તારીખ ૧૬-૦૮-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ
તિથિ :- બારસ ૧૩:૫૦ સુધી.
વાર :- રવિવાર
નક્ષત્ર :- આર્દ્રા ૦૭:૦૧ સુધી.
યોગ :- વજ્ર ૦૭:૫૦ સુધી. ત્યારબાદ સિદ્ધિ.
કરણ :- તૈતુલ ૧૩:૫૦ સુધી. ગરજ ૨૫:૧૭ સુધી.
સૂર્યોદય :-૦૬:૧૮
સૂર્યાસ્ત :-૧૯:૦૬
ચંદ્ર રાશિ :- મિથુન ૨૪:૫૧ સુધી. કર્ક ૨૪:૫૧ થી ચાલુ.
સૂર્ય રાશિ :- કર્ક ૧૯:૦૯ સુધી. સિંહ ૧૯:૦૯ થી ચાલુ.
આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!
મેષ રાશિ
વિધાર્થીવર્ગ:- અભ્યાસમાં પુનરાવર્તન કરી શકો છો.
સ્ત્રીવર્ગ:- પરિવારમાં વિટંબણા હોય શાંતિ રાખવી.
લગ્નઈચ્છુક:- વિવાહની વાત અંગે માહોલ સુધરતો લાગે.
પ્રેમીજનો:- મુલાકાતમાં સમાધાનકારી વલણ રાખવું.
નોકરિયાતવર્ગ:-કામના સ્થળે સમાધાનકારી વલણ રાખવું.
વેપારીવર્ગ:- વ્યાપારમાં યોગ્ય મહેનત જરૂરી રહે.
પારિવારિકવાતાવરણ:- મહત્વના પ્રશ્ન ઉકેલવા હિતાવહ રહે.
શુભરંગ :- નારંગી
શુભઅંક :- ૫
વૃષભ રાશિ
વિધાર્થીવર્ગ:- અભ્યાસ ની સમસ્યા સુલજાવી શકશો.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્ન હલ કરી શકશો.
લગ્નઈચ્છુક:- વિવાહ ની વાતો સફળ બનતી જણાય.
પ્રેમીજનો :- પ્રયત્નોથી મુલાકાત સંભવ બને.
નોકરિયાતવર્ગ :-કામકાજમાં વિલંબ રહી શકે.
વેપારીવર્ગ:- આવક જાવકનું સમતોલન જાળવી રાખવું.
પારિવારિકવાતાવરણ :- ધીરજ રાખવી.પારિવારિક સાનુકૂળતા સર્જાય.
શુભ રંગ:- વાદળી
શુભ અંક :- ૪
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મહેનત વધારવી.
સ્ત્રીવર્ગ:-સમસ્યા અંગેની ગૂંચવણ દૂર થાય.
લગ્ન ઈચ્છુક:-વિવાહ અંગે મહત્વની વિચારણા સફળ થાય.
પ્રેમીજનો:- મનની મૂંઝવણ દૂર થાય. મુલાકાત સંભવ રહે.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં સફળતા પ્રાપ્ત થાય.
વેપારીવર્ગ:-વેપારના કામ આડે મુશ્કેલી હશે તો દૂર થશે.
પારિવારિક વાતાવરણ:- વ્યાવસાયિક કામ સફળ બને.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૯
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- ધાર્યું પુનરાવર્તન થઇ શકે. પ્રગતિકારક દિવસ.
સ્ત્રીવર્ગ:-મનની મૂંઝવણ દૂર થઈ શકે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની વાતો માં સાનુકૂળતા વધે.
પ્રેમીજનો:-મુલાકાત અંગે વિઘ્ન નો અનુભવ થાય.
નોકરિયાત વર્ગ:- કામ ની સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
વેપારી વર્ગ:-મનનું ધાર્યું થાય નહિ.કામમાં અવરોધો જણાય.
પારિવારિક વાતાવરણ:- સૂઝબૂઝથી સામાજિક કામ ઉકેલવા.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૮
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નોથી સાનુકૂળતા વધે.
સ્ત્રીવર્ગ:- સખીઓ થી લાભ મળવાની સંભાવના.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોમાં સાનુકૂળતા વરતાય.
પ્રેમીજનો :- મનની મુરાદ બર આવે.
નોકરિયાત વર્ગ :-અટવાયેલા કામકાજ આગળ ધપાવી શકશો.
વેપારીવર્ગ :- વેપારના પ્રશ્નોનો ઉકેલ મળે.
પારિવારિક વાતાવરણ:- ખર્ચ-વ્યય થઈ શકે. અકસ્માતની સંભાવના.
શુભ રંગ :-પીળો
શુભ અંક :- ૨
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નોથી સાનુકૂળતા વધે.
સ્ત્રીવર્ગ:- મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળે.
લગ્ન ઈચ્છુક:-નસીબના જોરે વાતચીત આગળ ચાલી શકે.
પ્રેમીજનો:- મિલન અંગે પ્રયત્નો ફળદાયી રહે.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં વિઘ્ન,અડચણ આવે.
વેપારીવર્ગ:- વેપારમાં પ્રયત્નો વધારવાથી સફળતા મળે.
પારિવારિક વાતાવરણ:-સુમેળ ભર્યું વાતાવરણ રહે. દિવસ શુભ વિતે.
શુભ રંગ:- ગુલાબી
શુભ અંક:- ૬
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં કઈ સમજાય નહિ. ટેન્શન રહે.
સ્ત્રીવર્ગ:- દૈનિક જીવન ના કાર્યો અટવાઈ શકે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટેની અનેક વાતો વચ્ચે પણ વાત અટકતી લાગે.
પ્રેમીજનો:-મિલન મુલાકાત માટે ધીરજ રાખવી.
નોકરિયાત વર્ગ:- આપની આવડત પ્રમાણે યોગ્ય કામ મળી રહે.
વ્યાપારી વર્ગ:- કામનું ટેન્શન ઓછું થાય. માનસિક શાંતિ જાળવવી.
પારિવારિક વાતાવરણ:- લાભની આશા ફળે.સ્નેહીથી મતભેદ દૂર થાય.
શુભ રંગ:- લાલ
શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સતત પ્રયત્નો થી સફળતા પ્રાપ્ત કરી શકો.
સ્ત્રીવર્ગ:- સખી સહેલીઓ સાથે મેળાપ થઈ શકે.
લગ્ન ઈચ્છુક:- ઉતાવળે આંબા ન પાકે.ધીરજથી આગળ વધવું.
પ્રેમીજનો:-મુલાકાતમાં સંભાળવું.તકરાર થવાની સંભાવના.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં સરળતા રહે.
વેપારીવર્ગ:-અટવાયેલું પેમેન્ટ આવી શકે છે.
પારિવારિક વાતાવરણ:- મિલકત સંબંધિત કામકાજ થઈ શકે.
શુભ રંગ :- વાદળી
શુભ અંક:- ૭
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં વિઘ્ન,અડચણ આવી શકે.
સ્ત્રીવર્ગ:-સખી અથવા સ્નેહી ની મદદથી સમસ્યાનું સમાધાન મળી શકે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની સમસ્યા નું નિરાકરણ થતું જણાય.
પ્રેમીજનો :- પ્રેમમાં વિરહ ની વેદના જણાય.
નોકરિયાતવર્ગ :- મન પ્રફુલ્લિત રહે.કામકાજમાં સરળતા રહે.
વેપારીવર્ગ:- કાયદાકીય આંટીઘૂંટી પાર કરી શકો.
પારિવારિક વાતાવરણ:- સંતાન અંગેની ચિંતા હળવી થાય.તબિયત સાચવવી.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૧
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:-હલકા વિચારોવાળા મિત્ર થી દૂર રહેવું.
સ્ત્રીવર્ગ:- સંતાન પ્રત્યેની ચિંતા દૂર થાય.
લગ્ન ઈચ્છુક:-આપની યોગ્યતા મુજબ પાત્ર ન મળે.વિટંબણા રહે.
પ્રેમીજનો:-મુલાકાત અંતિમ સમયે ટળી શકે છે.ધીરજ રાખવી.
નોકરિયાત વર્ગ:-કામકાજમાં મુશ્કેલી હોય તો દૂર થાય.
વેપારીવર્ગ:-વ્યવસાયિકો કાર્યભાર વધતો લાગે.
પારિવારિક વાતાવરણ:- ઘરનું વાતાવરણ ખુશનુમા રહે.સામાજિક સાનુકૂળતા વધે.
શુભ રંગ :- લીલો
શુભ અંક:- ૫
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સરળતા રહે.
સ્ત્રીવર્ગ:- ગૃહ વિવાદ અટકાવવો.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે પ્રયત્નો ચાલુ રાખવા.
પ્રેમીજનો:- મનની મુરાદ મનમાં રહેતી જણાય.
નોકરિયાત વર્ગ:-સફળતા,લાભની પ્રાપ્તિ થઇ શકે.
વેપારીવર્ગ:-રૂકાવટ બાદ મદદ મળી આવે.
પારિવારિક વાતાવરણ:-નાણાભીડ ઉકેલવા માટે પ્રયત્ન કરવા.
શુભ રંગ:- ભુરો
શુભ અંક:- ૨
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં તણાવયુક્ત વાતાવરણ રહી શકે.
સ્ત્રીવર્ગ:- ધીરજની કસોટી થાય.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે ભ્રમિત વાતો મળે.
પ્રેમીજનો:- માનસિક અકળામણ દૂર થાય. મિલન-મુલાકાત શક્ય.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાનુકૂળતા ભર્યો દિવસ રહે.
વેપારી વર્ગ:- સારા ઓર્ડર મળવાની સંભાવના.
પારિવારિક વાતાવરણ:- મતભેદ થઈ શકે.ધીરજ રાખવી.
શુભ રંગ :- ક્રીમ
શુભ અંક:- ૭
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત