આધારકાર્ડમાં નામ, સરનામું કે બીજી ભૂલ છે તો જાતે સુધારો આ રહી રીત

તમારા આધારકાર્ડમાં કંઈ અપડેટ કરવાનું રહી ગયું છે અથવા તમારે એમાં કંઈ સુધારો વધારો કરવો છે તો હવે તમારે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી બસ સરળ રીતથી તમે તમારા આધારકાળમાં તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરની મદદથી સુધારો વધારો કરી શકો છો કેવી રીતે? તો આવો જાણીએ

શું શું કરી શકાશે ઓનલાઈન અપડેટ

image source

આધારની આ સેલ્ફ અપડેટ સર્વિસ હેઠળ એપ્લિકેન્ટ નામ સિવાય એડ્રેસ, ડેટ ઓફ બર્થ, જેન્ડર વગેરેને આસાનીથી ચેન્જ કરી શકાશે. માત્ર એક શરત છે કે આધાર સાથે મોબાઇલ નંબર રજીસ્ટર હોવું જોઇએ. સમગ્ર પ્રોસેસ ખુબ જ સરળ છે.

image source

કોઇ પણ સરકારી કામ આધારકાર્ડ વગર અટકી જ જશે,. સરકારી યોજનાઓની સબ્સિડીની મદદ મળે છે તે પણ આધારકાર્ડ વગર નહી મળે. ઘણીવાર આધારકાર્ડમાં ભૂલ હોવાથી આપણા કામ અટકી જાય છે અને યોગ્ય રીતે થઇ શકતા નથી. તમારા આધાર કાર્ડમાં રહેલી ભૂલો ઘરે બેઠા જ તમે સુધારી શકશો. તમે જન્મતારીખ, , સરનામું, અટક સહિતની ભૂલો હવે જાતે સુધારી શકો છે.

આવી રીતે કરી શકો અપડેટ

image source

આધારકાર્ડમાં અપડેશન માટે સૌથી પહેલા તેની ઑફિશીયલ વૅબસાઇટ uidai.gov.in પર જવું પડશે.

અહીં તમારે માય આધારના નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

જે બાદ Update Your Aadhaar માં જઇને Update your Demographics Data Online કૉલમ પર ક્લિક કરવું પડશે.

જેવા તમે ત્યાં ક્લિક કરશો કે તરત જ UIDAIની સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલની વેબસાઇટ ssup.uidai.gov.in પર રિડાયરેક્ટ થઇ જશો.

આટલુ કર્યા બાદ તમારે 12 ડિજીટનો આધાર કાર્ડ નંબર નાંખીને લોગ-ઇન કરવું પડશે.

હવે અહી આપવામાં આવેલા કેપ્ચાને ભરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો.

image source

જે બાદ તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે.

OTP નાંખ્યા બાદ હવે નવું પેજ સામે આવશે. જ્યાં તમારે એડ્રેસ, ડેટ ઓફ બર્થ, નામ અને જેન્ડર સહિત કેટલીક ડિટેઇલ્સ એડ કરવાની રહેશે.

આટલુ કર્યા બાદ તે સેક્શન સિલેક્ટ કરવું પડશે જેમાં તમારે અપડેટ કરવું છે. બાદમાં આઇડી પ્રુફ આપવાનું રહેશે.

સમગ્ર માહિતી આપ્યા બાદ તમારા નંબર પર ઓટીપી આવશે અને તે નાંખીને સેટિંગ ચેન્જ કરવાનું રહેશે.

આટલુ ધ્યાન રાખો

image source

તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે, જણાવો કે તમે ઘરે બેઠા બેઠા ઓનલાઇન આધારમાં કોઈપણ ફેરફાર કરી શકો છો અથવા આધાર કેન્દ્રની મુલાકાત લઈને તમારા આધારને અપડેટ પણ કરી શકો છો. આ માટે, તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સાથે તમારા અસલ દસ્તાવેજો લઈ જવા પડશે. જો તમે ઘરેથી જ તમારો આધાર અપડેટ કરો છો, તો તમારે તેના માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં, પરંતુ જો તમે આધાર સેન્ટર અથવા સાયબર કેફે પર જઈને તેને અપડેટ કરો છો, તો તમારે 25 રૂપિયા અથવા વધુ ચૂકવવા પડશે. અને હા તમારા દસ્તાવેજો મોબાઈલ નંબર સાથે કનેક્ટ કરવા પડશે.

image source

જો તમે નામ સિવાયની વિગતો બદલવા માંગતા હો, તો તે માટે તમારે સંબંધિત પુરાવા સાથે રાખવા પડશે. જો તમે જન્મ તારીખ બદલવાનું વિચારી રહ્યા છો, તો પછી ચોક્કસપણે જન્મ પ્રમાણપત્ર તમારી સાથે લઈ જાઓ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત