જો તમે આ રીતે પ્રગટાવશો અગરબત્તી, તો દરેક મનોકામના થઇ જશે થોડા જ દિવસમાં દૂર

~ ઘર હોય કે મંદિર, આ રીતે પ્રગટાવો અગરબત્તી, તમારી બધી મનોકામના થશે પૂરી!

image source

– ઘણીવાર લોકો મંદિર અથવા મસ્જિદમાં પુજા કરતી વખતે અગરબત્તી પ્રગટાવતાં હોય છે. કોઈ એક અગરબત્તી પ્રગટાવે તો કોઈ એક સાથે અનેક અગરબત્તી પ્રગટાવાત હોય છે. અગરબત્તી પ્રગટાવવાને કારણે મંદિર હોય કે મસ્જિદ અગરબત્તીની સુગંધ દરેક ધાર્મિક સ્થળમાં આધ્યાત્મિક ઉર્જાથી તરબોર કરી દેતી હોય છે. અગરબત્તીને કારણે માનવીનું મન અધ્યાત્મ તરફ વળતું હોય છે. અગરબત્તીની સુગંધને કારણે માનવીનું મન શાંતિ તરફ વળે છે. પણ શું તમે જાણો છો કે અગરબત્તી પ્રગટાવવાની સાચી રીત? કઈ રીતથી અગરબત્તી પ્રગટાવવાથી તમારી મનોકામના થશે પૂરી?

image source

સૌથી પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે અગરબત્તી પ્રગટાવવાનો નિયંમ વૈજ્ઞાનિક રૂપથી પણ યોગ્ય માનવામાં આવે છે અને અગરબત્તી પ્રગટાવવાની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. પણ તમારે અગરબત્તી પ્રગટાવવાના વૈજ્ઞાનિક નિયમો પણ જાણી લેવા જોઈએ.

image source

1- અગરબત્તીને દિવાની જ્યોતથી પ્રગટાવવી ન જોઈએ. એવું કહેવામાં આવ છે કે અગરબત્તીને દિવાની જ્યોતની મદદથી પ્રગટાવવામાં આવે તો તમારા ઘરમાં બિમારીઓ અડ્ડો બનાવી શકે છે. તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે. આવું અનેક સદીઓથી માનવામાં આવે છે. જ્યારે વૈજ્ઞાનિક રીતે એવું કહેવામાં આવે છે કે દિવાની જ્યોતમાં પહેલેથી જ ઉર્જા અને ગરમી વધુ પ્રમાણમાં હોય છે. અગરબત્તીની કાડી પાતળી હોય તો દિવાની અગ્નિ અગરબત્તીમાં જલ્દીથી અગ્નિ ફેલાવી શકે છે અને અગરબત્તી પ્રગટાવનારના હાથ પણ સળગાવી શકે છે. જ્યારે દિવાસળીથી અગરબત્તી પ્રગટાવવામાં આ જોખમ રહેતું નથી.

image source

2- અગરબત્તી પ્રગટાવ્યા પછી ક્યારેય પણ ફૂંક મારીને અગરબત્તી ઠારી દેવી ન જોઈએ. પૌરાણિક માન્યતા પ્રમાણે, અગરબત્તીને ફૂંક મારીને ઠારવાથી માતા લક્ષ્મી રીસાઈને ઘરથી ચાલી જાય છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે, અગરબત્તીમાં જે ધુમાડો હોય છે તે આંખો માટે અને મોઢા માટે હાનિકારક હોય છે. સ્વાભાવિક છે કે તમે અગરબત્તી ઠારવા માટે અગરબત્તી મોઢાની નજીક લાવવાનો છો ત્યારે અગરબત્તીનો ધૂમાડો તમારી આંખોને નુક્સાન કરી શકે છે. આંખોમાં બળતરા લાવી શકે અને અગરબત્તીના ધૂમાડાના સુક્ષ્મ કણ તમારા મોઢા વાટે તમારી શ્વાસનળીમાં અને ફેફ્સામાં જમા થઈ શકે છે માટે મોઢાથી ફૂંક મારીને અગરબત્તી ઠારવી ન જોઈએ.

image source

3- ઘરમાં જ્યારે પુજા થઈ જાય પછી અગરબત્તી માટે પોતાની જગ્યાએ એક ગોળ ચક્કર મારવો જોઈએ. આમ કરવાથી દસેય દિશામાં અગરબત્તીની આધ્યાત્મિક ઉર્જા ફેલાય છે. જે સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. પરિવારમાં ખુશાલી આવે છે.

સુચના- અહીં લખેલી માન્યતાઓને અમે સમર્થન કરતાં નથી કે નથી ખંડન કરતાં.

source : dailyhunt

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત