19.06.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૯-૦૬-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ ‌ :- જેઠ, કૃષ્ણ પક્ષ
  • તિથિ :- તેરસ, ૧૧:૦૦ ‌ સુધી
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- કૃતિકા ૧૦:૩૦ સુધી,
  • યોગ :- ધૃતિ
  • કરણ :- વાણિજ્ય,વિષ્ટિ ભદ્ર
  • સૂર્યોદય :- ૦૫:૫૮
  • સૂર્યાસ્ત :- ૧૯:૨૧
  • ચંદ્ર રાશિ :- વૃષભ

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આજે કુટુંબ પરિવાર સાથે હરવા ફરવાનો પ્રોગ્રામ બને પરંતુ વિધ્ન આવી શકે.

સ્ત્રીવર્ગ:- આજે પરિવારમાં મોજ મસ્તી નું વાતાવરણ દેખાય.

લગ્ન ઈચ્છુક :-આજે આપના વિવાહ ની તૈયારીઓ સંપન્ન થવાની સંભાવના રહે.

પ્રેમીજનો:- કામકાજની વચ્ચે પણ મિલન શક્ય બને.

નોકરિયાત વર્ગ:- કામકાજની જવાબદારી સાથે પરિવારમાં મોજ મજા થઈ શકે.

વેપારીવર્ગ:- આવક સાથે થોડીક અડચણ પણ રહી શકે છે.

પારિવારિક વાતાવરણ:-સામાજિક કાર્યક્રમો થઇ શકે. બધા પરિવારજનો ભેગા થઈ આનંદમાં સમય વિતાવી શકો.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૮

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- આજે થોડી વિટંબણા સાથે ફરવા જવાની મોજ લઈ શકો છો.

સ્ત્રીવર્ગ:- ઘર-પરિવારની,કાર્યક્ષેત્રની વ્યસ્તતા વચ્ચે રંગીન માહોલ બનાવી શકો.

લગ્ન ઈચ્છુક:- તમામ પાસા આપના પ્રયત્નો ને સફળ બનાવે.

પ્રેમીજનો:- મોજે મજામાં જવાબદારીનું ભારણ આવી શકે છે

નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે શુભ કાર્યક્રમનું આયોજન હોવાની સંભાવનાઓ.

વેપારીવર્ગ:- વ્યાવસાયિક અડચણો વચ્ચે પણ શુભ પ્રસંગમાં ઉપસ્થિત રહી શકો.

પારિવારિક વાતાવરણ:- મિલકત સંબંધી સારા સમાચાર પ્રાપ્ત થાય.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૭

મિથુન રાશિ:-

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના આયોજન અંગે પ્રવાસ થઈ શકે.

સ્ત્રીવર્ગ:- ઘર સાથે સર્વિસ ના પ્રશ્નો સતાવે.

લગ્ન ઈચ્છુક:- ધીરજની કસોટી રહે.

પ્રેમીજનો:- આનંદ પ્રમોદ માં વ્યસ્ત રહે.

નોકરિયાત વર્ગ:- અંગત પ્રશ્નોનો ઉકેલ મળે. કામકાજ વ્યવસ્થિત રીતે થઈ શકે.

વેપારીવર્ગ:- આજે વેપાર સારો થવાની સંભાવનાઓ રહેલી છે.

પારિવારિક વાતાવરણ:-પ્રવાસ અંગે ચર્ચા વિચારણા થઇ શકે.

શુભ રંગ:- પીળો

શુભ અંક:-૪

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસના સારા આયોજનથી ખુશ રહો.

સ્ત્રીવર્ગ:-પરિવારમાં સ્નેહી,મિત્ર નું આગમન થાય.

લગ્ન ઈચ્છુક:-બનેલી વાતમાં કોઈ વિલન ન બને તેનું ધ્યાન રાખવું.

પ્રેમીજનો:-મસ્તી ભર્યું વાતાવરણ રહે. અકસ્માતથી સાવધ રહેવું.

નોકરિયાત વર્ગ:-કાર્યભાર ના લીધે અંગત કામ થઈ ન શકે.

વેપારીવર્ગ:-માલની ખાધ વચ્ચે પણ સારી આવક રળી શકો.

પારિવારિક વાતાવરણ:-સામાન્ય રહે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:-૫

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં મિત્રોની સહાય થી પ્રશ્ન હલ કરી શકો.

સ્ત્રીવર્ગ:- આધ્યાત્મિક કાર્ય થઈ શકે. સફર થઈ શકે.

લગ્ન ઈચ્છુક:- ધીરજની કસોટી થતી જણાય.

પ્રેમીજનો:-વિઘ્ન ની વચ્ચે પણ મોજ મજા થઈ શકે.

નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે શુભ કાર્ય નું આયોજન થઇ શકે.

વેપારીવર્ગ:-ભાગીદારી ના પ્રશ્નો થી સંભાળવું.

પારિવારિક વાતાવરણ:- આવક સંબંધી પ્રશ્નો હલ થાય.

શુભ રંગ :-લીલો

શુભ અંક:- ૯

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-રૂકાવટ સાથે આગળ વધવા ના ચાન્સ.

સ્ત્રીવર્ગ:- કાર્યના ભારમાં ભ્રમણા રહે.

લગ્ન ઇચ્છુક:- ભાગ્યના બળે પ્રયત્નો સફળ બનાવી શકો.

પ્રેમીજનો:- આજે મિલન ના સંજોગો જણાતા નથી.

નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે હિતશત્રુઓથી સાવધ રહેવું.

વેપારીવર્ગ:- ભાગ્યનો સાથ સારો મળે.

પારિવારિક વાતાવરણ :-વડિલના તબિયતની ચિંતા રહે.

શુભ રંગ:- ભુરો

શુભ અંક:- ૪

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ ની કારકિર્દી નું મક્કમતા પૂર્વક આયોજન કરવું.

સ્ત્રીવર્ગ:- સંતાનના ભાવિ અંગે ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- આનંદના સમાચાર મળે.

નોકરિયાત વર્ગ:- કામની અડચણ વિટંબણા સર્જે.

પ્રેમીજનો:- મિલન મુલાકાત થઈ શકે.

વેપારીવર્ગ:- વેપાર અંગે કરેલા આયોજન સફળ થાય.

પારિવારિક વાતાવરણ:- નાની મુસાફરીના સંજોગો છે.

શુભ અંક:- ૪

શુભ રંગ :-પોપટી

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસનું આયોજન મૂકીને ફરવાના મૂડમાં રહેશો.

સ્ત્રીવર્ગ:- ગૃહ જીવનની તકલીફો સાથે દાંપત્ય જીવનને મધુર ક્ષણોને માણસો.

લગ્ન ઈચ્છુક:- વિપરીત સંજોગો પોતાની ફેવરમાં બદલાશે.

પ્રેમીજનો:- અંગત સંબંધમાં વિપરીતતા જોવા મળે.

નોકરિયાત વર્ગ:-અંગત જીવન નીરસ લાગે.

વેપારીવર્ગ:- આવક સાથે ખર્ચનું પલડું ભારે થશે.

પારિવારિક વાતાવરણ:- આનંદિત રહે સાથે ખર્ચનું વાતાવરણ રહે.

શુભ રંગ- ભુરો

શુભ અંક:-૪

ધન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે મૂંઝવણ બની રહેશે. ખર્ચ થાય.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કાર્યોને,વ્યવસાયિક કાર્યને પહોંચી વળવું મુશ્કેલ બને.

લગ્ન ઈચ્છુક:- લગ્ન અંગેના પ્રયાસો માં પ્રગતિ જણાય.

પ્રેમીજનો:- મિત્ર,સ્નેહી સાથે સંબંધો સુધરશે. ખર્ચ વધે.

નોકરિયાત વર્ગ:- પગાર ના સંદર્ભમાં ખર્ચ વધવાની સંભાવનાઓ.

વેપારીવર્ગ:- કામકાજ વધે.

પારિવારિક વાતાવરણ:- આરોગ્યની સંભાળ લેવી.

શુભ રંગ-સફેદ

શુભ અંક:-૮

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- મિત્રો સાથે પીકનીક મનાવવા જવાનો વિચાર ચાલી રહ્યા હોય.

સ્ત્રીવર્ગ:- સંતાનની પ્રગતિથી સંતોષ થાય.

લગ્ન ઈચ્છુક:- લગ્ન અંગેનું આયોજન પાર પડે.

પ્રેમીજનો:- મોજ-મસ્તી ખર્ચનો અતિરેક રહે.

નોકરિયાત વર્ગ:-નોકરીના સંદર્ભમાં આવકનો પ્રશ્ન સતાવે.

વેપારીવર્ગ:- મિત્ર સ્નેહીથી સહયોગ મળી શકે.

પારિવારિક વાતાવરણ:-નવું વાહન ખરીદવા અંગે ચર્ચા વિચારણા થઇ શકે.

શુભ રંગ :-ગ્રે

શુભ અંક:-૩

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેનું આયોજન ચિંતા રખાવે.

સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં ખટરાગ ન થાય તે જોવું.

લગ્ન ઈચ્છુક:-છેવટના પ્રયત્નોમાં અડચણ આવી શકે સંભાળવું.

પ્રેમીજનો:-આયોજિત પ્રોગ્રામ માં અન્ય વિલન બને.

નોકરિયાત વર્ગ:-આવક વધારવા એક્સ્ટ્રા કામ કરવુ પડે.

વેપારીવર્ગ:-સારા વેપારથી અન્ય વ્યવહાર સચવાય શકે.

પારિવારિક વાતાવરણ:-સમૂહમાં સફરના યોગ બને છે.

શુભ રંગ:- લાલ

શુભ અંક:-૫

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-આપના અભ્યાસના પ્રયત્નો સફળ બને.

સ્ત્રીવર્ગ:- શુભ કાર્ય અને મુસાફરીનું આયોજન થાય.

લગ્ન ઈચ્છુક:-વણસેલી વાતનું જોડાણ થતું લાગે.

પ્રેમીજનો:-અકસ્માતથી સંભાળવું.

નોકરિયાત વર્ગ:-નોકરીના કામ અંગે મુસાફરી થાય.

વેપારીવર્ગ:-વેપારમાં ભાગ્યનો સાથ મળે. વેપાર સારો થાય.

પારિવારિક વાતાવરણ:-અંગત પ્રશ્ન હલ થઈ શકે.

શુભ રંગ :-લીલો

શુભ અંક:-૩

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત