અઠવાડિયાના પહેલા દિવસે જાણો શું કહે છે તમારું ટૈરો કાર્ડ, કઈ રાશિના લોકોને રહેશે મુશ્કેલી

ટૈરો રાશિફળ : સોમવારનો દિવસ મેષ રાશિના જાતકો માટે છે ખૂબ સારો

મેષ – આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે. કાર્યમાં સફળતા મળવાથી મન પ્રફુલ્લિત થશે. ઘર અને કુટુંબ વિશે વિચારજો અને તેમની જરૂરિયાતો પૂરી કરવા પર ધ્યાન આપજો. પરિવારમાં માન વધશે. માનસિક તાણથી મુક્તિ મેળવશો. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ રહેશે. ગૃહસ્થ જીવન અને પ્રેમ જીવન માટે દિવસ સામાન્ય છે. પ્રેમ સંબંધમાં છે તેમના માટે દિવસ ખૂબ જ સારો ન કહી શકાય. વિવાદ થતાં સંબંધોમાં સમસ્યા થવાની સંભાવના બની રહી છે. સંબંધોમાં બ્રેક પણ લાગી શકે છે.

વૃષભ – આજે અચાનક ક્યાંકથી ધન પ્રાપ્તિ થશે. જેનાથી આર્થિક પક્ષમાં મજબૂતી આવશે. આજે તમે કોઈ જરૂરતમંદની મદદ કરશો. તમને પારિવારિક સુખની પ્રાપ્તિ થશે. આ રાશિના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. તમારું મન અભ્યાસમાં લાગશે. સાથે જ નવા કોર્ષ જોઈન કરવા માટે પણ દિવસ સારો છે. સફળતા જરૂરથી મળશે. કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ સાથે ધનલાભ થશે. આજે જીવનસાથી સાથે વાત કરવામાં ધ્યાન રાખવું શક્ય છે કે તે તમારા મનની વાતને સમજી ન શકે અને કોઈ ગેરસમજ ઊભી થાય. પતિ-પત્નીમાં નોકરી કે કામને લઈને ઝઘડો થઈ શકે છે.

મિથુન – આજે તમારા જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે છે. મન ખુશીઓથી પ્રફુલ્લિત રહેશે. આજે કંઈક નવું અને સર્જનાત્મક કરવા માટે સારો દિવસ છે. આજે તમને ખુશીઓથી ભરેલા લગ્નજીવનનો અનુભવ થશે. વધારે વિચાર અને સંવેદનશીલતાના કારણે તમે માનસિક અસ્વસ્થતા અનુભવ કરશો. બાળકો સાથે સમય પસાર કરવાથી મન હળવું થશે. બાળકો સાથે દિવસનો કેટલોક સમય પસાર કરવો. પ્રેમીજનો માટે નવી શરુઆત કરવા માટે દિવસ સારો છે. પ્રિયજન જો રિસાયેલા છે તો તેમને મનાવવાનો પ્રયત્ન કરો. જો તે પહેલ ન કરે તો તમે કરો.

કર્ક – આજનો દિવસ તમારા માટે નવા પડકારો સાથે લક્ષ્ય સુધી પહોંચવાનો હોય શકે છે. તમારે કેટલાક એવા કામ કરવા પડશે જે બીજા માટે પ્રેરણારૂપ બને. તમને લોકો તરફથી સહયોગ અને સરાહના મળશે તેવા સંકેત કાર્ડ્સ કરે છે. તમારા માટે દિવસ પ્રોફેશનલ ફ્રંટ પર ખુબ સારા પરિણામ આપનાર છે. તમને તમારી ટીમ અને લોકો તરફથી સમ્માન મળશે. જીવનસાથી સાથે સંબંધ મધુર રહેશે. કોઈ સરપ્રાઈઝર પણ મળી શકે છે. આજે તમારી વાણી બધા માટે મધુર રહેશે. આજે તમને જે પણ મળશે તે ઈમ્પ્રેસ થઈ જશે. પત્ની સાથે ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરી લેવી.

સિંહ – આજનો દિવસ તમારા માટે ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે. ખર્ચામાં વધારો થશે. સાંજના સમયે વધુ પરેશાન રહી શકો છો. પરંતુ ધીરજ રાખવી. કોઈ સાથે ઝઘડો કરવો નહીં. ખર્ચ પર પણ નિયંત્રણ રાખો. કારણ વિના કોઈ વાત મન પર લેવી નહીં. દાંપત્યજીવન ખુશનુમા રહેશે. પ્રેમમાં હોય તે લોકો રાહતનો શ્વાસ લેશે. એકબીજા સાથે વાતચીત બંધ થઈ હશે તો તે અંતર દૂર થશે. મન પ્રસન્ન રહેશે. કામની બાબતે દિવસ સારો છે. આજે મિત્ર આર્થિક સહાય માંગી શકે છે. તમારી ક્ષમતા અનુસાર આર્થિક મદદ કરી શકો છો. દિવસ એકંદરે સારો રહેશે.

કન્યા – આજે તમારા અધુરા કામ પુરા થશે. આ રાશિના નાના બાળકો આજે અભ્યાસમાં રસ દાખવશે. દિવસ શુભ છે. વિવાહ યોગ્ય લોકો માટે સારા પ્રસ્તાવ આવી શકે છે. આજે દિવસ પરિવાર સાથે આનંદમય રહેશે. સ્વાસ્થ્ય પહેલા કરતાં સારું રહેશે. તમારી અધુરી ઈચ્છા આજે પુર્ણ થશે. લવમેટ માટે દિવસ ઉત્તમ છે. આજનો દિવસ દરેક દ્રષ્ટિકોણથી સારો રહેશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે.

