20.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૦-૦૭-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અષાઢમાસ, કૃષ્ણપક્ષ

તિથિ :-દર્શ અમાવસ્યા ૨૩:૦૨ સુધી

વાર :- સોમવાર

નક્ષત્ર :- પુનર્વસુ

યોગ :- હર્ષણ

કરણ :- ચતુષ્પાદ, ૧૧:૪૦ સુધી, નાગ ૨૩:૦૨ સુધી

સૂર્યોદય :-૦૬:૦૮

સૂર્યાસ્ત :-૧૯:૨૧

ચંદ્ર રાશિ :- મિથુન ૧૫:૨૭ સુધી. કર્ક ૧૫:૨૭ થી ચાલુ.

સૂર્ય રાશિ :- કર્ક

વિશેષ :- સોમવતી અમાસ.દિવાસાનું રાત્રે જાગરણ.

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે ની મનોવ્યથા નો કોઈ રસ્તો ન મળે.

સ્ત્રીવર્ગ:-દિવસ વ્રતનું જાગરણ હોય. તબિયતનું ધ્યાન રાખવું.

લગ્ન ઈચ્છુક :-વિવાહ અંગેની વાતો અટકતી જણાઈ.

પ્રેમીજનો:-આપણી મંઝીલ ઘણી દૂર છે રાહ જોવી.

નોકરિયાત વર્ગ:- કામના સ્થળે અકળામણ રહે.

વેપારીવર્ગ:- અ ચોક્કસ કામકાજ પરેશાની રખાવે.

પારિવારિક વાતાવરણ:- દર્શ અમાવસ્યા.દિવાસાનો તહેવાર.આનંદિત વાતાવરણ રહે.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૨

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- પ્રતિકૂળતાને સાનુકૂળતા માં ભણવાની લગનથી ફેરવી શકો.

સ્ત્રીવર્ગ:-દિવાસાનો વ્રત હોય.બપોર બાદ બોલચાલ તબિયતમાં ધ્યાન આપવું.

લગ્ન ઈચ્છુક :- વિવાહ અંગેના પ્રયત્નો વધારવા યોગ્ય રહી શકે.

પ્રેમીજનો:-સવારમાં મિલન-મુલાકાત સંભવ રહે છે.બપોર બાદ અડચણ રહી શકે.

નોકરિયાત વર્ગ:- કામના સ્થળે સાનુકૂળતા સાંપડે.

વ્યાપારી વર્ગ:- આર્થિક સંકડામણ અંગે કોઇ માર્ગ મળે.

પારિવારિક વાતાવરણ:- દર્શ અમાવસ્યા વ્રતના માહોલમાં દિવસ મજાનો રહે.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૫

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગેની ઉલજણ બપોર બાદ વધતી જણાય.

સ્ત્રીવર્ગ:-દિવાસાનું વ્રત.ઘર ના પ્રશ્નો સતાવે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ ની વાતો જામતી ન હોય ચિંતા રહે.

પ્રેમીજનો:-મુલાકાતના અંતરાયો વધતા જણાય.

નોકરિયાત વર્ગ:- હાલની સામાજિક સમસ્યા નોકરી અંગે ચિંતા રખાવે.

વેપારીવર્ગ:- ધંધા અંગેની ચિંતા રહે છતાં આવકનો માર્ગ મળે.

પારિવારિક વાતાવરણ:-દિવાસા ના વ્રતનો દિવસ સારા સમાચાર લાવી રહ્યો હોય તેવું લાગે.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૧

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં હાલના સંજોગો અરુચિકર લાગે.

સ્ત્રીવર્ગ:-દિવાસા વ્રતનો દિવસ છતાં મત-મતાંતર સપાટી ઉપર આવતા જણાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની વાતો માં અંતરાય વધતી હોય ચિંતા રહે.

પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગો છે.બપોર બાદ વિઘ્નો આવી શકે.

નોકરિયાત વર્ગ:- હાલના વિપરિત સંજોગો પ્રમાણે સ્થિરતા ન આવે.

વેપારી વર્ગ:- વ્યવસાયના કામ અટવાતા લાગે.

પારિવારિક વાતાવરણ:-દર્શ અમાવસ્યા.દિવાસા ના વ્રતનો દિવસ.બપોર બાદ બેચેની રહે.

શુભ રંગ:-લીલો

શુભ અંક:- ૮

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે ગભરામણ રહે. શું કરવું સમજાય નહીં.

સ્ત્રીવર્ગ:- દિવાસા વ્રતનો દિવસ શુભ દિવસ.સારું આયોજન કરાવે.

લગ્ન ઈચ્છુક:-વિવાહ માટેની અનેક વાતો વચ્ચે પણ વાત અટકતી લાગે.

પ્રેમીજનો :- મિલન માં અડચણ આવે.સમય પસાર કરવો.

નોકરિયાત વર્ગ :- કામ મળવા અંગેની અટકળોનો અંત આવે.

વેપારીવર્ગ :-વ્યાપારિક કામકાજ અંગે ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:-દર્શ અમાવસ્યા.દિવાસાનું જાગરણ હોઈ શકે.તબિયત સંભાળવી.

શુભ રંગ :-ક્રીમ

શુભ અંક :- ૬

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેની ઉલજન સતત વધતી લાગે.

સ્ત્રીવર્ગ:-દિવાસા વ્રતની ચિંતા મન વ્યગ્ર રખાવે.

લગ્ન ઈચ્છુક:-વિવાહ માટેની સમસ્યાનું કોઇ નિરાકરણ ન મળે ચિંતા રહે.

પ્રેમીજનો:- ચેતતા નર સદા સુખી.સમજી વિચારીને આગળ વધવું.

નોકરિયાત વર્ગ:- હાલના સંજોગોમાં જે સમાધાન કરે તે જીતે.

વેપારીવર્ગ:- તમારી મહેનત,ભાગ્યનો સાથ સફળતાની સીડી બનાવે.

પારિવારિક વાતાવરણ:- દર્શ અમાવસ્યા.દિવાસા ના વ્રતનો દિવસ લાભદાયી રહે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૩

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના આયોજનમાં કપરા ચઢાણ ચડવા પડે.

સ્ત્રીવર્ગ:- વડીલોના તબિયતની ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:-વિવાહ માટેના પ્રયત્નો બર ન આવે.

પ્રેમીજનો:- આપસમાં ગૂંચવણ થતી જણાય.

નોકરિયાત વર્ગ:- નોકરીના કામ અંગે સાનુકૂળતા પ્રાપ્ત થાય.

વ્યાપારી વર્ગ:- કામ અંગે ઉલઝન બનેલી રહે.

પારિવારિક વાતાવરણ:- દર્શ અમાવસ્યા.દિવાસાના વ્રતનો દિવસ પરેશાની યુક્ત પસાર થઈ શકે.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- હાલની અભ્યાસની સિસ્ટમમાં ભણવામાં મુશ્કેલી જણાય.

સ્ત્રીવર્ગ:- દિવાસા ના વ્રતનો દિવસ ધાર્મિક વાતાવરણમાં પસાર થાય

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોનો સાનુકૂળ જવાબ મળી શકે.

પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીના કામમાં ભાગ્ય કામ કરતું જણાય.

વેપારીવર્ગ:-કામકાજના ઉલઝનમાં દિવસ પસાર થાય.

પારિવારિક વાતાવરણ:- દિવાસાના વ્રતનો દિવસ.દર્શ અમાવસ્યા ના કારણે નોકરી કામ ધંધામાં ચિંતા રહે.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:- ૭

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસ અંગે હાલના સંજોગો કસોટી યુક્ત રહે.

સ્ત્રીવર્ગ:-દિવાસાના વ્રત અંગે વ્યસ્તતામાં દિવસ પસાર થાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે સફળતાના વાદળો વિખરતા જણાય.

પ્રેમીજનો :-વ્રતના દિવસો મર્યાદા યુક્ત રહી શકે.

નોકરિયાતવર્ગ :-નોકરીના કામમાં થોડી ઉલજન સતાવે.

વેપારીવર્ગ:- અનેક પ્રયત્નો છતાં વેપારમાં સુસ્તી જણાય.

પારિવારિક વાતાવરણ:-દર્શ અમાવસ્યા હોવા છતાં અટકતા કામમાં ધ્યાન આપવું પડે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૯

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેની ઉલજણ થી સતત ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:-દિવસના વ્રતનો દિવસ.સામાજિક બાબતથી વિટંબણા રહે.

લગ્ન ઈચ્છુક:-વિવાહ માટે લંબાતી વાત ઉલજણ રખાવે.

પ્રેમીજનો:-મિલન-મુલાકાત માટેની અડચણ દૂર થતી દેખાય.

નોકરિયાત વર્ગ:- કામના સ્થળે સારો પ્રતિસાદ મળે.

વેપારીવર્ગ:- કામકાજમાં સરકારી નિયમોથી પરેશાની વધે.

પારિવારિક વાતાવરણ:- દર્શ અમાવસ્યા. બપોર બાદ બેચેની વ્યથા વધે.

શુભ રંગ :- ભુરો

શુભ અંક:-૫

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- હાલ નું આયોજન ચિંતાયુક્ત હોઈ શકે.

સ્ત્રીવર્ગ:- દિવાસા ના વ્રતનો દિવસ.ધર્મ કાર્ય થાય.

લગ્ન ઈચ્છુક:-વિવાહ ના વાત અંગેની ઉલજણ સતત ચિંતા રખાવે.

પ્રેમીજનો:- પ્રેમની વાતો માં દગો થઈ શકે છે.

નોકરિયાત વર્ગ:- હાલના સંજોગો બાર સાંધે ત્યાં તેર તૂટે જેવા રહે.

વેપારીવર્ગ:- વ્યાપાર ના કામ માં સરળતા બનતી જણાય.નવા કામકાજ થઈ શકે.

પારિવારિક વાતાવરણ:- દર્શ અમાવસ્યા. અંગત,ધંધાના કામ અંગે મુસાફરી થઇ શકે.

શુભ રંગ:-નારંગી

શુભ અંક:- ૨

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગેની ઉલજન હટતી જણાય.પ્રયાસો કામયાબ બને.

સ્ત્રીવર્ગ:- દિવાસાના પ્રસંગે પ્રવૃત્તિ વધે. આનંદ રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતચીતમાં કોઈને કોઈ સમસ્યાનું સર્જન થાય.

પ્રેમીજનો:- ભાગ્ય યોગે મુલાકાતના પ્રયત્નો ફળી શકે.

નોકરિયાત વર્ગ:- કામના સ્થળ પર વધારાની જવાબદારી ચિંતા રખાવે.

વેપારી વર્ગ:- રોજમદાર કામદારો ન મળવાથી કામકાજ અટકી શકે.

પારિવારિક વાતાવરણ:- દર્શ અમાવસ્યા. સગા સંબંધી સ્નેહીથી ચિંતાયુક્ત સમય રહી શકે.

શુભ રંગ :- સફેદ

શુભ અંક:- ૩

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત