રાત્રે અચાનક બાંધકામ ચાલતું હતું તે સાઈટ પર પહોંચી ગયા પીએમ મોદી

અમેરિકાના પ્રવાસ પરથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રાત્રે અચાનક નવનિર્મિત સંસદ ભવન સેન્ટ્રલ વિસ્ટાના નિર્માણ કાર્યને જોવા પહોંચી ગયા હતા. આ પ્રથમ વખત છે જ્યારે કોઈ વડાપ્રધાન આ પ્રકારે નવનિર્મિત પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા આવ્યા હોય. પીએમ મોદી લગભગ એક કલાક ત્યાં રહ્યા હતા અને ઇજનેરો અને અન્ય કર્મચારીઓ સાથે વાતચીત કરી હતી.

image source

વડાપ્રધાન મોદીની આ સમયની કેટલીક તસવીરો પણ સામે આવી છે. જેમાં તેઓ ઉબડખાબડ જગ્યાઓની મુલાકાત લેતા અને બાંધકામને જોતા જોવા મળે છે. તેઓ કામ કરતા લોકોને કેટલાક દિશા નિર્દેશ પણ આપતા જોવા મળ્યા હતા. ટ્વિટર પર આ તસવીરો આવતાની સાથે જ લોકોએ તેના પર પોતાની પ્રતિક્રિયા આપવાનું શરુ કરી દીધું હતું.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં નવું સંસદ ભવન અને નવું રેસીડેન્સીઅલ સંકુલ બનાવવામાં આવનાર છે. તેમાં પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાનો અને મંત્રાલયની ઓફિસ માટે કેન્દ્રીય સચિવાલય સહિત અનેક નવી ઓફિસ હશે. આ પ્રોજેક્ટની જાહેરાત સપ્ટેમ્બર 2019 માં કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ 10 ડિસેમ્બર 2020 ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો.

image source

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અગાઉ જણાવ્યું હતું કે તેમાં 51 મંત્રાલયો અને નવા સંસદ ભવન સાથેના સેન્ટ્રલ વિસ્ટાના નિર્માણ પાછળનો ખર્ચ આશરે 13,000-15,000 કરોડ છે.

મહત્વનું છે કે 100 વર્ષ પછી દેશને નવું સંસદ ભવન મળશે. અમદાવાદ સ્થિત આર્કિટેક્ટ બિમલ પટેલે નવા સંસદ ભવનની ડિઝાઈન તૈયાર કરી છે. 1911 માં બ્રિટીશ આર્કિટેક્ટ એડવિને હાલના દિલ્હીના સંસદને ડિઝાઈન કર્યું હતું. આ પછી સંસદ ભવન 1921-27 વચ્ચે બનાવવામાં આવ્યું હતું. તે સમયે ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધીના ત્રણ કિલોમીટર લાંબા રાજપથની આસપાસમાં નવા બાંધકામ કરવામાં આવ્યા હતા. તે સેન્ટ્રલ વિસ્ટા તરીકે ઓળખાય છે. હવે જેનું નવીનીકરણ અને નવું બાંધકામ થવાનું છે તેને પણ કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ નામ આપવામાં આવ્યું છે.

image source

હાલનું સંસદ ભવન હવે જૂનું થઈ ગયું છે. આવી સ્થિતિમાં ઘણી જગ્યાએ સમારકામની જરૂર છે. એર કંડિશનર, ઓડિયો-વિઝ્યુઅલ સિસ્ટમ, વેન્ટિલેશન અને વીજળી જેવી ઘણી બાબતોમાં ફેરફાર જરૂરી છે. રાજ્યસભા અને લોકસભામાં બેઠક ક્ષમતા પણ વધારવાની જરૂર છે. આ કારણોસર નવી સંસદ માટે નવી ઇમારત જરૂરી છે. આ સિવાય મંત્રાલયોની કચેરીઓ પણ દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ છે. નવા બાંધકામમાં તેને પણ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે કે તમામ મંત્રાલયો એક જગ્યાએ હોવા જોઈએ.

નવું સંસદ ભવન બનાવવાનો કોન્ટ્રાક્ટ ટાટા કંપનીને મળ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ડિયા ગેટની આસપાસ 10 વધુ ઇમારતો બનાવવામાં આવશે. તેમાં 51 મંત્રાલયોની ઓફિસો હશે.

image soure

સંસદનું નવું બિલ્ડિંગ 2022 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. નવા સંસદ ભવનની ડિઝાઈન એવી છે કે જેમાં નવું અને જૂનું બાંધકામ બને સાથે જ રહેશે. બંને જગ્યાએ સાથે કામ કરી શકાશે.

હાલની વાત કરીએ તો લોકસભામાં 590 લોકો બેસી શકે છે, નવી લોકસભામાં 888 બેઠકો હશે. આ સિવાય વિઝિટર્સ ગેલેરીમાં 336 લોકો માટે બેસવાની વ્યવસ્થા હશે. રાજ્યસભામાં બેઠક ક્ષમતા 280 હતી જે વધીને 384 થશે. સંયુક્ત સત્ર સમયે 1272 થી વધુ સાંસદો નવી લોકસભામાં જ બેસી શકશે.

સંસદના દરેક વિભાગ માટે અલગ કચેરીઓ હશે. અધિકારીઓ અને કર્મચારીઓ માટે હાઇટેક સુવિધાઓ હશે. કાફે અને ડાઇનિંગ એરિયાને પણ હાઇટેક બનાવવામાં આવશે. કોમન રૂમ, મહિલાઓ માટે લોઉન્જ અને વીઆઇપી લાઉન્જની પણ વ્યવસ્થા હશે.