આજથી સરકારે શરૂ કરી છે આ સ્કીમ, સસ્તામાં મળી શકે છે સોનું, ખરીદીનો પ્લાન હોય તો જલ્દી કરો

આજથી મોદી સરકારની સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ સ્કીમ 4 દિવસ સુધી એટલે કે 16 જુલાઈ સુધી ચાલશે. 12 થી 16 જુલાઈ સુધીમાં તમે મોદી સરકારની આ સ્કીમમાં ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકો છો. આ રીતે ગોલ્ડ બોન્ડ માટે ઓનલાઈન અરજી કરવાને લઈને તમને પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ મળશે. આ રીતે ઓનલાઈન અરજી કરનારા લોકો માટે ગોલ્ડ બોન્ડનો ભાવ 4757 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવ્યો છે.

image source

આ પહેલા જ્યારે મોદી સરકારે આ સ્કીમ લોન્ચ કરી હતી ત્યારે 31 મેથી 4 જૂન સુધીમાં સબસ્ક્રિપ્શન ખોલ્યા હતા. આ સમયે તેની કિંમત 4889 રૂપિયા પ્રતિ ગ્રામની રાખવામાં આવી હતી. સરકારે કહ્યું હતું કે મે 2021થી સપ્ટેમ્બર 2021ની વચ્ચે ગોલ્ડ બોન્ડના 6 હપ્તા લઈને આવી છે. માર્ચ 2021ના અંત સુધી સોવરેન ગોલ્ડ બોન્ડનો ત્રીજો હપ્તો લાવ્યો જેમાં 25702 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. આરબીઆઈએ અત્યારસુધીમાં 16049 કરોડ રૂપિયા એટલે કે 32.55 ટન સોનાના 12 બોન્ડની સીરિઝ લોન્ચ કરી છે.

ક્યાંથી ખરીદશો ગોલ્ડ બોન્ડ

image source

આ બોન્ડને સ્મોલ ફાઈનાન્સ બેંક અને પેમેન્ટ બેંક સિવાય દરેક બેંક, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, નિર્ધારિત પોસ્ટ ઓફિસ, સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એકસચેન્જથી કરી શકાય છે.

કેટલું મળશે વ્યાજ

image source

સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનારાને દર વર્ષે 2.5 વર્ષનું વાર્ષિક દરે વ્યાજ મળશે. આ વ્યાજ છ મહિનાના આધારે મળશે. આ ટેક્સપેયર્સના અન્ય સોર્સથી થનારી આવકના આધારે કરાય છે. આ સિવાય ગોલ્ડના જે રીતે રોકાણકારે પેમેન્ટ કર્યું છે તે સુરક્ષિત રહે છે.

શું છે યોજનાનો મેચ્યોરિટી સમય

image source

સોવરેન ગોલ્ડ બોન્ડનો મેચ્યોરિટી સમય 8 વર્ષનો હોય છે. જો તમે ઈચ્છો તો 5 વર્ષ બાદ વ્યાજની તારીખે બોન્ડ કાઢી શકો છો. તેમાં રોકાણકારોને ઓછામાં ઓછા એક ગ્રામ સોનામાં રોકાણ કરવાનું જરૂરી રહે છે. રોકાણકારો ઈચ્છે તો સોવરેન ગોલ્ડ બોન્ડ પર લોન પર લઈ શકાય છે. તેના માટે ગોલ્ડ બોન્ડ ગિરવે રાખવાના રહશે.

image source

કોઈ પણ વ્યક્તિ હિંદુ અવિભાજિત પરિવારના સભ્ય વધારેમાં વધારે 4 કિલોની કિંમતનો ગોલ્ડ બોન્ડ ખરીદી શકાય છે. ટ્રસ્ટ કે અન્ય સંસ્થાઓને માટે આ લિમિટ 20 કિલો સોનાની કિંમતની બરોબર હોય છે. જોઈન્ટ ગ્રાહકના આઘારે પણ ગોલ્ડ બોન્ડ ખરીદી શકાય છે. સગીર વ્યક્તિને માટે તેમના માતા પિતા આ બોન્ડ ખરીદી શકે છે. સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદવા માટે કેવાયસીના નિયમ સામાન્ય સોનાની ખરીદી પર લાગૂ થનારા નિયમ જેવા હોય છે.