વજન બહુ વધી ગયુ છે? તો આજથી જ કરો ઘરના આ 5 કામ, મહિનામાં જ થઇ જશો સ્લિમ

ઘરના 5 કામ કરીને તમે સરળતાથી પોતાનું વજન ઘટાડી શકો છો અને આવું કરવું કઈ અઘરું કામ નથી. સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે ઘણા લોકો મેદસ્વીતા ઘટાડવા માટે ફક્ત શુપ કે સલાડનું સેવન કરે છે પણ આ રીત સાચી નથી. આ રીતથી ફાયદાને બદલે નુકશાન જ થાય છે. વજન ઘટાડવા માટે ભોજનમાં કેલેરી ઓછી કરવાની જરૂર હોય છે પરંતુ આવી રીતે નહિ. તમારે વજન ઘટાડવા માટે એક્સરસાઇઝ પણ કરવી પડશે. જો તમારી પાસે એક્સરસાઇઝ કરવા માટે સમય નથી તો તમે ઘરના 5 કામ કરીને તમારું વજન સરળતાથી ઘટાડી શકો છો.

image source

ઘરના 5 કામ કરો અને વજન ઘટાડો.

પોતું કરતી વખતે 30 મિનિત્મક 145 કેલેરી ખર્ચ થાય છે જે ટ્રેડમિલ પર 15 મિનિટ દોડવા જેટલું છે.

કપડાં ધોતી વખતે 60 મિનિટમાં 85 કેલેરી બર્ન થાય છે જે 100 સીટઅપ કરવા જેટલું છે.

જમવાનું બનાવતી વખતે 6પ મિનિટમાં 150 કેલેરી ખર્ચ થાય છે જે 15 મિનિટ એરોબિક્સ કરવા જેટલું છે

ડસ્ટિંગ કરતી વખતે 30 મિનિટમાં 180 કેલેરી ખર્ચ થાય છે જે 15 મિનિટ સુધી સાઇકલ ચલાવવા બરાબર છે.

પથારી પાથરતી વખતે 15 મિનિટમાં 66 કેલેરી બર્ન થાય ક્ષહે જે દોઢ કિલોમીટર ચાલવા બરાબર છે.

image source

ઘરના કામોથી વજન ઘટાડવાની સાથે સાથે તમારે ડાયટનું પણ ધ્યાન રાખવું પડશે. ડાયટિંગ કરતી વખતે કઈ પણ ખાતા પહેલા એમ રહેલી કેલેરીની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. નહિ તો તમારી બધી જ મહેનત બેકાર થઈ શકે છે. ડાયટ અને એક્સરસાઇઝના સરખા કોમ્બિનેશનથી જ તમે વજન ઘટાડી શકો છો. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે કઈ વાસ્તુમાં કેટલી કેલેરી હોય છે જેથી તમે એ હિસાબે તમારું ડાયટ પ્લાન કરી શકો.

image source

ડાયટિંગના હિસાબથી જો નોન વેજ ફૂડનું કેલેરી કાઉન્ટ જાણવા માંગે છે તો તમને જણાવી દઈએ કે એક ઈંડામાં 80 કેલેરી હોય છે અને 60 ગ્રામ મટન, માછલી અને ચીકનમાં લગભગ 70 કેલેરી હોય છે.

સાઉથ ઇન્ડિયન ડીશમાં ત્રણ ચતુર્થ ઢોસા, દોઢ ઈડલી, 50 ગ્રામ પૌઆ, 60 ગ્રામ ઉપમા આ બધાના લગભગ 100 કેલેરી હોય છે.*

ડેરી પ્રોડક્ટ્સમાં 750 ગ્રામ છાશમાં 100 કેલેરી હોય છે. એવી જ રીતે 30 ગ્રામ ચીઝ, 180 મિલી ગાયનું દઢ, 260 મિલી સ્કીમડ મિલ્ક અને 160 ગ્રામ દહીંમાં 100 કેલેરી હોય છે.* .

100 ગ્રામ બોઇલ રાઇસમાં 100 કેલેરી હોય છે. 44 ગ્રામ ફુલકા રોટલી અને 40 ગ્રામ કે 2 સ્લાઈસ બ્રેડમાં 100 કેલેરી હોય છે.

image source

એ જ રીતે 140 ગ્રામ દહીંની કઢી, 100 ગ્રામ રાજમાં અને 120 ગ્રામ સાંભરમાં 100 કેલેરી હોય છે.

એક કપ પાલકમાં 40 કેલેરી અને એક કપ બ્રોકલીમાં 55 કેલેરી હોય છે.