ટેલિસ્કોપથી જોઈ શકશો શનિની રિંગ, જાણી લો રાત્રે કેટલા વાગે બ્રહ્માંડમાં જોવા મળશે અદ્ભુત નજારો

બ્રહ્માંડમાં જોવા મળશે અદ્ભુત નજારો – સૂર્ય, પૃથ્વી અને શનિ એક જ લાઈનમાં; ટેલિસ્કોપથી જોઈ શકશો શનિની રિંગ

બ્રહ્માંડમાં ક્ષણે-ક્ષણે અદ્ભુત ઘટનાઓ ઘટતી રહે છે. આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે બ્રહ્માંડ વિષે આપણે જેટલું જાણીએ છીએ તે કોઈ સાગરના એક ટીપા સમાન છે. પણ તેમ છતાં કેટલીક નવીન ટેક્નોલોજીના કારણે આપણને બ્રહ્માંડનામાં થતી અદ્ભુત ઘટનાઓ જોવા મળે છે. હાલ એક દુર્લભ ખગોળીય ઘટના ઘટવા જઈ રહી છે.

image source

20-21 જુલાઈના રોજ તમે સૂર્ય અને શનિ ગ્રહની વચ્ચે પૃથ્વી આવશે તેને જોઈ શકશો. આમ આ ત્રણે ગ્રહ એક જ સીધી જ રેખામાં જોવા મળશે. બ્રહ્માંડમાં બનનાર આ ઘટનાને સેટર્ન એટ ઓપોઝિશન કહેવાય છે. આ વર્ષ બાદ આ ઘટના આવતા વર્ષે એટલે કે 2021ના ઓગસ્ટ મહિનામાં જોવા મળશે. આ અગાઉ બીજા ગ્રહો સાથે પણ આવી જ ઘટના 14મી જુલાઈએ ઘટી ગઈ.

image source

આજે રાત્રે એટલે કે સમય પ્રમાણે 21મી જુલાઈની વહેલી સવારે 3 વાગીને 44 મિનિટે શનિ, પૃથ્વી અને સૂર્ય એક સીધી જ રેખામાં જોવા મળશે. આ સમય દરમિયાન આ સ્થિતિમાં શનિ તેમજ પૃથ્વી વચ્ચે સૌથી ઓછું અંતર રહેશે. શનિ ગ્રહને તમે પૂર્વ દિશામાં તમારી આંખોએ જ તારા જેવો જોઈ શકશો. અને જો તમારી પાસે ટેલિસ્કોપ હશે તો તમે તેની મદદથી શનિના વલયો પણ જોઈ શકશો. અને શનિના ચંદ્ર પણ તમે જોઈ શકશો.

શનિ વિષે તમે આ બાબતો જાણો છો ?

image source

આજે ચાલો શનિ ગ્રહ બાબતેનું થોડું જ્ઞાન મેળવી લઈએ. શનિ ગ્રહ સૂર્યથી 149 કરોડ 76 લાક કિમીના અંતરે આવેલો છે. અને આટલા દૂર રહીને જ શનિ સૂર્યની પરિક્રમા કરે છે. સૂર્યના પ્રકાશને શનિ ગ્રહ સુધી પહોંચતાં લગભગ 80 મિનિટ જેટલો સમય લાગે છે. શનિ પૃથ્વિ કરતાં અત્યંત વિશાળ ગ્રહ છે. તેના વ્યાસ પર આપણી પૃથ્વી જેવી 9 પૃથ્વી રાખી શકાય તેટલો તે વિશાળ છે. આપણે અહીં એક દિવસ 24 કલાકનો હોય છે તો શનિનો એક દિવસ લગભગ 10.7 કલાકનો હોય છે. પૃથ્વીના 29.457 એટલે કે પૃથ્વીના 10759 દિવસ બરાબર શનિનું એક વર્ષ હોય છે. એક માહિતી પ્રમાણે શનિના 82 ચંદ્રો છે. જેમાંના 53 ચંદ્રોની ખરાઈ થઈ ગઈ છે જ્યારે હજુ સુધી બાકીના 29 ચંદ્રની માહિતી મળી શકી નથી.

image source

શનિ ગ્રહને એક સુંદર ગ્રહ કહેવામાં આવે છે ખાસ કરીન તેના વલયના કારણે, શનિ સૂર્યથી છઠ્ઠો ગ્રહ છે અને આપણી સોલર સિસ્ટમનો બીજો સૌથી મોટો ગ્રહ છે. ગુરુ ગ્રહની જેમ શનિ પણ એક મોટો ગેસનો ગોળો છે જેમાં હાઇડ્રોજન, હિલિયમ અને મિથેનનું સંયોજન છે.

શનિ સૂર્યની પ્રદક્ષિણા 29.4 વર્ષે પૂરી કરે છે. તેની આ જ ધીમી ગતિના કારણે તેને સૌથી જૂનાથી પણ જૂનો ગ્રહ તરીકે સંબોધવામાં આવે છે. શનિના વલયો મોટે ભાગે બરફના ટુકડા અને જીણી કાર્બોનેસીઅસ ધૂળના બનેલા છે. આ રીંગ 120,700 કીમી લાંબી છે, પણ તે માત્ર 20 મીટર જેટલી જ જાડી છે.

શનિને 150 ચંદ્રમા અને નાના ચંદ્રો છે. તેમાંનો સૌથી મોટો ચંદ્ર ટાઇટેન અને રીહા (Rhea) છે.

image source

અત્યાર સુધીમાં 4 સ્પેસક્રાફ્ટે શનિની મુલાકાત લીધી છે. પાયોનિયર 11, વોયેજર 1 અને 2 અને ધ કાસિનિ હુઈજીન્સ મિશને તેનો અભ્યાસ કર્યો છે. કાસીનીએ જુલાઈ 2004થી સપ્ટેમ્બર 2017 સુધી શનિનિ પ્રદક્ષિણા કરી હતી, અને આ ગ્રહ વિષે ખૂબ બધી માહિતી પૃથ્વી પર મોકલી હતી. શનિને આપણી સોલર સિસ્ટમમાં સૌથી વધારે ચંદ્રો છે. 2019માં તેના બીજા 20 ચંદ્રોને શોધવામા આવ્યા હતા જેને ગણીને 82 ચંદ્રો થાય છે, જે ગુરુ કરતા 3 વધારે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત