મજૂરો માટે કાળ બન્યો કોરોના, ટ્રેનો અને બસોમાં નથી મળી રહી ટિકિટો, લોકોએ કહ્યું-લોકો એક રોટલી આપી 4 ફોટા પડાવે

લોકડાઉનનો ભય કામદારોની પીઠ તોડી રહ્યો છે જે તેમની આંખોમાં સ્પષ્ટ જોઇ શકાય છે. મજૂરો સાથે વાત કરતાં જાણવા મળ્યું કે લોકડાઉન દરમિયાન લોકો ફોટા પાડીને તેમને માંડ એક રોટલી આપતાં હતાં જેની કડવી યાદોથી તેઓ આજે પણ બહાર આવી શક્યા નથી. આ પરિસ્થિતિનો સામનો તેમને બીજી વખત ન કરવો પડે તે માટે તેઓએ હવે પોતાના વતન તરફ પ્રયાણ કરી દીધું છે. લોકો વતન તરફ પાછા ફરી રહ્યાં છે તે રસ્તા પર, રેલવે સ્ટેશન પર કે બસ સ્ટોપ પર સ્પષ્ટ જોઈ શકાય છે.

image source

મળતી માહિતી મુજબ અત્યારે હાલત એવી છે કે બિહાર માટે બુકિંગ ઓગસ્ટ સુધી છે. બધી ટ્રેનો ફુલ થઈ ચૂકી છે. દરેક લાંબા રૂટની બસો ભરેલી હોય છે અને ટિકિટ કાઉન્ટર પર લોકોની લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે. જાણવા મળી રહ્યું છે કે જે લોકોને પોતાનાં વતન સુધીની ટ્રેન ડાયરેક્ટ મળતી નથી તો તેઓ નાના રૂટની ટ્રેનો માટે ટિકિટ બુક કરવા માંગે છે. આ બધું જોતાં એવું લાગે છે કે શ્રમિકવર્ગ કઈ પણ કરીને લોક ડાઉન થાય એ પહેલાં પોતાનાં વતન પહોંચી જવાં માંગે છે. લોકો સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે લોક ડાઉન દરમિયાન તેમનાં મદદે આમ તો ઘણાં લોકો આવતાં હતા પણ તે લોકો મદદ કરવા કરતાં મદદ કરી રહ્યાં છે તેવો તમાશો દેખાડવામાં વધારે ધ્યાન આપતાં હતાં.

image source

એક રોટલી આપીને તેઓ ફોટો પડતાં એમને લાઈનોમાં ઉભાડતાં હતાં. આવી સ્થિતિમાં અહીં રહેવા કરતાં સારું છે કે ઘરે ચાલ્યાં જઈએ અને ત્યાં જઈને પરિવાર સાથે મળીને આ આપત્તિનો સામનો કરીશું. પરિવાર સાથે ઘરે પરત ફરતા આ મજૂરો સાથે વાત કરી ત્યારે તેઓ ભાવુક થઈ ગયાં હતાં. તેઓ ખૂબ જ લોકડાઉનથી ડરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું. તેમણે કહ્યું કે ફરી લોકડાઉન થાય છે તો મજૂરવર્ગને તો ખાવા અને રહેવાનાં પણ ફાંફા પડી જશે. તેઓએ ટિકિટ માટે લાઈનો લગાવવા પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે આ આગાઉ થયેલાં લોકડાઉન સમયે માઈલો સુધી તેઓને ચાલતાં જવું પડ્યું હતું. પગમાં છાલા પડી ગયાં હતાં. પીવાનું પાણી મળવામાં પણ તકલીફ થતી હતી જેના કારણે લોકો આ વખતે પહેલાથી જ રેલ્વે ટિકિટ ખરીદવામાં માટે ઉમટી પડ્યાં છે.

રેલમાર્ગેથી પોતાનાં વતન પરત ફરવા માગતાં લોકો માટે 120 દિવસનું વેઈટીંગ છે. સ્થિતિ એવી છે કે કોઈ વ્યક્તિ ટ્રેનની ટિકિટ ખરીદવા માટે પણ બે કલાકની રાહ જોયા બાદ વારો આવી રહ્યો છે. રેલ્વેના જણાવ્યા અનુસાર લાંબા રૂટ માટેની ટિકિટ ખરીદવા માટે દરરોજ પાંચસો જેટલા લોકો આવી રહ્યાં છે. જ્યાં સુધીની ટિકિટ મળે ટે લઈને ત્યાંથી બીજો કોઈ ઉપાય શોધીને ઘર સુધી જવા માટે પણ લોકો તૈયાર છે. મળતી માહિતી મુજબ સૌથી વધારે ટિકિટ વૈશાલી, દરભંગા, રાજેન્દ્રનગર, અલ્હાબાદ, બનારસ, શાહનશાહ, મધુબની બ્રહ્મપુત્રા અને ગોહાટી માટે બુકિંગ થઈ રહી છે.

image source

મજૂરો સાથે થયેલી વાતચીતમાં જાણવાં મળ્યું હતું કે ગત વર્ષે તેઓને પગપાળા જ પોતાનાં વતન જવાની નોબત આવી હતી. ગત વર્ષે અચાનક લોકડાઉન લાદવામાં આવતા તેમને ટિકિટ કરાવીને વતન જવાનો સમય જ મળી શક્યો ન હતો. તેમના ધંધા-રોજગાર પણ ઠપ થઈ ગયા હતા. જેથી તેમના પાસે વતન પરત ફર્યા સિવાય બીજો કોઈ રસ્તો પણ બચ્યો ન હતો. જો કે આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં રેલવેએ ટ્રેનોની સંખ્યામાં વધારો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. કેટલાક લોકો સાથે વાત થઈ હતી તેમાં તેમની લોકડાઉનની હાલત વિશે અહી વાત કરવામાં આવી છે.

image source

સચીન કે જે જમાલપુર બિહારનો છે એ કહે છે કે રાતનાં સમયે તો અત્યારે જ કર્ફ્યું લાગી ગયું છે આ સ્થિતિમાં ઘરે જવું વધુ સારું છે. હું અહીંના એક ગામમાં રહું છું જ્યાં મને ખબર પડી કે રાતનાં કર્ફ્યુ શરૂ થઈ ગયો છે. હવે મને લાગે છે કે લોકડાઉન પણ થઈ શકે છે તો વધુ સારું છે કે હવે વતન પાછા ફરવું જોઈએ.

રાણી કે જે મજૂર નિવાસી દરભંગાની છે એમનો અનુભવ શેર કરતાં કહે છે કે

આ સમયે કોવિડ નિયમોનું પાલન કરવા માટે રોડવેઝે દિલ્હી જતી દરેક બસમાં મુસાફરોની સંખ્યા 26 સુધી મર્યાદિત કરી દેવામાં આવી છે. હાલમાં સ્થાનિક રૂપે દિલ્હી જવા માટે 14 બસ છે. ફોટા પાડીને લોકો માંડ એક રોટલી આપે તેવી સ્થિતિ ગયા વર્ષે જોવા મળી હતી. ફરીદાબાદમાં ફસાયેલાં લોકોએ કહ્યું કે તેમણે એક એક ટંકના ખાવાના ફાંફા પડ્યાં હતાં. જે વ્યક્તિએ ફૂડ પેકેટ આપ્યું તે ચાર વખત પહેલાં આમારી સાથે ફોટો લેતો આ કારણે દરરોજ ખાવું શરમજનક લાગી રહ્યું હતું. તેમણે કહ્યું કે આવી પરિસ્થિતિ કોઈના જીવનમાં ન આવવી જોઈએ, હવે ફરીથી તે જ વસ્તુ જોવા માંગતાં નથી. સરકાર પર પણ નારાજગી વ્યકત કરતાં કહ્યું કે ઘરે જવું છે, આ સરકાર પર પણ કઈ વિશ્વાસ નથી ક્યારે લોક ડાઉન કરી દે તો અમે ફસાઈ જઈશું.

image source

કુલદીપ મંડળ કે જે ભાગલપુર બિહારનો રહેવાસી છે એમનું કહેવું છે કે જો અમને ટ્રેનની ટિકિટ નહીં મળે તો બીજા વાહનથી જશું પણ વતન પાછાં ચાલ્યાં જવું છે. એક વ્યકિતએ કહ્યું કે હું અહીં શાકભાજી વેચવાનું કામ કરું છું કારણ કે કોરોના રોગમાં વધારો થશે અમને કામની સમસ્યાઓ થઈ શકે છે. ગયાં વર્ષે તો હાલત એવી થઈ હતી કે જ્યારે અમે લોકોને ઓળખપત્ર બતાવતાં હતાં ત્યારે લોકો માંડ આમરી પાસેથી શાકભાજી ખરીદતાં હતાં. આવી સ્થિતિમાં ઘરે જવું વધુ સારું છે. જો અમને ટ્રેનની સીધી ટિકિટ નહીં મળે તો અમે અન્ય વાહનોનો દ્વારા પણ ઘરે જવા માટે નીકળી જશું.

image source

રામફલ મિસ્ત્રી કે જે ઝાંસીની રહેવાસી છે એમનું કહેવું છે કે ગયા વર્ષે મારે કોઈ પણ સંજોગોમાં ઘરે પહોંચવું પડશે. ક્યારે લોકડાઉન થશે અને ક્યારે ખુલશે તેની પણ કઈ ખબર નથી. ગયાં વર્ષે લોકડાઉનમાં ફસાતાં મારે 200 કિમી ચાલીને ઘરે જવું પડ્યું હતું. હવે ફરી આટલું ચાલવાની મારી તાકાત નથી તેથી હું સમયસર ઘરે પહોંચવા માંગુ છું.

કે.પી.મીના સ્ટેશન માસ્ટર પણ આ વિશે વાત કરે છે કે લગભગ છેલ્લા સાત-આઠ દિવસમાં બિહાર જતી ટ્રેનોમાં જગ્યા નથી. આ સમયે કોરોનાના ભયથી લોકો એ ઘરે પહોંચવા દોટ મૂકી છે. આને કારણે દિવસ દરમિયાન 400 થી 500 લોકો ટિકિટ માટે અહીં આવી રહ્યા છે.

હરિસિંહ ડેપો અધિકારી પણ કહી રહ્યાં છે કે હાલમાં અલીગઢ અને આગ્રા તરફ જતી બધીબસોમાં ભીડ છે જો આમ જ ભીડ વધારે હશે તો બસોની સંખ્યા વધારવામાં આવશે પરંતુ હાલમાં આ રૂટો પર 17 બસ દોડાવવામાં આવી રહી છે જો જરૂર પડે તો બસની સંખ્યામાં વધારો કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *