ટેરો રાશિફળ : આજે દિવસ હશે મિશ્રફળદાયી, ધીરજ રાખવી

ટેરો રાશિફળ : આજે દિવસ હશે મિશ્રફળદાયી, ધીરજ રાખવી

મેષ- આજે દિવસ મિશ્રફળદાયી નીવડે તેવી સંભાવના છે. જે લોકો લાકડા, દવા, લોખંડ અને દૂધ વગેરેનો વેપાર કરે છે તેમને ઇચ્છિત લાભ મળી શકશે. કલાત્મક કાર્ય પ્રત્યે વિદ્યાર્થીઓની રુચિ વધશે. પરંતુ તેની સાથે અભ્યાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું. અન્યથા પરીક્ષામાં તેની અસર જણાશે. આજે માતાપિતા એ બાળકો પર નજર રાખવી.

વૃષભ- આજનો દિવસ ગુસ્સો ન કરવો. ઓફિસમાં વધુ કામ રહી શકે છે. કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ ન કરો. આજે દિવસ દરમિયાન વધુ કામ રહેશે. સાંજના સમયે પરિવાર સાથે સમય વિતાવવો તેની ખાતરી કરો. આજે મોટું રોકાણ કરવાનું ટાળો. જીવનસાથી સાથે મતભેદ હોય તો તેને શાંતિ થી દુર કરો.

મિથુન- આજે ઉતાવળમાં ખોટા નિર્ણય લઈ શકો છો તેથી સાવચેત રહો અને તમારા જીવનસાથી સાથે સંપૂર્ણ પારદર્શિતા રાખો. પારિવારિક બાબતમાં દિવસ સામાન્ય રહેશે. ઓફિસ માં બોસની વાતને ગંભીરતાથી લઈને કામ ઝડપથી પૂરા કરો. આજે આળસ કરવું હાનિકારક સાબિત થઇ શકે છે. જરૂરી વાત કોઈ અજાણ્યા સાથે શેર કરવી નહિ.

કર્ક- આજનો દિવસ વધારે દોડધામ કરવી પડશે. દિવસના અંત સુધીમાં સફળતા અને શાંતિ મળશે. બિનજરૂરી દલીલ અને ચર્ચા ટાળો. નહિ તો તમે મોટી મુસીબત માં મુકાય શકો છો. આજે વડીલો કે પછી બોસ ની વાત ને ધ્યાન થી સાંભળજો. મહત્વના કર્યો પૂરા કરવાને પ્રાથમિકતા આપવી. આજે કોઈ કામ અધૂરું ના રાખવું.

સિંહ- આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને શાંત રહો. બીમારી હોય તો દવા નિયમિત લેવાનું રાખો. દિવસ જાળવવાનો છે. વાહન ચલાવતા પણ સંભાળવું. દોડધામ કરવાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. આજે કામ સાથે આરામ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું. આરામ પણ જરૂરી છે. જો રજા લેવી શક્ય ન હોય તો સાંજે પરિવાર કે બાળકો સાથે સમય પસાર કરો. તેના થી મન શાંત થશે.

કન્યા- આજે પરિસ્થિતિઓ તમારા નિયંત્રણની બહાર રહી શકે છે. તેથી માનસિક રીતે તૈયાર રહેવું. આજે કોઈપણ સંજોગોમાં ધૈર્ય ગુમાવશો નહીં. સાંજે ઘરમાં મહેમાનનું આગમન ખુશીનું વાતાવરણ લાવશે. આજનો દિવસ ઘરે કોઈ સાથે વિવાદના થાય તે વાત નું ધ્યાન રાખવું. વડીલોની વાતને ધ્યાનમાં લેવી. મહત્વના નિર્ણય લેવામાં તેમની સલાહ લેવાનું રાખો. સલાહ લીધા પછી જ નિર્ણય લેવો.

તુલા- વેપારીઓને લાભ થશે, નોકરી કરતા લોકોએ યાત્રા કરવાનું ટાળવું. આજે દિવસ શાંતિથી પસાર કરવો, વિવાદમાં ન પડવું. આજે વિવાદમાં પડશો તો વાત કોર્ટ કચેરી સુધી પહોંચી શકે છે. આજે દિવસ શાંતિ રાખી પસાર કરવાનો છે. આજે જીવનસાથી સાથે વિવાદ થવા ન દેવો. જો પહેલાથી ઝગડો હોય તો તેને પણ આજે પૂરો કરી દેવો અને સમાધાનનો રસ્તો અપનાવવો.

વૃશ્ચિક- આજે મિત્રો સાથે સમય પસાર કરો મન હળવું થશે. દિવસની શરૂઆત મહાદેવની ઉપાસનાથી કરો. યુવાનોએ સમજદારીપૂર્વક નિર્ણયો લેવા. વ્યસની મિત્રો થી દુર રહેવું. માતાપિતા એ બાળકો પર ધ્યાન આપવું. વડીલો સાથે જરૂરી મુદ્દાની ચર્ચા કરવી. વાહન સાવચેતીથી ચલાવવું.

ધન- આજે જો તમને નોકરીની નવી તક મળે છે તો તમારા હાથમાંથી તેને છોડશો નહીં. કાર્યક્ષેત્રમાં ઈચ્છિત પ્રગતિની પ્રબળ સંભાવના છે. સ્વચ્છતા અને જરૂરી સાવચેતી રાખવી. આજે બઢતી મળે તેવી સંભાવના છે. બૉસની વાતને ગંભીરતાથી લઈ જરૂરી કામ ઝડપથી પૂરા કરવા. આજે બેદરકારી દાખવવી ભારે પડી શકે છે. દિવસ દરમિયાન કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું.

મકર- આજે ગુસ્સા પર નિયંત્રણ રાખો. કાર્યસ્થળ પર કામનું દબાણ ઘટશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વેપારીઓ માટે નફો મેળવવાનો દિવસ પણ છે. ગ્રાહકની પસંદને ધ્યાન માં લેવી ને તેમની સાથે શાંતિ રાખી વેપાર કરવો. આજે જૂના રોકાણથી મોટો લાભ થશે. ધનલાભ ના પણ સંકેત મળે છે.

કુંભ- આજે બિનજરૂરી જીદ તમારું કાર્ય બગાડી શકે છે. વર્તનમાં નમ્રતા રાખવી. ઉતાવળમાં નિર્ણય ન લો. મિત્રો સાથે સમય પસાર કરી શકશો. વાહન સાવચેતીથી ચલાવવું. ઇજા થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધ મધુર રહેશે. આજે પરિવાર સાથે આનંદ થી સમય પસાર કરશો.

મીન – આજે સ્વયંને શાંત રાખીને સમય કાઢો. વેપારીઓને સારો ફાયદો થવાની સંભાવના છે. પરિવારમાં અતિથિ આવે તેવી સંભાવના છે. આજે ઓફિસ માં સહકર્મી સાથે નમ્ર બનો. બોસ નું આપેલું કામ પ્રાથમિકતા સાથે કરો. તેમાં બેદરકારી નુકશાનકારક સાબિત થઈ શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