22.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૨-૦૭-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- શ્રાવણ માસ શુક્લ પક્ષ

તિથિ :- બીજ ૧૯:૨૧ સુધી

વાર :- બુધવાર

નક્ષત્ર :- આશ્લેષા

યોગ :- સિદ્ધિ

કરણ :- બાલવ, ૦૮:૨૫ સુધી, કૌલવ ૧૯:૨૧ સુધી

સૂર્યોદય :-૦૬:૦૯

સૂર્યાસ્ત :-૧૯:૨૦

ચંદ્ર રાશિ :- કર્ક ૧૯:૧૪ સુધી, સિંહ ૧૯:૧૪ થી ચાલુ.

સૂર્ય રાશિ :- કર્ક

આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસનું આયોજન વ્યવસ્થિત થતું હોય સારું રહે.

સ્ત્રીવર્ગ:- ધર્મકાર્ય સાથે પારિવારિક કામમાં રહેવું પડે.

લગ્ન ઈચ્છુક :-ભાગ્ય યોગે આપની વાત નક્કી થઈ શકે.

પ્રેમીજનો:-મિલન-મુલાકાત મા ગુંચ રહી શકે.

નોકરિયાત વર્ગ:-સહકર્મચારી સાથેના વ્યવહાર સારા રાખવા.

વેપારીવર્ગ:-કામદારોના ભરોસે રહેવું નહિ. નુકશાન આવી શકે.

પારિવારિક વાતાવરણ:- દરેક ચોકસાઈ પોતાની ફેવરમાં આવી શકે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૨

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- ભણવામાં બેચેની,ચિંતા રહી શકે.

સ્ત્રીવર્ગ:-વાદ વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું.

લગ્ન ઈચ્છુક :-આપનો વિવાહ યોગ વિલંબથી હોઈ શકે.

પ્રેમીજનો:-મિલન માટે યોગ્ય અવસર ન મળે.

નોકરિયાત વર્ગ:- પૂરતા કામદાર ન હોતા પૂરું કામ ન થાય.ચિંતા રહે.

વ્યાપારી વર્ગ:- આર્થિક સ્થિતિ બગડતી જણાય.

પારિવારિક વાતાવરણ:-જૂની ઉઘરાણી તથા નવા કરજ માટે દોડાદોડ રહી શકે.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૪

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-ભણતર નું આયોજન વિખરાતું જણાય.

સ્ત્રીવર્ગ:-કુટુંબ તેમજ સખી ના પ્રશ્નો અંગે ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:-હાલ વિવાહ અંગેની ચર્ચા વિચારણા મોકૂફ રાખવી.

પ્રેમીજનો:- અંતિમ સમયે મુલાકાત ટળી શકે છે.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગેની ચિંતા હળવી થાય.સારું આયોજન થઇ શકે.

વેપારીવર્ગ:- વ્યાપારમાં મિત્ર સહયોગી બની મદદ કરે.આર્થિક લાભ સારો મળે.

પારિવારિક વાતાવરણ:-ભાગીદારી ના પ્રશ્નો સતાવે.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૨

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેની ઉલજણો બનેલી રહે.

સ્ત્રીવર્ગ:- પારિવારિક મનોવ્યથા કોઈને કહી શકાય નહીં.ધીરજથી કામ લેવું.

લગ્ન ઈચ્છુક:-ભાગ્ય ના સહયોગથી આપની વાત બનતી જણાય .

પ્રેમીજનો:- મિલન મુલાકાતમાં ઉતાવળથી, અંતર વધે.

નોકરિયાત વર્ગ:- ચાલુ રોજીન છોડવી.પછી થી પસ્તાવો થઈ શકે.

વેપારી વર્ગ:-કેટલાક અગત્યના કામકાજ માં વિલંબ કે વિઘ્ન નો અનુભવ થાય.

પારિવારિક વાતાવરણ:- તબિયત માં ધ્યાન આપવું. મૂંઝવણમાંથી માર્ગ મળે.

શુભ રંગ:-લાલ

શુભ અંક:- ૫

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સમસ્યા હોય.તમારા પ્રયત્નો નું મીઠું ફળ ચાખી શકશો.

સ્ત્રીવર્ગ:- અંતઃકરણમાં અગમ્ય બેચેની જણાય.

લગ્ન ઈચ્છુક:-ધીરજની કસોટી થતી લાગે.

પ્રેમીજનો :- મિલન-મુલાકાત અંગે મૂંઝવણ રહે.

નોકરિયાત વર્ગ :- કાર્ય સફળતા માટે ધીરજ થી કામ કરવા.

વેપારીવર્ગ :- કામકાજ અંગે બહાર જવાનું થાય. વાહનથી તથા વાહન ચલાવતા સંભાળવું.

પારિવારિક વાતાવરણ:-સંતાન અંગે તેમજ પારિવારિક ચિંતાઓ રહે. ઉચાટ અનુભવાય.

શુભ રંગ :-સફેદ

શુભ અંક :- ૭

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- હાલના માહોલમાં અભ્યાસ અંગે ગભરાટ રહે.

સ્ત્રીવર્ગ:-ધર્મકાર્ય નું આયોજન થાય. તબિયતની ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- આપના પ્રયત્નો સફળ થાય.

પ્રેમીજનો:-ભાગ્યના સહયોગ થી મિલન-મુલાકાત સફળ થાય.

નોકરિયાત વર્ગ:- હાલમાં નોકરીના સ્થાન ઓછા હોય માટે આપે પોતાનું સ્થાન છોડવું નહીં.

વેપારીવર્ગ:-વેપારમાં નુકસાન કવર કરવાનો મોકો મળે.

પારિવારિક વાતાવરણ:-મકાન-મિલકતના પ્રશ્નો સતાવે. તબિયત સાચવવી.

શુભ રંગ:- ક્રિમ

શુભ અંક:- ૬

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે સતત ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:-નોકરીમાં મન ન લાગે ઘરની ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની અટકળો ચાલે સમય પસાર થતો રહે.

પ્રેમીજનો:-પ્રેમમાં નિષ્ફળતા મળી શકે. સ્વપ્નમાં ન રહેવું.

નોકરિયાત વર્ગ:- કામની આવડત અને ધગશ પ્રમોશન અપાવી શકે.

વ્યાપારી વર્ગ:-નવા કામકાજનું આયોજન થાય. હરીફ થી સંભાળવું.

પારિવારિક વાતાવરણ:- મિલકત બદલવી તથા લેવી તેના અંગે વિચારી શકો.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ધીરજથી આગળ વધવું.

સ્ત્રીવર્ગ:-ગભરાહટ,બેચેની ભર્યો માહોલ રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેના યોગ બનતાં જણાય છે.

પ્રેમીજનો:- મુલાકાત માટે પ્રયત્નો કરવાથી સફળતા મળે.

નોકરિયાત વર્ગ:-કામકાજમાં વિઘ્ન નો અનુભવ થાય.

વેપારીવર્ગ:- પ્રયત્નો વધારવાથી કાર્યમાં સફળતા મળે.

પારિવારિક વાતાવરણ:- ભાગ્યનો સહયોગ રહે.સંતાનની પ્રગતિથી આનંદ રહે.

શુભ રંગ :- વાદળી

શુભ અંક:- ૩

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસના આયોજનો અધૂરા લાગે.

સ્ત્રીવર્ગ:- સામાજિક જીવનમાં સંભાળવું હિતાવહ રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોમાં ગૂંચવણ સર્જાતી રહે.

પ્રેમીજનો :-અવૈદ્ય સંબંધો થી સંભાળવું.

નોકરિયાતવર્ગ :- નકારાત્મકતા છોડી પ્રયત્નો ચાલુ રાખવા.

વેપારીવર્ગ:-નિરાશા ન રાખવી.પ્રયત્ન કરવા શુભ રહે.

પારિવારિક વાતાવરણ:- સામાજિક તેમજ ભાગીદારીમાં સંભાળવું પૂર્વક આગળ વધવું.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:- ૧

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગેની ગૂંચવણ થી પરેશાની રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો સતાવે.

લગ્ન ઈચ્છુક:- પ્રયત્નોથી સફળતા મળવાની આશા રહે.

પ્રેમીજનો:- મુલાકાતમાં વાદ-વિવાદથી દૂર રહેવું.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં આપની મૂંઝવણ દૂર થાય ફાવટ આવે.

વેપારીવર્ગ:-વેપારમાં સાનુકૂળતા રહે.પ્રયત્નો વધારવા.

પારિવારિક વાતાવરણ:- પારિવારિક પ્રયત્નોનો મીઠું ફળ ચાખી શકો.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:-૨

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં નવા સમીકરણોથી ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- આર્થિક સંકડામણ તથા સંતાનની ચિંતા સતાવે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે અન્ય તડજોડ કરવી પડે.

પ્રેમીજનો:- પ્રેમ અંગે સમજ થી એક પરપોટા જેવું લાગે.

નોકરિયાત વર્ગ:- નોકરીના સ્થળે અચાનક બ્રેક લાગી શકે.

વેપારીવર્ગ:- વેપારમાં ઉધારી આર્થિક સંકડામણ રખાવે.

પારિવારિક વાતાવરણ:- સ્નેહી તથા મિત્રોની મદદ મળી શકે.

શુભ રંગ:-નારંગી

શુભ અંક:- ૫

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નોથી સાનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:- પારિવારિક પ્રશ્ન થી ઉગ્રતા રહે.

લગ્ન ઈચ્છુક:- આપની વાત નો યોગ્ય પ્રત્યુત્તર ન મળે.

પ્રેમીજનો:- બેચેની ભર્યુ વાતાવરણ.મુલાકાત શક્ય ન બને.

નોકરિયાત વર્ગ:- હાલના સંજોગોમાં જે કામ મળે તે કરી લેવું પડે.

વેપારી વર્ગ:- વેપારમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- સંતાનની પ્રગતિથી પરિવારમાં ખુશીનો માહોલ.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૬

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત