03.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૩-૦૭-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ ‌ :- અષાઢ,શુક્લપક્ષ

તિથિ :- તેરસ,

વાર :- શુક્રવાર

નક્ષત્ર :- જ્યેષ્ઠા

યોગ :- શુક્લ

કરણ :- તૈતુલ,

સૂર્યોદય :- ૦૬:૦૨

સૂર્યાસ્ત :-૧૯:૨૩

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક ૨૪:૦૬ સુધી ધન ૨૪:૦૬ થી ચાલુ.

વિશેષ :-ગુજરાતમાં મોળાકત અને જયાપાર્વતી વ્રત આરંભ.

મેષરાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસના આયોજન માં નવા આયોજનથી નવી આશાઓ જન્મે.

સ્ત્રીવર્ગ :-બહેનો ઘર પરિવારમાં ચિંતા ઉચાટ જેવું લાગે.

લગ્નઈચ્છુક :-જકકી વલણ થી બનતી વાત બગડે.

પ્રેમીજનો :-મિલન મુલાકાત માં અંતરાય આવી શકે.

નોકરિયાતવર્ગ :-કામકાજ માં આપસ દુશ્મન બની શકે.

વેપારીવર્ગ:-દિવસ સામાન્ય રહે , પરંતુ કાયદાકીય ગુંચ ઊભી ન થાય તે જોવુ.

પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યા નું નિરાકરણ થઈ શકે.પડવા વાગવાથી સંભાળવું.

શુભરંગ:-ભૂરો

શુભઅંક:-૪

વૃષભરાશિ

વિદ્યાર્થીવર્ગ :-વિદ્યાર્થી ને અભ્યાસમાં એકાગ્રતા જરૂરી.

સ્ત્રીવર્ગ :-બહેનો ને દામ્પત્ય જીવનની મધુરતા, શુભ પ્રસંગ નો માહોલ હોય શકે.

લગ્નઈચ્છુક :-વિવાહ અંગેની તૈયારી સંપૂર્ણ થઈ શકે .

પ્રેમીજનો :-પ્રેમીઓ રંગ રાગ ની રીત હોય શકે. મુલાકાત સંભવ થઈ શકે.

નોકરિયાતવર્ગ :-કોઈ સમસ્યા નું સર્જન થતું હોય તેવું જણાય.

વેપારીવર્ગ :-અગત્યની કામગીરી આગળ ધપાવી શકો.

પારિવારિક વાતાવરણ :- બોલચાલમાં સંભાળવું. પ્રવાસ નું આયોજન થઈ શકે છે.

શુભરંગ :-લીલો

શુભઅંક :-૭

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં આજે સ્થિરતા એકાગ્રતા જળવાય નહીં.

સ્ત્રીવર્ગ:-નોકરી અંગે ધીમી સફળતા. વિશ્વાસે ચાલવું નહીં.

લગ્ન ઈચ્છુક:-નકારાત્મક વલણ છોડવું પ્રયત્નો કરવા.

પ્રેમીજનો:-મત મતાંતર રહી શકે છે.

નોકરિયાત વર્ગ:-પૂરતું કામ ન મળે. આર્થિક ભીંસ રહે.

વેપારીવર્ગ:-ભાગીદાર થી સહયોગ મળે. વાદ-વિવાદ ટાળવા.

પારિવારિક વાતાવરણ:-વાતાવરણ એકંદરે સારું રહે.ખોટા ખર્ચા કરવા નહીં.

શુભ રંગ:-વાદળી

શુભ અંક :-૫

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ ઓછો અન્ય પ્રવૃત્તિ વિશેષ હોઈ શકે. મિત્રો થી સંભાળવું.

સ્ત્રીવર્ગ:-જતું કરવાની ભાવના રાખશો તો જ શાંતિ જળવાઈ રહેશે.

લગ્ન ઈચ્છુક:-દરવાજે ઢોલ વાગવાની તૈયારી છે.ધીરજથી આગળ વધવું.

