આધાર સાથે લિંક કરેલો મોબાઈલ નંબર બંધ થઈ ગયો છે? તો આ એક કામથી કરી દો અપડેટ

આધાર કાર્ડ આજકાલ ઘણી બધી સરકારી સુવિધાઓ માટે જરૂરી બની ગયું છે. દેશમાં પ્રજા માટે ઉપલબ્ધ અનેક સરકારી યોજનાઓ માટે અને ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કરવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે જે તમારા મોબાઈલ નંબર સાથે લિંક હોવું જોઈએ.

તેનું કારણ એ છે કે જ્યારે પણ તમે તમારા આધાર નંબરના આધારે કોઈ કામ કરવા ઇચ્છશો તો તેના વેરિફિકેશન માટે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર કે રજીસ્ટર્ડ ઇ મેલ આઈડી પર એક ઓટીપી આવે છે.

image source

અસલમાં UIDAI ની સત્તાવાર વેબસાઈટ પર તમારો મોબાઈલ રજીસ્ટર્ડ હોવો જોઈએ. જો તમે mAadhaar એપનો ઉપયોગ કરવા ઈચ્છો તો તેના માટે પણ તમારો મોબાઈલ નંબર તમારા આધાર નંબર સાથે લિંક હોવો જરૂરી છે.

જો તમારો.મોબાઈલ નંબર બદલાઈ ગયો હોય તો તમારા આધાર નંબરને વેલીડેટ કરવા માટે આવનાર ઓટીપી તમારા જુના નંબર પર જ જશે. આવી પરિસ્થિતિમાં જો તમારી તે પ્રક્રિયા માટે ઓટીપી નંબર નાખવો જરૂરી હોય તો તે આખી પ્રક્રિયા અટકી પડશે.

આવા વખતે જરૂરી છે કે તમે તમારા આધાર નંબર સાથે લિંકડ તમારો મોબાઈલ નંબર બદલી નાખી જુના નંબરના સ્થાને નવો અને ચાલુ નંબર અપડેટ કરો.

image source

જો તમે પણ ઉપર દર્શાવી તે મુજબની સમસ્યાથી પરેશાન છો તો આજના આ આર્ટિકલમાં અમે આપને એ જણાવીશું કે તમારા આધાર નંબર સાથે પહેલા રજિસ્ટર કરેલા જુના મોબાઈલ નંબરના સ્થાને નવો મોબાઈલ નંબર કેમ અપડેટ કરવો. આ માટે તમારે નજીકના આધાર નોંધણી કેન્દ્ર પર જવું પડશે.

આધાર નંબરમાં આ રીતે કરો નવો મોબાઈલ નંબર અપડેટ

  • – તમારા વિસ્તારમાં આવેલ આધાર નોંધણી કેન્દ્ર પર જવું.
  • – ફોન નંબરને આધાર સાથે લિંક કરવા માટે તમને એક ફોર્મ આપવામાં આવશે જેને આધાર કનેક્શન ફોર્મ કહેવામાં આવે છે તેને વ્યવસ્થિત રીતે ભરવું.
  • – ભરેલું ફોર્મ આધાર કેન્દ્રના અધિકારીને 25 રૂપિયાની ફી સાથે જમા કરાવી દેવું.
  • – ફોર્મ જમા કરી લીધા બાદ તમને એક પહોંચ આપવામાં આવશે જેમાં એક રિકવેસ્ટ નંબર નોંધેલો હશે.
  • – આ રીકેવેસ્ટ નંબરથી તમે એ જાણી શકશો કે તમારો નવો મોબાઈલ નંબર આધાર સાથે લિંક થયો કે નહીં.
  • – ત્રણ મહીનાની સમય મર્યાદામાં તમારો નવો મોબાઈલ નંબર તમારા આધાર નંબર સાથે લિંક કરી દેવામાં આવશે.
  • – જ્યારે તમારો મોબાઈલ નંબર આધાર નંબર સાથે લિંક થઇ જશે ત્યારે તે નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી નંબરના આધારે તમે ઓનલાઇન આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો.
  • – જો તમે સમય મર્યાદા દરમિયાન તમારો મોબાઈલ નંબર આધાર નંબર સાથે લિંક થયો છે કે કેમ તે જાણવા ઇચ્છતા હોવ તો UIDAI ના ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરીને પણ જાણી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!