આ અજીબ આદત છે અર્જુન કપૂરની બહેનને, જાતે જ કર્યો ખુલાસો, તમે પણ જાણીને ચોંકી જશો

બૉલીવુડ એકટર અર્જુન કપૂર અને જાહ્નવી કપૂર હાલમાં જ એક મેગેઝીનના કવર પેજ પર સાથે દેખાયા હતા. બન્ને સ્ટાર્સ હજી સુધી રિલ લાઈફમાં સાથે નથી દેખાયા પણ આ બન્ને કલાકારની રિયલ લાઈફ કેમેસ્ટ્રી કમાલની છે. હાલમાં જ અર્જુન કપૂરે પોતાનો એક વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં બન્ને સ્ટાર્સ એક સાથે ગપ્પા મારતા દેખાઈ રહ્યા છે.

image soucre

આ વીડિયોમાં અર્જુન કપૂર અને જાહ્નવી કપૂર વચ્ચે એક રેપીડ ફાયર રાઉન્ડ થતો દેખાઈ રહ્યો છે..અર્જુન કપૂર અને જાહ્નવી કપૂર આ વીડિયોમાં એકબીજા વિશે રસપ્રદ સવાલોમાં જવાબ આપતા દેખાઈ રહ્યા છે. આ રેપીડ ફાયર રાઉન્ડ જેટલો અર્જુન અને જાહ્નવીએ એન્જોય કર્યો એટલી જ ફેન્સને પણ વીડિયોમાં મજા આવી છે. જોત જોતામાં વીડિયોને ઢગલાબંધ લાઇક્સ મળી ગયા છે અને કમેન્ટ સેક્શનમાં લોકો પ્રેમ વરસાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

બંને ભાઈ બહેન જ્યારે એકબીજાના રહસ્યો પરથી પડદો ઉઠાવવા લાગ્યા તો ધીમે ધીમે આ સિલસિલો આગળ વધતો ગયો. અર્જુન કપૂરે વીડિયોમાં જણાવ્યું કે જાહ્નવી કપૂર ક્યાંય પણ જાય છે તો એમની સૂટકેસ એમની સાથે રહે છે અને સાથે જ અર્જુન કપૂરે આ વાતનો ખુલાસો પણ કર્યો છે કે જાહ્નવી કપૂર ક્યાંય પણ શાવર લેવા લાગે છે. એના પર જાહ્નવી કપૂરે હસતા હસતા કેમેરામાં જોઈને કહ્યું કે તમારા ઘરમાં વોશરૂમ છે? હું આવી રહી છું શાવર લેવા. બન્નેની વાતચીતનો વિડીયો તમે અહીંયા જોઈ શકો છો.

image soucre

તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર અને જાહ્નવી કપૂર એ પહેલાં દિગ્ગજ ફિલ્મ મેકર કરણ જોહરના ટોક શો કોફી વિથ કરણમાં પણ એકસાથે દેખાઈ ચુક્યા છે. બંનેને આ શોમાં પોતાના વિશે આ બધી વાતો જણાવી હતી. અર્જુન કપૂરે જણાવ્યું હતું કે એમને અને જાહ્નવી કપૂર બન્નેને સમુદ્ર કિનારે ફરવાનું ખૂબ જ ગમે છે. જ્યાં સુધી હાલના વીડિયોની વાત કરીએ તો બન્નેએ કેટ્સને બદલે ડોગ્સ ગમે છે એ વાત કહી હતી.

image soucre

બોલીવુડમાં ભાઈ બહેનની ઘણી જોડીઓ હિટ છે. એમાં અર્જુન કપૂર અને જાહ્નવી કપૂરનું નામ પણ સામેલ છે. જો કે થોડા સમય સુધી બન્ને પરિવારો વચ્ચે બધું ઠીક નહોતું. પણ દિગગજ અભિનેત્રી શ્રીદેવીની મોત પછી અર્જુન કપૂરે ન ફક્ત પિતા બોની કપૂરનો સહારો બન્યા પણ બન્ને બહેનો જાહ્નવી કપૂર અને ખુશી કપૂરનો પણ પૂરો સાથ આપ્યો. ત્યારથી અર્જુન એમના પિતાના પરિવારની ખૂબ જ નજીક આવી ગયા છે.

image soucre

તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર હાલના દિવસોમાં પોતાની રિલેશનશિપના કારણે પણ ચર્ચામાં રહે છે. એ ઘણા સમયથી મલાઈકા આરોરાને ડેટ કરી રહ્યા છે. ઘણી વખત બન્નેને એકસાથે જોવામાં આવ્યા છે. પહેલા તો બન્ને પોતાના સંબંધને છુપાવવાની કોશિશ કરતા હતા. પણ પછી બન્ને મીડિયાની સામે હાથમાં હાથ નાખીને દેખાયા. તો સોશિયલ મીડિયા પર પણ બન્ને એકબીજા માટે રોમેન્ટિક પોસ્ટ કરતા રહે છે અર્જુનની પહેલા મલાઈકાએ એમના પતિ અરબાઝ ખાન સાથે ડિવોર્સ લીધા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત