બહેનપણીએ હસતા હસતા કહ્યું તું સરસ જમવાનું બનાવે છે ટિફિન સર્વિસ શરૂ કરને, આજે કરે છે મહિને લાખોની કમાણી

વર્તમાન સમયમાં ઘણી મહિલાઓ એવી છે જેઓ ઘરે બેઠા બિઝનેસ કરી આત્મનિર્ભર બની છે અને બીજા લોકોને પણ આત્મનિર્ભર બનાવ્યા છે. કોઈ મોટા રોકાણ કર્યા વગર પણ સારી કમાણી કરી શકાય છે તે વાત દિલ્હીની રહેવાસી જિનિષાએ સાબિત કરી દીધી છે. તો આવો જાણીએ જિનિષા જૈનની સફર વિશે.

આ કહાનીની શરૂઆત થયા છે 2018માં જ્યારે તેમણે ફક્ત એક ટીફીનથી તેની શરૂઆત કરી હતી અને આજે રોજના 100 ટિફિન વેચાય છે ઉપરાંત કેટરિંગનો બિઝનેસ પણ કરે છે જિનિષાબેન. દિલ્હી- એનસીઆરમાં તેમના કિચનની ‘જાયકા ટિફિન સર્વિસ’ પ્રસિદ્ધ છે.

હું ભોજન બનાવીને મોકલી આપીશ

image source

તો બીજી તરફ દિલ્હીની બહાર ટિફિન સર્વિસની ડિલિવરી માટે ઝોમેટો સાથે તેમની વાતચીત ચાલી રહી છે. જાયકા ટિફિન સર્વિસની સફર 2018માં માત્ર એક ટિફિનથી શરૂ થઈ હતી. આમ જોઈએ તો બિઝનેસની શરૂઆત આકસ્મિક રીતે જ થઈ હતી. જિનિષા બેનના બાજુમાં રહેતા બહેનને એકવાર બહાર જવાનું થાય છે એવામાં તે તેના પતિ માટે એક એવી ટિફિન સર્વિસ જોઈતી હતી કે જે ઘરનું બનેલું ભોજન આપી શકે. આ મામલે તેણે મારી સાથે વાત કરી અને પૂછ્યું કે કોઈ ટિફિન સર્વિસ આપનારને ઓળખો છો? મેં પડોશણ હોવાના નાતે કહ્યું, હું ભોજન બનાવીને મોકલી આપીશ અને પછી મેં તેમના ઘરે ટિફિન મોકલવાનું શરૂ કરી દીધું અને ત્યાર બાદ શરૂ થઈ આ સફરની શરૂઆત.

image source

બીજા મહોલ્લામાંથી પણ ડિમાન્ડ આવવા લાગી

આગળ જણાવતા જિનિષાબેન કહે છે, મેં જે ભોજન પડોશણને ત્યાં મોકલ્યું હતું એ સૌને ખૂબ પસંદ આવ્યું અને તેમણે મને વાત વાતમાં કહ્યું તમે આટલુ સરસ જમવાનુ બનાવો છો તો પછી ટિફિન સર્વિસ શરૂ કરોને. જો કે એ સમયે મેં બિઝનેસ અંગે વિચાર્યું નહોતું, પણ તેમની સલાહ પછી મેં પોતાના ઘરમાં વાત કરી અને પછી શરૂ થયો ટિફિન સર્વિસનો ધંધો અને આજે આ બિઝનેસ મોટી કમાણી કરી રહ્યો છે. તેઓ કહે છે, મેં આ કારોબાર પૈસા કરતાં વધુ પેશન માટે શરૂ કર્યો છે. ધીરે ધીરે આજુ બાજુમાં અન્ય લોકોને પણ જાણ થઈ. થોડા મહિના પછી બીજા મહોલ્લામાંથી પણ ડિમાન્ડ આવવા લાગી અને અમારો ધંધો વધતો ગયો. લોકોને મારા ભોજનનો સ્વાદ પસંદ આવતો હતો. જો કે અમે ક્વોલીટીમાં ક્યારેય બંધ છોડ નથી કરી.

image source

130 રૂપિયા પર ડિસ છે ભાવ

જિનિષાબેન કહે છે કે હું જ્યાં પણ ભોજન બનાવીને મોકલું ત્યાંથી સારો રિસ્પોન્સ મળતો હતો. જિનિષાબેનના પરિવારમાં પતિ તેમજ બે બાળકો છે. તેઓ કહે છે કે ટિફિન સર્વિસને શરૂ કર્યાના પ્રથમ છ મહિના સુધી બધું હું પોતે જ કરતી હતી. એ પછી જેમ જેમ ઓર્ડર વધવા લાગ્યા તો ભોજન બનાવવામાં પતિ અને બાળકોએ હેલ્પ કરવાનું શરૂ કર્યું. ટિફિનની ડિમાન્ડ વધતા હાલમાં જિનિષાબેને ડિલિવરી માટે બે માણસ રાખ્યા છે. જો જિનિષાબેનના ટિફિનના પૈસાની વાત કરીએ તો ‘જાયકા ટિફિન સર્વિસ’ એક પ્લેટની કિંમત 130 રૂપિયા છે. જેમા દાળ, ભાત, બે શાક, રોટલી, રાયતું, સ્વીટ્સ/હલવો, સલાડ અને ચટણી હોય છે, સાથે બ્રેકફાસ્ટ ટિફિન 50-70 રૂપિયાનું હોય છે.

image source

દિવસે ને દિવસે ડિમાન્ડ વધી રહી છે

જાયકા ટિફિન સર્વિસની માર્કેટિંગ સ્ટ્રેટેજી વિશે વાત કરતા જિનિષા બેન કહે છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા માર્કેટિંગ કરે છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પેજ પણ બનાવ્યાં છે. ત્યાંથી પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હું ભોજનની ક્વોલિટી પર ખાસ ધ્યાન આપું છું. જેટલા પ્રેમથી હું મારા પરિવારજનો માટે ભોજન બનાવું છું એ જ રીતે હું અન્યો માટે પણ ભોજન બનાવું છું. જ્યારે જે ઓર્ડર આવે છે તેમને ફ્રેશ ભોજન બનાવીને આપું છું. આ જ કારણ છે કે દિવસે ને દિવસે ડિમાન્ડ વધી જ રહી છે. એટલું જ નહીં, હું દરેક ગ્રાહક પાસેથી ફિડબેક લેતી રહું છું. એનાથી વધુ સારું કરવાની તક મળે છે. જો કોઈ ગ્રાહક કાઈ સુધારો વધારો કરવાનું કહે તો તેનો અમલ પણ કરૂ છું.

image source

માત્ર 8-10 હજારનો ખર્ચ

ટિફિન સર્વિસના બિઝનેસ અંગે વાત કરતા જિનિષા બેન કહે છે કે આ કાર્યને શરૂ કરવા માટે કોઈ પ્રકારના સર્ટિફિકેટની જરૂર નથી, કેમ કે તેને તમે તમારા ઘરના કિચનથી શરૂ કરી શકો છો. ટિફિન સર્વિસનો ધંધો શરૂ કરવા માટે માત્ર 8-10 હજારનો ખર્ચ કરવો પડશે અને થોડા મહિના પછી તમને નફો થવા લાગશે. તેઓ કહે છે, જો તમારા ભોજનની ક્વોલિટી સારી હશે અને કસ્ટમરના ટેસ્ટનું હશે તો ઝડપથી તમે મહિનાના 5-7 લાખ રૂપિયા કમાઈ શકો છો.કોઈપણ કામ નાનું કે મોટું હોતું નથી. આજે આ જ કામે મને ઓળખ અપાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત