જો કોઈ પણ સ્ત્રીના આ અવયવ પર ખંજવાળ આવે તો માનવામાં આવે છે અશુભ, થઈ શકે છે..

આમ તો ખંજવાળ આવવી એ એક સામાન્ય શારીરિક પ્રવૃત્તિ છે. જે શરીરના કોઈપણ ભાગમાં ગમે ત્યારે આવી શકે છે. પરંતુ જ્યોતિષની ભાષામાં તેને સામુદ્રિક શાસ્ત્ર એટલે કે હસ્તવિદ્યા સાથે જોડીને જોવામાં આવે છે. આ અંતર્ગત શરીરના જુદા જુદા ભાગો પર થતી ખંજવાળ ભવિષ્યમાં તમારી સાથે શું થઈ શકે છે તે વિશે પણ જણાવે છે. ચોક્કસ અવયવો પર ખંજવાળ એનો અર્થ છે કે ટૂંક સમયમાં તમે કોઈપણ માધ્યમથી ધનનો લાભ મેળવી શકો છો. ચાલો આપણે જાણીએ કે વિવિધ અવયવોમાં ખંજવાળનો અર્થ શું છે.

જમણા હાથમાં ખંજવાળ આવવી

image source

જો કોઈ વ્યક્તિને જમણા હાથની હથેળી પર ખંજવાળ આવે તો તેનો અર્થ થાય છે કે જલ્દી જ ધન લાભ થશે. જો ડાબા હાથમાં ખંજવાળ આવે તો તમારા હાથમાંથી પૈસા નીકળી જશે.

આંખમાં ખંજવાળ આવવી

image source

જો કોઈ વ્યક્તિને આંખમાં અથવા તેની આસપાસ ખંજવાળ આવે તો તમારી પાસે ક્યાંયથી પૈસા આવવાની સંભાવના છે. આ સિવાય પૈસા કારણે તમારું કોઈ કામ ફસાઈ ગયું હોય તો તેમાં પણ લાભ થઇ શકે છે.

ખભા પર ખંજવાળ આવવી

જો કોઈ વ્યક્તિના જમણા ખભા પર ખંજવાળ આવે તો તમને જલ્દી જ કોઈક મોટી વસ્તુ હાથ લાગશે. તમે થોડા જ સમયમાં સંતાન સુખ પ્રાપ્ત કરી શકશો. આ સિવાય આ ખંજવાળ એ વાતની પણ પૂર્વ સૂચના આપે છે કે, તમને કોઈ સારું મળશે.

છાતી પર ખંજવાળ આવી

image source

જો પુરુષોની છાતી પર ખંજવાળ આવે તો પિતાની સંપત્તિ મળવાની આશા છે. જો મહિલાઓને ખંજવાળ આવે તો તેના બાળકને કોઈ પણ બીમારી થવાનો ડર છે.

ગાલ પર ખંજવાળ આવવી

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર, જો તમારા ડાબા ગાલ પર ખંજવાળ આવે તો તેનો અર્થ થાય છે કે એવા માણસ જેને તમે બહુજ પ્રેમ કરો છો તે તમારા પ્રત્યે બહુ જ સારું વિચારી રહ્યો છે. પરંતુ જમણા ગાલ પર ખંજવાળ આવે તો સમજી જજો કે, કોઈ છે જે તમારા વિષે ખુબ ખરાબ વિચારી રહ્યું છે. જો સીધી ગાલ પર જ ખંજવાળ આવે તો સમજી જવાનું કે, તમારો પાર્ટનર તમારા વિષે ખરાબ વિચારી રહ્યો છે.

image source

પગના તળિયામાં ખંજવાળ આવવી

પગના તળિયામાં ખંજવાળ આવવી એ સ્વભાવિક છે. પરંતુ જમણા પગના તળિયામાં ખંજવાળ આવે તો તમારે એક એવી યાત્રા કરવી પડશે કે તે સુખદ પરિણામ લાવી શકે છે. જો ડાબા પગના તળિયામાં ખંજવાળ આવે તો યાત્રા દરમિયાન તમને આર્થિક નુકસાન થવાની સંભાવના છે.

માથાના પાછળના ભાગમાં ખંજવાળ આવવી

image source

જો તમને માથાના પાછળઆ ભાગમાં ખંજવાળ આવે છે તો એ વાતનો સંકેત આપે છે કે તમારી ઓફિસ અને કાર્યસ્થળ પર કોઈ મોટી ઉપલબ્ધી હાંસિલ થશે અથવા તમને પ્રમોશન મળશે. આ સાથે જ તમારા કામમાં તમને પ્રગતિ પણ કરી શકો છો.

ગળામાં ખંજવાળ આવી

ગળાના પાછળના ભાગમાં ખંજવાળ આવતી હોય તો તેનો અર્થ થાય છે કે ઘરના કોઈ સભ્યની તબિયત બગડી શકે છે.

આંખના નેણ પર ખંજવાળ આવવી

image source

જો તમને આંખના નેણ પર ખંજવાળ આવતી હોય તો એવું માનવામાં આવે છે કે, ભવિષ્યમાં કોઈ નજીકનું વ્યક્તિ તમન નિરાશ કરવા જઈ રહ્યું છે. જો તમને જમણા આઈબ્રો ઉપર ખંજવાળ આવે તપ તમારા જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત