આજે રસી લેવા જશો તો પડશે ધક્કો, જાણો કેમ બંધ છે આજે વેક્સિનેશન

કોરોના વાયરસની ત્રીજી લહેર ત્રાટકવાની ભીતિ વચ્ચે સરકાર રસીકરણ ઝુંબેશને પુરપાટ ઝડપે આગળ વધારી રહી છે. તેવામાં રસીકરણના કાર્યક્રમને લઈને રોજેરોજ નવા નવા સમાચાર સામે આવી રહ્યા છે. ક્યારેક કોઈ જગ્યાએ એક સાથે રસીના બે ડોઝ આપી દીધાની ગડબડ સામે આવે છે તો ક્યારેક રસી આપી ન હોવા છતાં રસી અપાયાના મેસેજ આવે છે. જો કે આ તમામમાં સૌથી વધુ સામાન્ય છે રસી ખુટી ગઈ હોવાનું બોર્ડ અને રસીકરણ બંધ છે તેવું પાટીયું

image source

રાજ્યમાં ગત બુધવારની જેમ આ બુધવારે પણ રસીકરણ બંધ છે તેવા પાટીયા રસીકરણ કેન્દ્રો પર લાગી ગયા છે. આમ તો રસીકરણ બંધ હોવાનું કારણ રાજ્ય સરકાર દ્વારા મમતા દિવસનું અપાયું છે. રસીકરણ બંધ રાખવા માટે સત્તાવાર રીતે જણાવાયું છે કે દર બુધવારે મમતા દિવસની ઉજવણી થતી હોવાથી આ દિવસે કોરોનાની રસી આપવામાં આવશે નહીં. જેથી આ બુધવારે જો તમે કોરોનાની રસી લેવા રસીકરણ કેન્દ્રે જશો તો ધરમનો ધક્કો ખાવો પડશે.

ઉલ્લેખનીય છે કે મમતા દિવસે રાજ્યભરના આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ અને કર્મચારીઓ મમતા દિવસની કામગીરીમાં રોકાયેલો હોય છે. જેના કારણે કોરોનાની રસીનો કાર્યક્રમ બંધ રાખવામાં આવે છે.

image source

જો કે આ સ્થિતિમાં મુંજવણ એવા લોકોને થાય છે જેમનો રસીનો બીજો ડોઝ લેવાનો સમય બુધવારે આવતો હોય છે. તેવામાં બુધવારે રસીકરણ બંધ હોય અને જો ગુરુવારે તેમને સ્લોટ મળે નહીં તો તેમના બીજા ડોઝ લેવાની તારીખ આગળ વધતી રહે છે. આ સિવાય બુધવારે રસીકરણ બંધ રહ્યા બાદ ગુરુવારે આરોગ્ય કેન્દ્રો પર લોકોની ભીડ વધારે ઉમટે છે.

image source

બુધવારે રસીકરણ બંધ રહેશે તે વાતની સત્તાવાર જાહેરાત ગત સપ્તાહ પહેલા થઈ હતી. વાત એવી પણ સામે આવી હતી કે રસીનો સ્ટોક રાજ્યમાં ખુટી ગયો હતો જેથી આ જાહેરાત કરવામાં આવી હતી. દર બુધવારે રસીકરણ બંધ રહેતા રસીના સ્ટોકને જાળવી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે સરકારનું કહેવું છે કે મમતા દિવસ પર ગર્ભવતી મહિલાઓ અને બાળકોને જીવનજરૂરી રસી આપવાની હોય છે જેના કારણે કોરોનાની રસી આપવાનો કાર્યક્રમ સપ્તાહમાં એકવાર બંધ રાખવામાં આવનાર છે.

image source

આ પહેલા રસીકરણના મહાઅભિયાનનાં બ્રેક મારવી પડી હતી. કારણ કે રાજ્યમાં આવતો રસીનો જથ્થો ખુટી પડ્યો હતો. મહાનગરોમાં રસીકરણ કેન્દ્રો પર લોકોની ભીડ ઉમટી પડી હતી. તમામ લોકોમાં રસી ન હોવાની વાતને લઈ આક્રોશ જોવા મળ્યો હતો. મહાનગરોમાં રસીકરણ બંધ કરવાનો સમય આવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!