પ્રેમીજનો:-મોજ મજા કરો.પરંતુ મનમાં ચિંતા ઉચાટ રહે.

નોકરિયાત વર્ગ:-નોકરી,કામ સારું રહે.ખર્ચ-વ્યય ને સંભાળવા મુશ્કેલ બને.

વેપારીવર્ગ:-ભાગ્યનો સાથ મળે.આવક સારી રહે.કરજ ને પહોંચી વળવું મુશ્કેલ બને.

પારિવારિક વાતાવરણ:-કોઈ પ્રસંગે તો કાર્ય અંગે ખર્ચ રહે.

શુભ રંગ:-લાલ

શુભ અંક:-૩

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં અનેક વિટંબણા મન ન લાગે.

સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક ખર્ચ રહે. ડર ભયનો માહોલ રહે.

લગ્ન ઈચ્છુક:-અંતિમ વાત સુધી ના પ્રયત્નો એળે જતા લાગે.

પ્રેમીજનો :-મિલન મુલાકાતમાં સાવચેતી રાખવી.

નોકરિયાત વર્ગ :-નોકરીના સ્થળે ફાવટ સારી રહે.

વેપારીવર્ગ :-આવક સારી રહે. જૂનું કરજ ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ :-ઘર મહેમાનોથી હર્યુભર્યું હોઈ શકે.

શુભ રંગ :-પીળો

શુભ અંક :-૫

કન્યા રાશિ :-

વિદ્યાર્થી વર્ગ :-અભ્યાસમાં મન ન લાગે.કોઈ દૂર નું આયોજન કરી રહ્યા છો.

સ્ત્રીવર્ગ:-ઘરકામ, કાર્યસ્થળનો ભાર ચિંતા બેચેની રખાવે.

લગ્ન ઈચ્છુક:-ઘર-પરિવારના વાતાવરણમાં બેચેની અનુભવો.ધીરજ રાખવી.

પ્રેમીજનો:-વડીલોના વિરોધમાં ભરેલુ ડગલું આપની મુશ્કેલીઓ વધારી શકે છે.

નોકરિયાત વર્ગ:-કામકાજ સારું રહે. મન નો અજંપો દૂર થાય.

વેપારી વર્ગ:-બહારગામના ઓર્ડર મળી શકે છે.

પારિવારિક વાતાવરણ:-વડીલને તબિયત સંભાળવી. મત મતાંતર થી દૂર રહેવું શુભ રહે

શુભ રંગ:-ગ્રે

શુભ અંક:-૬

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-સંયમ જાળવવો ઘણું અગત્યનું છે.

સ્ત્રીવર્ગ :-ભાડા કે પોતાના મકાનની પરિવર્તન ની ચિંતા હોય શકે.

પ્રેમીજનો :-ઉતાવળ કરવાથી ઘણું ગુમાવી શકો છો.

લગ્ન ઈચ્છુક :-ધાર્યું ધણીનું થાય. વિલંબ થાય.

નોકરિયાત વર્ગ:-કામના સ્થળે અડચણ વિઘ્ન આવી શકે છે સંભાળવું.

વેપારીવર્ગ:-વ્યર્થ ખર્ચાઓથી સંભાળવું.

પારિવારિક વાતાવરણ:-મકાન મિલકત માં ફેરફાર શક્ય છે.

શુભ રંગ:-ક્રીમ

શુભ અંક:-૨

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-વર્ષાઋતુના માહોલ આપના મનને બહેકાવે નહીં તે જોવું.

સ્ત્રીવર્ગ:-પરસ્પર મધુરતા રહે. પરિવારમાં ધ્યાન આપવું.

લગ્ન ઈચ્છુક:-ચાતુર્માસ બાદ બેન્ડ બાજા વાગી શકે છે.

પ્રેમીજનો:-મનથી સારું રહે.બોલચાલમાં જાળવવું.

નોકરિયાત વર્ગ:-કામકાજ સારી રીતે થઈ શકે પરંતુ આત્મવિશ્વાસમાં કમી જણાય.