તુલા – આજે સારા રીટર્નવાળા રોકાણ માટે દિવસ સારો છે. પરંતુ મોટી રકમનું રોકાણ કરતાં પહેલા બરાબર વિચારી લેવું. માતાપિતાને ખુશ રાખવા પ્રયત્ન કરો. તેમના વિચાર અને વાતને સમજવાનો પ્રયત્ન કરો. તમને સકારાત્મક પરિણામ મળશે. વૈવાહિક જીવન માટે સમય સારો છે. કુટુંબીજનો અને સહકર્મચારીઓ સાથે મનમુટાવ થઈ શકે છે. જેના કારણે માનસિક તાણ અનુભવાશે. પ્રેમીજનો માટે દિવસ શુભ. લવ લાઈફનો નિર્ણય સમજદારીથી લેવો. આજે જે પણ નિર્ણય કરો તે બરાબર વિચારીને કરવો.

વૃશ્ચિક – આજે તમને સામાજિક હિતોના કામમાં જોડાવાની તક મળશે. જે તમને સમ્માન અપાવશે. આ કામ તમારી સામાજિક પ્રતિષ્ઠાને વધારશે. આજે હાથમાં આવતી તકને જતી ન કરો. કંઈક નવું શરુ કરવા અને નવી જવાબદારી મળવાનો દિવસ છે. તમને કાર્યક્ષેત્રમાં વિશેષ ઓળખ મળશે. તમારી સલાહ બીજા માટે કામની સાબિત થશે તેથી સમજીવિચારીને સલાહ આપવી. પ્રેમ સંબંધ માટે દિવસ સારો છે. લગ્નજીવનમાં તણાવ રહી શકે છે. કાર્યક્ષેત્ર એક નવી શરુઆત કરવાની તક મળશે. આજનો દિવસ યુવાનો માટે ખુશખબરી લાવશે.

ધન – આજનો દિવસ સામાન્ય રહેશે. પરિવારમાં કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. જેના કારણે તમે થોડા પરેશાન રહી શકો છે. પરંતુ આ ચિંતાનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરો તમને સફળતા મળી જશે. ગૃહસ્થ જીવન ખુશનુમા રહેશે. સંબંધમાં રોમાંસ પણ રહેશે અને એકબીજા પ્રત્યે આકર્ષણની ભાવના પણ હશે. તમે તમારી વાત કહેવા માટે સક્ષમ હશો. કામની બાબતમાં દિવસ સારો જણાય છે. પરિવારના સંબંધમાં તમે સ્થિતિ સંભાળવા જશે પરંતુ વાત બગડતી જણાય. કોઈ બાબતે નિર્ણય લેવાનો હોય તો બંને પક્ષને બરાબર સાંભળો. કોઈ એકનો પક્ષ લઈ નિર્ણય ન કરવો.

મકર – આજે તમારું ધ્યાન આધ્યાત્મ તરફ વધારે રહેશે. સંતાન સુખની પ્રાપ્તિ થશે અથવા સંતાન તરફથી સારા સમાચાર મળશે. પરિવારના સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થશે. ઓફિસમાં આજે કોઈ સાથે વિવાદ થવાની સંભાવના છે. તમારે આવી સ્થિતિથી બચવાની જરૂર છે. વકીલનો વ્યવસાય કરતા લોકો માટે દિવસ ઠીક ઠાક રહેશે. કોઈ જરૂરી કેસમાં નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે. કોર્ટ કચેરીના કેસમાં નિર્ણય તમારા તરફી હશે. આજે તમને ધનલાભ થવાની પણ સંભાવના છે. પ્રેમ સંબંધોમાં તણાવ રહેશે.

કુંભ – આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. જે કામ ઘણા સમયથી અધુરું છે તે આજે પુરું થશે. તમને આ કામમાં સારું પરિણામ પણ મળશે. ગ્રહ નક્ષત્રોની ચાલ તમારા માટે સારી નથી જણાતી. આજનો દિવસ ખર્ચ પર કાબુ કરી અને ધનને સુરક્ષિત રાખવું. પરિવારમાં ક્લેશ થઈ શકે છે. વાણી પર કાબૂ રાખવો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમે ઊર્જાવાન અનુભવ કરશો. દાંપત્યજીવન ચિંતાઓથી ભરેલું રહેશે. ભવિષ્યની યોજનાઓને લઈને મન ઉદાસ રહેશે. તમારા મનને અન્ય કામમાં પરોવો. કોઈ બાબતે પાર્ટનર સાથે વિવાદ છે તો આજે તેનું સમાધાન લાવો.

મીન – આજે તમને એ પરિસ્થિતિઓનો વિરોધ કરવો પડશે જેમાં તમારા પર વધારાની જવાબદારીઓ મુકવામાં આવે. આજે ન ગમતી વાતનો વિરોધ કરવો જરૂરી છે. કારર્કિદીની વાતમાં તમારે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. નકારાત્મક લોકોથી દૂર રહેવું અને ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય લેવાથી બચવું. ક્રોધની સ્થિતિમાં કોઈ ખોટો નિર્ણય લેવાથી બચવું. આજે તમારો આત્મવિશ્વાસ વધારે રહેશે. પ્રેમ સંબંધ માટે દિવસ સારો છે. નાની-નાની વાતમાં અનબન ન થવા દેવી. બાળકો પર વિશેષ ધ્યાન આપવું. ખાસ કરીને તેમની સંગત પર.