આજે વધ્યા સોના ચાંદીના ભાવ, રોકાણકારોના ખિસ્સાને કરશે આ રીતે અસર

આજે વધ્યા સોના ચાંદીના ભાવ, રોકાણકારોના ખિસ્સાને કરશે આ રીતે અસર

રોકાણકારોની નજર આ અઠવાડિયે ફેડરલ રિઝર્વની બેઠક પર છે. સાથે ડોલરમાં પણ નબળાઈ જોવા મળી રહી છે. એવામાં ફેડ દ્વારા મોંઘવારી પર કાબૂ કરવા માટે લેવાયેલા પગલાં પર રોકાણકારોની નજર છે. આ કારણ છે કે સોમવારે અમેરિકામાં સ્પોટ ગોલ્ડનો ભાવ 0.2 ટકા વધીને 1,953.37 ડોલર થયો. જ્યારે અમેરિકા વાયદા બજારમાં સોનાનો ભાવ 0.1 ટકા વધવાની સાથે 1,960.50 ડોલર પ્રતિ ઓંસ છે. અઠવાડિયાના પહેલાં દિવસે જ સોનાની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે.

image source

કોરોના મહામારીના કારણે દુનિયાભરની સરકારો અને કેન્દ્રીય બેંકોએ મોટા સ્તરે રાહત પેકેજની જાહેરાત કરી છે જેથી અર્થવ્યવસ્થાને પાટા પર લાવી શકાય. આ કારણ છે કે આ વર્ષે સોનાના ભાવમાં લગભગ 29 ટકાનો વધારો થયો છે. અન્ય કરંસીના આધારે ડોલરમાં 0.1 ટકાની નબળાઈ જોવા મળી છે. આ કારણ છે કે અન્ય દેશોની કરંસી રાખનારા રોકાણકારોને માટે સોનામાં રોકાણ કરવાનો સારો અવસર છે.

અમેરિકામાં આ કારણે હજુ પણ વધી શકે છે કિંમત

image source

તેમની નજર ફેડ રિઝર્વ કમિટીના સભ્યો અને ચેરમેન જેરોમ પાવેલની સ્પીચ પર પણ છે. એક્સપર્ટ્સનું માનવું છે કે રોકાણકારોની નજર એ વાત પર છે કે જેરોમ પાવેલ અમેરિકાને નાણાંકીય પ્રોત્સાહન પર શું વિચારે છે. જો હજુ પણ નાણાંકીય પ્રોત્સાહન આપવાની જાહેરાત કરાશે તો તેનાથી ડોલરમાં નબળાઈ આવશે અને સાથે જ નબળા ડોલર રોકાણકારોને માટે સોનામાં રોકાણ કરવાનો સકારાત્મક રસ્તો ખૂલશે.

ગુરુવારે ઘટી હતી સોના અને ચાંદીની કિંમતો

image source

વૈશ્વિક કિંમતોમાં ઘટાડાની વચ્ચે આજે ભારતમાં સૌનું અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. MCX પર સોના વાયદા 0.85 ટકા ઘટીને 51,391 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો, જ્યારે ચાંદી વાયદા 1.4 ટકા ઘટીને 67,798 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળ્યો. છેલ્લા સત્રમાં સોનામાં 0.1 ટકાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચાંદી સપાટ સ્તર પર બંધ થઇ હતી.

ભારતમાં શું છે સોના અને ચાંદીના ભાવ

image source

ભારતમાં ચાંદીની કિંમતોમાં ગયા અઠવાડિયે 251 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયા બાદ તેના ભાવ 69,841 રૂપિયે રહ્યા હતા. સોનાની વાત કરીએ તો ગયા અઠવાડિયે દિલ્હી સર્રાફા બજારમાં સોનાની કિંમતોમાં 207 રૂપિયે પ્રતિ 10 ગ્રામનો વધારો થયો હતો. ત્યારબાદ 10 ગ્રામ સોનાના ભાવ 52,672 પર પહોંચ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત