ભારત બંધ: આજે રાત્રે 8 કલાક સુધી બજાર બંધ રાખવાનું એલાન, 8 કરોડ વેપારીઓનું બંધને જબરજસ્ત સમર્થન

ઈ-વે બિલ, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, જીએસટી સહિતના મુદ્દાઓના વિરોધમાં આજે ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે ભારત બંધનુ એલાન કર્યું હતું. આ એલાનને ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોટર્સ વેલ્ફેર એસોશિયેશન અને અન્ય સંગઠનોએ પણ સમર્થન આપ્યું છે. આ બંધના એલાનમાં 8 કરોડ વેપારીઓ જોડાયા છે.

image source

દેશભરમાં આજે 1500 સ્થળોએ ધરણા કરવામાં આવશે. આ બંધને 40 હજારથી વધુ સંગઠનોને ટેકો જાહેર કર્યો છે. આજે બંધના કારણે ટ્રાન્સપોર્ટ ઓફિસો બંધ રહેશે. આ કારણે માલનું બુકિંગ, ડિલિવરી, લોડિંગ બધું જ ઠપ્પ થઈ જશે. આ બંધ રાત્રે 8 કલાક સુધી યથાવત રહેશે.

image source

વેપારી સંગઠનની મુખ્ય માંગ છે કે જીએસટીના નિયમોમાં સુધારો કરીને ટેક્સ સ્લેબને સરળ બનાવવો જોઈએ. જેથી સામાન્ય વેપારી પણ સરળતાથી જીએસટીની જોગવાઈઓનું પાલન કરી શકે. આ સિવાય કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારોને જીએસટી કાઉન્સિલ દ્વારા જીએસટીની કડક જોગવાઈઓને રદ કરવાની માંગ કરવામાં આવી છે. સંગઠને મોટી ઇ-કોમર્સ કંપનીઓ દ્વારા નિયમોના કથિત ઉલ્લંઘનનો વિરોધ નોંધાવ્યો છે અને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે

image source

સીએટીએ વડાપ્રધાનને લખેલા પત્રમાં સૂચન પણ કર્યું હતું કે જીએસટીના અમલીકરણને સરળ બનાવવા અને ટેક્સ તેમજ આવકનો અવકાશ વધારવા માટે દરેક જીલ્લામાં જીલ્લા જીએસટી વર્કિંગ ગ્રુપની રચના કરવામાં આવે. સંગઠને કહ્યું હતું કે જીએસટીમાં તાજેતરમાં થયેલા કેટલાક સુધારાથી સરકારી અધિકારીઓને ‘મનસ્વી અને અનૈતિક શક્તિ’ મળી છે.

image source

સીએઆઈટીનું કહેવું છે કે સરકારે ગયા વર્ષે 22 ડિસેમ્બર પછી જીએસટી નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે. જેમાં અધિકારીઓને અમર્યાદિત સત્તાઓ આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર કોઈપણ અધિકારી વેપારીઓના જીએસટી નોંધણી નંબરને મનસ્વી રીતે રદ કરી શકે છે અને તેના બેંક ખાતાઓ પણ જપ્ત કરી શકે છે. આમાં વેપારીઓને નોટિસ આપવામાં આવશે નહીં. સંગઠનનું એમ પણ કહેવું છે કે 2021 ના બજેટમાં આવી ઘણી જોગવાઈઓ છે જેનાથી ધંધામાં મુશ્કેલી વધશે.

ટ્રાન્સપોર્ટરોની શું માંગ છે ?

image source

આજે ‘ભારત બંધ’ના એલાનમાં ટ્રાન્સપોર્ટર સંગઠનો દેશભરમાં ચક્કાજામ કરી રહ્યા છે. ઇ-વે બિલના નિયમો અને પેટ્રોલ અને ડીઝલની સતત વધતી કિંમતોનો ટ્રાન્સપોર્ટરો વિરોધ કરી રહ્યા છે. જીએસટીમાં નોંધાયેલા કોઈપણ વેપારી ટ્રેનોમાં ઇ-વે બિલ પર નિર્ધારિત મર્યાદાથી વધુ માલ લઈ શકતા નથી. સરકારે ઇ-વે બિલની અવધિ ઘટાડીને અડધી કરી દીધી છે. જીએસટી એક્ટની કલમ 129 હેઠળ ઇ-વે બિલ નહીં હોય તો વાહનો જપ્ત કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!