આ કંપનીના ફોન ખરીદવા પર ગ્રાહકોને મળી રહ્યા છે આટલા બધા લાભ

Vivo કંપનીએ તાજેતરમાં એક વિશેષ ઓફરની રજુઆત કરી છે. આ ઓફર અંતર્ગત યુઝર્સને આપવામાં આવેલ સ્માર્ટફોનની ડિસ્પ્લે તૂટી જવાના કિસ્સામાં કંપની ડિસ્પ્લેને મફતમાં બદલાવી આપશે. જો કે કંપનીની આ ઓફર એક સીમિત સમય માટે જ છે અને આ ઓફરની શરૂઆત 11 ઓગસ્ટથી થઈ ચૂકી છે.

image soucre

દિગ્ગજ સ્માર્ટફોન નિર્માતા કંપની Vivo એ ગ્રાહકોને આકર્ષવા માટે એક ખાસ ઓફરને બજારમાં મૂકી છે. આ ઓફર અંતર્ગત જેમ ઉપર વાત કરી તેમ કંપની યુઝર્સને સ્માર્ટફોનની સ્ક્રીન તૂટી જવાના કિસ્સામાં Free Screen Replacement એટલે કે મફતમાં સ્ક્રીન બદલાવી આપશે. એટલું જ નહીં કંપની પોતાના ગ્રાહકોને 10 હજાર રૂપિયા સુધીના અન્ય કેટલાક બેનેફિટ પણ આપી રહી છે.

image soucre

મીડિયા અહેવાલો અનુસાર કંપની આ ઓફર Vivo X60, Vivo V21 અને Vivo Y સિરીઝ પર આપી રહી છે. આ ઓફરની શરૂઆત ગત 11 ઓગસ્ટના રોજ કરી દેવામાં આવી છે અને તે આગામી 23 ઓગસ્ટ સુધી ચાલુ રાખવામાં આવશે. આ દરમિયાન યુઝર્સને ઇ કોમર્સ સાઇટ જેમ કે અમેઝોન, ફ્લિપકાર્ટ દ્વારા નવો ફોન ખરીદવાનો રહેશે. આ ખરીદી પર ગ્રાહકને કાર્ડ ઓફર, વન ટાઇમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ, ફ્રી લેપટોપ બેક પેક, એક્સટેન્ડડેડ વોરંટી જેવા શાનદાર બેનિફિટ પણ મળશે.

આ સ્માર્ટફોન પર જબરદસ્ત ડિસ્કાઉન્ટ

image soucre

Vivo X60, Vivo V21 અને Vivo Y સિરીઝ સાથે HDFC, ICICI, અને કોટક મહિન્દ્રા બેંકના ક્રેડિટ તેમજ ડેબિટ કાર્ડ દ્વારા 10 ટકા સુધીનું કેશબેક મળી રહ્યું છે. બીજી તરફ બજાજ ફિનવર્સ ટ્રિપલ ઝીરો EMI સ્કીમ અંતર્ગત 10 ટકા સુધીનું કેશબેક આપવામાં આવશે. સાથે જ 6 મહિના માટે Vivo X60, Vivo V21 અને Vivo Y સિરીઝ પર વન ટાઇમ સ્ક્રીન રિપ્લેસમેન્ટની સુવિધા પણ આપવામાં આવશે. એટલું જ નહીં ફોનને નો કોસ્ટ EMI અંતર્ગત પણ ખરીદી શકાશે. આ સાથે 10 હજાર રૂપિયા સુધીના બેનેફીટ્સ પણ આપવામાં આવી રહ્યા છે.

6 મહીનાની એક્સ્ટન્ડેડ વોરંટી પણ મળશે

image soucre

કંપનીના કહેવા અનુસાર આ ઓફર ઓનમ (Onam) અંતર્ગત જાહેર કરવામાં આવી છે. આ માટે નવા વિવો ફોનની ખરીદી કરવા પર યુઝર્સને અશ્યોર્ડ ગિફ્ટ આપવામાં આવશે. આ ફોન સાથે ફ્રી બેકપેક આપવામાં આવશે. આ માટે 15 હજાર થી વધુ કિંમતની ખરીદી કરવી પડશે. સાથે જ 15 હજાર થી ઓછી રકમની ખરીદી કરવા પર 6 મહિનાની એક્સટેન્ડેડ વોરંટી આપવામાં આવી રહી છે. એક્સટેન્ડેડ વોરંટીની ઓફર 25 ઓગસ્ટ સુધી રહેશે. આ બધી ઓફર્સ Vivo ના મેનલાઈન ચેનલ્સ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.