આજ દિન સુધી એ રહસ્ય કોઈ નથી જાણી શક્યું કે, આખરે અહીં ઇલેક્ટ્રિક ઉપકરણો કેમ નથી કરી રહ્યા કામ

મેક્સિકો સિટીમાં એક જગ્યા એવી છે જે ” ઝોન ઓફ સાયલન્સ ” ના નામથી ઓળખાય છે. આ જગ્યા જોવામાં તો સાવ સામાન્ય લાગે છે પણ અસલમાં તે સામાન્ય નથી. અહીં અજબ-ગજબ પ્રકારની ઘટેલી ઘટનાઓ અને નામ પરથી જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ જગ્યાનું નામ ” ઝોન ઓફ સાયલન્સ ” શા માટે પડ્યું હશે.

image source

આ વિસ્તારની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં વિશ્વના તમામ પ્રકારના ઇલેક્ટ્રિક ઉપકરણો પોતાની મેળે જ કામ કરતા બંધ પડી જાય છે. એવું કહેવાય છે કે આ જગ્યામાં કઈંક રહસ્યમયી પાવર છે જેના કારણે અહીં કોઈપણ પ્રકારની રેડિયો ફ્રીક્વન્સી કામ નથી કરતી.

image source

આ જગ્યાને મેક્સિકોના ચિહુઆહુઆ રણપ્રદેશના નામથી ઓળખવામાં આવે છે. આજદિન સુધી એ રહસ્ય કોઈ નથી જાણી શક્યું કે આખરે અહીં ઇલેક્ટ્રિક ઉપકરણો કામ કેમ નથી કરી રહ્યા. આ જગ્યાને લઈને અલગ અલગ કેટલાય મતમતાંતર પણ છે.

image source

વિશ્વનું ધ્યાન આ જગ્યા તરફ ત્યારે કેન્દ્રિત થયું હતું જયારે અહીં એક ઉલ્કાપિંડ પડ્યો હતો. પ્રથમવાર અહીં વર્ષ 1938 માં ઉલ્કાપિંડ પડ્યો હતો અને ત્યારબાદ વર્ષ 1954 માં બીજી વખત પણ ઉલ્કાપિંડ પડ્યો હતો. ઉલ્કાપિંડ પડ્યા પછી અનેક લોકો આ સ્થાન પર કઈંક અજબ ગજબ અને અસામાન્ય થઇ રહ્યાનો દાવો કરી ચુક્યા છે.

image source

એવું કહેવાય છે કે એક વખત આ વિસ્તારની ઉપરથી પસાર થતું એક ટેસ્ટ રોકેટ ધરાશાયી થઇ ગયું અને ત્યારથી આ જગ્યા પર શોધખોળ શરુ કરવામાં આવી કે આ સ્થાન પર આખરે ઇલેક્ટ્રિક ઉપકરણો નિષ્ક્રિય કેમ થઇ જાય છે ? જયારે વૈજ્ઞાનિકો આ જગ્યા પર સંશોધન માટે આવ્યા તો તેઓના દિશાસૂચક યંત્રો કમ્પાસ અને GPS ચકરીની જેમ ગોળ ગોળ ફરવા લાગતા તેઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

image source

વર્ષ 1966 માં આ જગ્યાનું નામ ” ઝોન ઓફ સાઇલન્સ ” એટલા માટે અને ત્યારે પડ્યું જયારે અહીં એક કંપની ઇંધણની શોધમાં રિફાઇનરીનું કામકાજ માટે આવી હતી. કંપનીના લોકોએ જયારે 50 કિલોમીટરમાં ફેલાયેલા આ વિસ્તારમાં સંશોધન કર્યું તો તેઓ હેરાન રહી ગયા. કારણ કે તેઓના પણ એકેય ઇલેક્ટ્રિક ઉપકરણો અહીં કામ નહોતા કરી રહ્યા અને એક પણ રેડિયો સિગ્નલ નહોતા મળી રહ્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત