Site icon News Gujarat

કોણે કીધું સાપનો ભારો? દીકરી તો તુલસીનો ક્યારો, વાંચો તમે પણ ચા વાળાની દીકરીએ ફ્લાઇંગ ઓફિસર બનવા માટે કેવી-કેવી પરિસ્થિતિનો કર્યો સામનો

ચા વાળાની દીકરી બની ફ્લાઇંગ ઓફિસર , IAFમાં જવા માટે પડતી મુકી બે સરકારી નોકરીઓ

20 જૂનના રોજ હૈદરાબાદના ડંડીગલ વાયુ સેના અકાદમીમાં કંબાઈન્ડ ગ્રેજ્યુએશન પરેડ આયોજિત કરવામાં આવી હતી. આ પાસિંગ આઉટ પરેડને ટીવી પર એમપીના નીમચમાં રહેતા સુરેશ ગંગવાલ અને તેમનો પરિવાર ટીકી ટીકીને જોઈ રહ્યા હતા. કારણ કે તેમની દીકરી આંચલ ગંગવાલ આ પરેડમાં માર્ચ પાસ્ટ કરી રહી હતી. માર્ચ પાસ્ટ બાદ આંચલ ગંગવાલને રાષ્ટ્રપતિ પટ્ટિકાથી સમ્માનિત કરવામાં આવી હતી. આ ક્ષણને જોઈ પિતાની આંખો ખુશીના આંસુથી છલકાઈ ગઈ હતી. આંચલના પિતા સુરેશ આજે પણ નીમચમાં ચા વેચે છે. દીકરીની આ ઉપલબ્ધીથી પિતાનું મસ્તક ગર્વ અને સમ્માનથી ઉંચું થઈ ગયું છે.

image source

ભારતીય વાયુ સેનાના ચીફ બીકેએસ ભદૌરિયાની હાજરીમાં શનિવારે આંચલ ગંગવાલને એક ફ્લાઇંગ ઓફિસર તરીકે કમીશન મળ્યું. આ અવસર પર શ્રી ભદોરિયાએ યુવાન અધિકારીઓને સંબોધીત કરતાં કહ્યું કે યોગ્યતા પ્રાપ્ત કરવા માટે તીવ્ર મહેનત કરવી જોઈએ. આ સમારંભ માટે ફ્લાઇંગ ઓફિસર આંચલ ગંગવાલના માતા-પિતાને પણ જવાનું હતું પણ કોરોનાની મહામારીના કારણે તેઓ ન જઈ શક્યા.

મધ્ય પ્રદેશના નીમચમાં ચા વેચે છે પિતા

image source

આંચલના પિતા સુરેશ ગંગવાલ નીમચમાં ચા વેચે છે. દીકરીની આ સફળતા જોવા માટે તેમણે હૈદરાબાદ જવાનું હતું. પણ તેઓ ઘરે બેઠા ઓનલાઈન જ આ ઇવેન્ટને જોઈ શક્યા. સુરેશ ગંગવાલે ચા વેચીને જ પોતાના ત્રણ બાળકોને ભણાવ્યા છે. સુરેશનો મોટો દીકરો એન્જિનયર છે. બીજી દીકરી આંચલ ફ્લાઇંગ ઓફિસર છે, તો સૌથી નાની ઉંમરની દીકરી બીકોમમાં અભ્યાસ કરી રહી છે. તેમણે પોતાની દીકરીની સફળતા વિષે જણાવ્યું કે મુશ્કેલીઓથી ગભરાવવું ન જોઈએ તેનો સામનો કરવો જોઈએ.

આંચલે બે સરકારી નોકરીને પડતી મુકી હતી

image source

કેદારનાથની દુર્ઘટના દરમિયાન આંચલે ફોર્સ જોઈન કરવાનો નિર્ણય લીધો હતો. તે સમયે તેણી 12માં ધોરણમાં અભ્યાસ કરી રહી હતી. આંચલ પહેલેથી જ મહેનતું હતી. પહેલાં એમપીમાં તેને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની નોકરી મળી હતી, ત્યાર બાદ તેણે તે નોકરી છોડી દીધી. ત્યાર બાદ આંચલની પસંદગી લેબર ઇસ્પેક્ટર તરીકે થઈ. પણ તેણીનું લક્ષ ફોર્સમાં જોડાવાનું હતું. માટે તેણે તે નોકરી પણ છોડી દીધી.

છઠ્ઠા પ્રયાસે મળી સફળતા

image source

આંચલ ગંગવાલની એરફોર્સમાં પસંદગી 7 જૂન 2018માં થઈ હતી. તે સમયે આંચલે કહ્યું હતું કે એરફોર્સ કોમ એડમિશન ટેસ્ટ પાસ કરવું તેના માટે સરળ નહોતું. આંચલે 5 વાર ઇન્ટર્વ્યૂ બોર્ડનો સામનો કર્યો હતો અને ત્યાર બાદ તેને સફળતા મળી હતી. છઠ્ઠા પ્રયાસમાં તેણીને સફળતા મળી હતી. આંચલ તે વર્ષે સમગ્ર દેશની તે 22 પ્રતિભાગિઓમાં સમાવિષ્ટ હતી, જેમની પસંદગી તે પદ માટે કરવામા આવી હતી. એમપીમાંથી તે એકલી હતી.

Source: Navbharattimes

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Exit mobile version