Aadhaar Cardમાં આ ભૂલ હોય તો આજે જ કરી લો આ મહત્વનું કામ, નહિં તો…

ખોટી બર્થ ડેટ છપાઈ ગઈ હોય Aadhaar Cardમાં, તો કરી લો આ કામ

અનેક વાર એવું બને છે કે તમે આધાર કાર્ડ માટે બર્થ ડેટ અપડેટની એપ્લીકેશન કરો અને તે રિજેક્ટ થાય તો તમારે આ કામ કરવાની જરૂર છે. આધાર કાર્ડ હવે એક મહત્વનો ડોક્યુમેન્ટ બની ગયો છે. આધાર કાર્ડમાં શક્ય છે કે ખોટી બર્થ ડેટ છપાઈ ગઈ હોય.

જો તમે તેમાં ફેરફાર કરાવવા ઈચ્છો છો અને તમારી એપ્લીકેશન રિજેક્ટ થાય છે તો તમે મૂંઝાઈ જાવ છો. આ સમયે તમારે ચિંતા કરવાની જરૂર નથી. યૂઆઈડીએઆઈ કાર્ડ ધારકોને ખાસ સુવિધા આપે છે. જો તમે પહેલી વાર તમારી ડેટ ઓફ બર્થને અપડેટ કરી રહ્યા છો તો તમારે 1947 પર કોલ કરવાનો રહે છે અને તેને માટેની માહિતિ તમને આપવામાં આવે છે. તમે તે સરળ રીતે કામ કરી શકો છો.

image source

ડેટ ઓફ બર્થને ચેન્જ કરવાને લઈને નિયમો થોડા કડક છે. ડેટ ઓફ બર્થમાં ફેરફાર માટે અરજી કરતી સમયે ઉંમરથી 3 વર્ષની રેન્જમાં વધારો કે ઘટાડો કરીને નામાંકન કરાય છે. તમે આધારમાં ડેટ ઓફ બર્થના સિવાય તમારું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જેન્ડર, બાયોમેટ્રિકને અપડેટ કરાવી શકો છો.

જો તમારા આધાર કાર્ડમાં જરૂરી અપડેટ નથી કરતા તો તમને નુકસાન થઈ શકે છે. એવા અનેક કાર્ડધારકો છે જેના આધારમાં એડ્રેસ, મોબાઈલ નંબર કે અન્ય અપડેટ હોતા નથી અને તેના કારણે જરૂરિયાતના સમયે મુશ્કેલી આવે છે.

image source

UIDAIએ ટ્વિટ કરીને આપી જાણકારી

UIDAI ટ્વિટ કરીને કહ્યું છે કે આ પહેલાં એક mAadhaar એપ પર ફક્ત 3 જ પ્રોફાઈલ એડ કરી શકાતા હતા. એપમાં યૂઝર્સ નેમ, ડેટ ઓફ બર્થ અને જેન્ડરની સાથે એડ્રેસ અને ફોટોગ્રાફ તથા આધાર નંબર લિંક છે. જે પ્રોફાઈલ એડ કરવા ઈચ્છો છો તે 5 ના મોબાઈલ નંબર આધાર કાર્ડમાં રજિસ્ટર્ડ હોય તે જરૂરી છે.

આટલા સમયનો ડેટા મળી રહે છે

image source

ઉલ્લેખનીય છે કે UIDAIની વેબસાઈટ સર્વિસના આધારે કાર્ડધારક જાણી શકે છે કે તેમના કાર્ડ ક્યારે અને ક્યાં યૂઝ થયા છે. સાઈટ પરથી તમને તમારા કાર્ડના 6 મહિનાના યૂઝની ડિટેલ્સ મળી રહે છે. UIDAIની સાઈટની મદદથી તમે આધાર કાર્ડની 6 મહિનાની હિસ્ટ્રી જાણી શકો છો.

આ રીતે કરો પ્રોસેસ

સૌ પહેલાં તમે UIDAIની વેબસાઈટ uidai.gov.in પર જાઓ અને અહીં ‘My Aadhar’ પર ક્લિક કરો. હવે તમને આધાર સર્વસનું ઓપ્શન મળશે. તેમાં ‘Aadhar Authentication History’ના ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમારા આધાર નંબર અને આપવામાં આવેલો કેપ્ચા કોડ લખો. ફરી એકવાર ઓટીપી તમારા મોબાઈલ નંબર પર મેસેજના રૂપમાં આવશે. ઓટીપી ભર્યા બાદ તમને 2 વિકલ્પ મળશે. તેમાં એક છે ‘Authentication Type’ જેમાં તમે બાયોમેટ્રિક ડિટેલ્સ મેળવી શકો છો અને અન્ય વિકલ્પ છે ‘Data range’. તેના આધારે તમે એક નક્કી તારીખથી અન્ય કોઈ તારીખની વચ્ચેની જાણકારી મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!