પર જવાના શોખીન માટેનું પ્રિય સ્થળ માનવામાં આવે છે કારણ કે આ સ્થળ એકદમ શાંત છે અને શહેરથી ખૂબ દૂર છે. જે લોકો સિમલા અને મસૂરી ફરી ફરીને કંટાળયા છે તેઓ હવે લેસડૌન આવી રહ્યા છે.

image source

મળતી માહિતી મુજબ આ એક એવી જગ્યા છે કે જ્યાં રાત્રે 8:30 વાગ્યાની સાથે જ સન્નાટો છવાઇ જાય છે. ઉત્તરાખંડમાં આ સ્થળ વિશે ઘણી વાતો લાંબા સમયથી ચર્ચામાં છે અને આમાંની કેટલીક વાતોમાંની એક વાત અહીં કરવામાં આવી છે જેને સાંભળીને તમારા હોશ ઉડી જશે. કહેવામાં આવે છે કે લેસડૌન શેરીઓમાં એક માથા વગરનું ભૂત ભટકી રહ્યું છે. લેસડૌનમાં આ વાત છેલ્લા કેટલાક દાયકાઓથી દરેક ઘરમાંથી સંભળાવા મળે છે.

image source

આ વિશે વિગતે વાત કરીએ તો જ્યારે મધ્યરાત્રિના સમય હોય છે ત્યારે અહીંના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં એક માથા કપાયેલો અંગ્રેજ તેના ઘોડા પર ફરતો હોય છે. તે માત્ર અહીં ફરતો હોય તેટલું જ નહીં પરંતુ અહીંના સ્થળની ચોકીદાર કરતો હોય છે. ત્યાંના લોકોનાં કહેવા મુજબ આ અંગ્રેજનું આ ભૂત રાત્રે ફરજ બજાવતા સૈનિકો પર આ રીતે નજર રાખે છે. આ દરમિયાન જો કોઈ સૈનિક સૂઈ જાય છે તો પછી આ ભટકતું ભૂત તેની હાલત ખરાબ કરી નાખે છે.

image source

આ વાતને લઈને તો ઘણા સૈનિકો પણ કહે છે કે તેઓને રાત્રે અજીબોગરીબ અવાજ પણ ઘણી વખત સંભળાતા હોય છે. આ અંગે જ્યારે ઘણા નિવૃત્ત સૈનિકો સાથે વાત કરવામાં આવી ત્યારે તેઓએ કહ્યું હતું કે છે તેઓએ પણ આ ભૂતને તે સ્થળ પર મહેસૂસ કર્યું છે. જો કોઈ સૈનિક પોતાની ફરજમાં બેદરકારી કરી રહ્યો હોય તો આ ભૂત સૈનિકોને માથા પર મારે છે. આ સિવાય ઘણા લોકો એમ પણ કહે છે કે આના કારણે આ સ્થળે કોઈ અપરાધ પણ નથી થતાં.

image source

આ બધી વાતો સામે આવ્યાં બાદ હવે સવાલ એ છે કે તે અંગ્રેજ કોણ છે? આ વિશે એવું કહેવામાં આવે છે કે આ ભૂત બ્રિટીશ આર્મી ઓફિસર ડબલ્યુ. એચ.વર્ડેલનું. મળતી માહિતી મુજબ વર્ડેલ 1893માં ભારત આવ્યા હતા. અહીં તેમને લેસડૌન કેન્ટનો કમાન્ડિંગ ઓફિસર બનાવવામાં આવ્યો હતો. આ પછી 1901-02માં તેઓ આફ્રિકામાં પોસ્ટ થયા. ત્યારબાદ ફરી એકવાર તેઓ ભારત પાછા આવ્યા હતા. જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ થયું ત્યારે તે લેસડૌનમાં ફરજ બજાવી રહ્યો હતો.

image source

આ અંગ્રેજ ઓફિસર વિશે જાણવા મળ્યું છે કે પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ડબલ્યુ. એચ. વર્ડેલ ફ્રાન્સમાં જર્મની સામે લડયા હતાં. આ દરમિયાન તેઓ માર્યા ગયા હતા.ભારતીય સૈનિક દરબનસિંહ નેગી સાથે લડનારા આ અધિકારીની લાશ કદી મળી ન હતી. તેમના મૃત્યુ પછી બ્રિટિશ અખબારોમાં એવું લખ્યું હતું કે તે સિંહની જેમ લડ્યો અને માર્યો ગયો. કેટલાક લોકો કહે છે કે લેસડૌનમાં પોસ્ટિંગ અને તેનું અંતિમ સંસ્કાર ન થઈ શકવાનાં કારણે આજે 100 વર્ષ થયાં હોવા છતાં પણ વર્ડેલની આત્મા કેન્ટમાં ભટકી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!