વેપારીવર્ગ:-ભાગીદારી અને કાયદાકીય કામમાં સુગમતા મળે.

પારિવારિક વાતાવરણ :-સમયે નો સાથ રહે.જરુરત ના નાણાં મળી શકે.

શુભ રંગ:-ભુરો

શુભ અંક:-૭

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગેના આયોજનો નથી સમસ્યાનો અંત.

સ્ત્રીવર્ગ:-ગૃહ જીવનની સમસ્યા અને વાસ્તવિકતા સ્વીકારીને આગળ વધવું.

લગ્ન ઈચ્છુક:-ઉતાવળા નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે.

પ્રેમીજનો:-મન મોર બની થનગનાટ કરે. પરંતુ ભય રહે.

નોકરિયાત વર્ગ:-ધાર્યું કામ થાય.

વેપારીવર્ગ:-અગાઉ કરેલા પ્રયત્નો નું મીઠું ફળ મળી શકે.

પારિવારિક વાતાવરણ:-પરિવારમાં આધ્યાત્મિક આયોજન સંભવ બને.

શુભ રંગ:-પીળો

શુભ અંક:-૨

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ :-વિજાતીય મિત્રો વિરોધી તરીકે આગળ આવી શકે છે.

સ્ત્રીવર્ગ :-સામાજિક બાબતો માટે સાનુકૂળ સમય છે.

લગ્ન ઈચ્છુક :-મનની મુરાદ બર આવે. પ્રયત્નો ફળે.

પ્રેમીજનો :-એક મેક ના થઇ શકો તેવા યોગો ચાલી રહ્યા છે .

નોકરિયાત વર્ગ :-કઠિન મનોબળ અને ધીરજથી કાર્ય નો ભાર હળવો બને.

વેપારીવર્ગ:-કામકાજ અટક્યા હોય તો પૂર્ણ થાય.

પારિવારિક વાતાવરણ :-અકળામણ નું વાતાવરણ દૂર થાય.

શુભ રંગ :-લીલો

શુભ અંક :-૬

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અઘરો લાગે.

સ્ત્રીવર્ગ:-આર્થિક ખેંચ જરૂરી ખર્ચ માટે કોયડા સમાન રહે.

લગ્ન ઈચ્છુક:-શંકા-કુશંકા વહેમ ના લીધે પ્રતિકૂળતા જણાય.

પ્રેમીજનો:-આપના ઈરાદાઓ વાસ્તવિકતામાં તબદિલ થયા હોય તો કાયદાકીય વિઘ્ન આવે.

નોકરિયાત વર્ગ:-જરૂરિયાતની માગ પૂરી કરવામાં આર્થિક ખેંચ અનુભવાવા.

વેપારીવર્ગ:-આવક મધ્યમ રહે.

પારિવારિક વાતાવરણ:-વાતાવરણ એકંદરે શાંત રહે છતાં મૂંઝવણ યુક્ત સમય રહે.

શુભ રંગ:-ભુરો

શુભ અંક:-૪

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ચિત્ત ન લાગે. મિત્રો સાથે હરવા-ફરવા માં હોઈ શકો.

સ્ત્રીવર્ગ :-પરિવારમાં કોઈને કોઈ સમસ્યાનું સર્જન ચિંતા રખાવે.

લગ્ન ઈચ્છુક :-ભાગ્ય યોગે આપના વિવાહ સંબંધની શક્યતાઓ રહી શકે છે.

પ્રેમીજનો :-ભાગ્ય યોગે આપનો સંગમ થયો હોય તેવું લાગે.

નોકરિયાત વર્ગ :-આપના કામની કદર ન થાય. ચિંતા ઉચાટ રહે.

વેપારીવર્ગ :-વેપારમાં ખોટ અને વ્યર્થ ખર્ચ ચિંતા ઉચાટ રખાવે.

પારિવારિક વાતાવરણ :-વડીલ ની તબિયત સંભાળવી. માનસિક અકળામણ દૂર થાય.

શુભ રંગ:-લાલ

શુભ અંક:-૧

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત