30.11.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૩૦-૧૧-૨૦૨૦ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- કાર્તિકમાસ (કારતક મહિનો) શુક્લ પક્ષ

તિથિ :- પૂર્ણિમા(પૂનમ) ૧૫:૦૧ સુધી.

વાર :- સોમવાર

નક્ષત્ર :- રોહિણી અહોરાત્ર.

યોગ :- શિવ ૧૦:૪૬ સુધી

કરણ :- બવ ૧૫:૦૧ સુધી. બાલવ ૨૮:૦૦ સુધી.

સૂર્યોદય :-૦૬:૫૯

સૂર્યાસ્ત :-૧૭:૫૫

ચંદ્ર રાશિ :- વૃષભ

સૂર્ય રાશિ :- વૃશ્ચિક

વિશેષ :- દેવદિવાળી,તુલસી વિવાહ સમાપ્તિ,ધાત્રી પૂજન, પુષ્કર મેળો (અજમેર),ગુરુ નાનક જયંતિ,માંદ્ય ચંદ્રગ્રહણ (ભારતમાં નહીં દેખાય).ચંદ્ર ગ્રહણ દેખાવાનું ન હોવાને લીધે પાળવાનું રહેતું નથી.

વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- દિવસ સાનુકૂળ રહે.

લગ્નઈચ્છુક :-તકલીફના કારણે ચેન પડે નહીં.

પ્રેમીજનો:- સમસ્યા અંગે ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:- મનની ચિંતા હળવી થાય.

વેપારીવર્ગ:-સમસ્યા નિવારવી હિતાવહ રહે.

પારિવારિકવાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

શુભ રંગ :-લાલ

શુભ અંક:- ૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- માનસિક શાંતિ જાળવી.ઉકેલ મેળવવો.

લગ્નઈચ્છુક:- મુશ્કેલી દૂર થતી જણાય.

પ્રેમીજનો:- ચેતતો નર સદા સુખી.

નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે કષ્ટ નો સામનો કરવો પડે.

વેપારીવર્ગ:- ભાગીદારીના પ્રશ્નમાં મનમુટાવની સંભાવના.

પારિવારિકવાતાવરણ:- માનસિક સ્વસ્થતા ટકાવવી. ધીરજ રાખવી.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :- ૪

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-વિવાદ દૂર કરવો.સંયમ જાળવવો.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં ધીરજ રાખવી.

પ્રેમીજનો:- સાનુકૂળતા બની રહે.

નોકરિયાત વર્ગ:- મતભેદો થી દૂર રહેવું.

વેપારીવર્ગ:- માનસિક સંયમ જરૂરી.

પારિવારિક વાતાવરણ:-સંતાન તેમજ ગૃહજીવન નો ખર્ચ વધે.

શુભરંગ:- વાદળી

શુભ અંક:- ૨

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કામ કરી શકો.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં અન્ય ના ભરોસે ન ચાલવું.

પ્રેમીજનો:-ધાર્યું ન થતા ચિંતા રહે.

નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધતો લાગે.

વેપારી વર્ગ:- હરીફથી ચિંતા બની રહે.

પારિવારિક વાતાવરણ:- મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બની રહે.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- પ્રતિકૂળતા વિઘ્ન જણાય.

પ્રેમીજનો :- ધાર્યું ન થતાં ચિંતા રહે.

નોકરિયાત વર્ગ :- તક મળે તે ઝડપી લેજો.

વેપારીવર્ગ :- વ્યવસાયમાં ધીમી પ્રગતિ જણાય.

પારિવારિક વાતાવરણ:-અનિશ્ચિતતા બનેલી રહે.ધીરજ રાખવી.

શુભ રંગ :- પીળો

શુભ અંક :- ૩

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-જવાબદારી વધવાની સંભાવના.

લગ્નઈચ્છુક :- ધાર્યું ન થતા ચિંતા રહે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ઉદ્વેગ જણાય.

નોકરિયાત વર્ગ:- સાનુકૂળ સમય.લાભની તક.

વેપારીવર્ગ:- વ્યાવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.

પારિવારિક વાતાવરણ:- સમસ્યાનો હલ મેળવી શકો.

શુભ રંગ:-કેસરી

શુભ અંક:- ૧

તુલા રાશિ

સ્ત્રીવર્ગ: ગૃહજીવનના પ્રશ્નો સતાવે.

લગ્નઈચ્છુક :- અન્ય ના ભરોસે ન ચાલવું.

પ્રેમીજનો:-ગેરસમજથી મનમુટાવ ની સંભાવના.

નોકરિયાત વર્ગ:- કાર્યક્ષેત્રે માનસિક તણાવ રહે.

વ્યાપારી વર્ગ:સફળતામાં વિલંબ વધે.

પારિવારિક વાતાવરણ:-હરીફ તથા શત્રુની કારી ફાવે નહીં. માનસિક શાંતિ જાળવી લેજો.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- અક્કડ વલણથી દરાર બને.

લગ્નઈચ્છુક :- સ્નેહીનો સહયોગ પ્રાપ્ત થાય.

પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળ પ્રતિસાદ મળી શકે.

નોકરિયાતવર્ગ:- ધીરજ અને સલુકાઇથી સાનુકૂળતા બને.

વેપારીવર્ગ:- વિપરીત સંજોગો ધીરજ ધરવી.

પારિવારિક વાતાવરણ:-અતિ સ્વમાનથી સંબંધોમાં વિક્ષેપ રહે.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:- ૩

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- મહત્વના કામકાજ સફળ થાય.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત ની સમસ્યા દૂર થતી જણાય.

પ્રેમીજનો :- આપની વચ્ચે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી જેવું બની શકે.

નોકરિયાતવર્ગ :- કાર્યભાર અંગે ચિંતા રહે.

વેપારીવર્ગ:- ખર્ચ-ખરીદી ને બેલેન્સ કરી ચિંતા દૂર થાય.

પારિવારિક વાતાવરણ:- ચિંતા દૂર થાય.તક મળે તે ઝડપી લેવી.

શુભરંગ:- ગ્રે

શુભઅંક:- ૫

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- અગત્યના કામ સફળ થાય.

લગ્નઈચ્છુક :- સમાધાન વૃત્તિથી સાનુકૂળતા બનવાની સંભાવના.

પ્રેમીજનો:- મિલન મુલાકાત માટે સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- સમસ્યા અંગે સાનુકૂળતા બની રહે.

વેપારીવર્ગ:-વ્યવસાયિક કામમાં સાનુકૂળતા રહે.

પારિવારિકવાતાવરણ:- મહત્વના કામકાજ સફળ થાય.

શુભ રંગ :- નીલો

શુભ અંક:- ૬

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- સાંસારિક સમસ્યાને કારણે ચેન પડે નહીં.

લગ્નઈચ્છુક :- ચિંતા દૂર થાય.

પ્રેમીજનો:- આપસ ની ઈર્ષ્યા વિરહ રખાવે.

નોકરિયાત વર્ગ:- ઉપરી થી તણાવ હોય સંભાળવું.

વેપારીવર્ગ:-સમસ્યામાંથી સાનુકૂળ તક ઊભી થાય.

પારિવારિકવાતાવરણ:-ગૂંચવણ હોય ધીરજ રાખવી. આરોગ્ય જાળવવું.

શુભરંગ:- ભૂરો

શુભઅંક:- ૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

લગ્નઈચ્છુક :-સમાધાનકારી વલણ થી સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:- પ્રવાસ ની સંભાવના.

વેપારી વર્ગ:- સમાધાનથી લાભની તક.

પારિવારિક વાતાવરણ:- આપના પ્રયત્નો નું મીઠું ફળ ચાખી શકો.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૮

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