ટૈરો રાશિફળ : વૃષભ રાશિના જાતકોના મનમાં રહેશે આળસ, કર્ક રાશિના જાતકો નિર્ણયમાં રહે અડગ

ટૈરો રાશિફળ : વૃષભ રાશિના જાતકોના મનમાં રહેશે આળસ, કર્ક રાશિના જાતકો નિર્ણયમાં રહે અડગ

મેષ – આ દિવસે તમારે કલાત્મક કાર્યોમાં ધ્યાન આપવું પડશે. વરીષ્ઠ અધિકારીઓની સાથે રહેવું યોગ્ય રહેશે. તેમના નિર્ણયને માન આપો તેમના પર ધ્યાન કરો. જો તમારે ઓફિસના સાથીઓને મદદ કરવી હોય તો તમારે વધુ કામ કરવું જોઈએ. નાના વેપારીઓની આર્થિક સ્થિતિનો ગ્રાફ નીચે આવી શકે છે. તેના કારણે માનસિક તાણમાં વધારો થઈ શકે છે. યુવાનોએ કોઈ ચર્ચામાં પડવું નહીં. વિદ્યાર્થીઓએ પોતાની જાતને સક્રિય રાખવી. સ્વાસ્થ્યને લગતી પરિસ્થિતિઓને સુધરવામાં હજુ રાહ જોવી પડી શકે છે. પરંતુ વધતા જતા વજન અંગે સાવધાન રહેવું, નહીં તો ગંભીર રોગ આવી શકે છે. પિતાની તબિયત લથડવાની સંભાવના છે. જો દવાઓ પહેલેથી ચાલી રહી છે તો નિયમિત રહેવું.

વૃષભ- આ દિવસે કામ કરવામાં મન નહીં લાગે અને મન આળસથી ભરેલું રહેશે. જો તમે ટીમ લીડર છો તો તેમને પ્રોત્સાહન આપો. સકારાત્મક વિચારોથી ભરપુર રહેવા માટે વાંચન કરો. જ્ઞાનમાં વધારો કરવાનો આ યોગ્ય સમય છે. મુસાફરી કરવી પડી શકે છે. નવા લોકોની મુલાકાત લઈ શકો છો. કાર્યસ્થળ પર બહારના લોકોનો સહયોગ મળશે. લગ્ન સંબંધી વાતચીત માટે સમય સારો છે. યુવાનો અને વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. દવાના વેપારીઓને લાભ મળશે. જીવનસાથી અને મિત્રો સાથે ચર્ચા થવાની સંભાવના છે. ઘરમાં ધ્યાન કેન્દ્રિત કરો.

મિથુન- આ દિવસે સામાજીક કાર્ય અને પ્રવૃત્તિઓમાં સહભાગીતા વધારવાની જરૂરિયાત છે. બીજી બાજુ જે લોકો તમારી મદદની અપેક્ષા રાખે છે તેમને નિરાશ ન કરો. તમારી કાર્યકારી પરિસ્થિતિઓ અનુકૂળ છે, તેમજ તમારી સાથે કાર્યરત લોકો પ્રત્યે સારું વર્તન કરો. યુવાનોએ મહત્વાકાંક્ષી બનવું પડશે. હાલમાં કરેલા પ્રયત્નો ટૂંક સમયમાં શુભ ફળ આપશે. સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહો. જો તમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે તો બેદરકારી દાખવશો નહીં. જો જીવનસાથી કારકિર્દી બનવા માંગે છે તો પછી તેમને શક્ય તેટલી સહાય કરો.

કર્ક – આ દિવસે તમારે બૌદ્ધિક ક્ષમતા પર આધારીત રહેવું પડશે અને તમારા નિર્ણયો પર અડગ રહેવું પડશે. અચાનક નફો થવાની સંભાવના છે. જો તમે કોઈને ઉધાર રૂપિયા આપ્યા હોય તો તમે તેને પરત માંગી શકો છો. ઓફિસમાં કોઈ સાથીદારની ગેરહાજરીના કારણે કામનો ભાર વધશે. ઉદ્યોગપતિઓએ તેમના સંપર્કો આગળ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. માતાપિતાએ બાળકો પર ધ્યાન આપવું. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તમારે ઠંડી વસ્તુઓના સેવનથી બચવું પડશે. જો ગળું ખરાબ છે તો નિયમિતપણે ગરમ પાણી પીવું.

સિંહ – આ દિવસે પ્લાનિંગ વિના આગળ વધશો તો સ્થિતિ ખરાબ થઈ શકે છે. જો તમે કલાક્ષેત્ર અથવા ઇવેન્ટ મેનેજમેન્ટમાં સામેલ છો તો દિવસ ખૂબ જ યોગ્ય રહેશે. ઓફિસમાં જરૂરી ન હોય તેવી વસ્તુઓ પર ધ્યાન આપશો નહીં. નહીં તો બોસની નજરમાં આવી શકો છો. નાના વેપારીઓએ વ્યવસાય વધારવા માટે ટેકનીકનો ઉપયોગ કરે. યુવાનો અને વિદ્યાર્થીઓએ પોતાને ભવિષ્યના પડકારો માટે અનુકૂળ થવાનો પ્રયત્ન કરવો જોઈએ. વધારે મસાલાવાળા ખોરાક લેવાનું ટાળવાની જરૂર છે.

કન્યા – આ દિવસે તમે જે પણ નફો કમાશો તેનું ભવિષ્ય માટે રોકાણ કરવામાં ફાયદો થશે. ઓફિસની કામગીરીમાં ભૂલો ન થાય તેની કાળજી લેવાની જરૂર છે. ઉચ્ચ અધિકારીઓ તમારાથી ગુસ્સે થઈ શકે છે. દવાના વેપારીઓએ તેમનો સ્ટોક પુરતો રાખવો પડશે. યુવાનો માટે સમય પડકારજનક છે. પોતાની જાતને અપડેટ રાખો. જે લોકોમાં હિમોગ્લોબિનની ખામી છે અથવા અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે તો આરોગ્ય વિશે સાવધાન રહેવું જોઈએ. શોકના સમાચાર મળી શકે છે.

તુલા – આ દિવસે તમારે જવાબદારીઓનો વધુ ભાર ઉઠાવવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં વિરોધીઓના ષડયંત્ર સાથે કામ કરવા માટે તમારા કાર્યને વધુ મજબૂત બનાવવું પડશે. જેનું કાર્યક્ષેત્ર ટેકનીકલ ફિલ્ડ સાથે સંકળાયેલું છે, તે હરીફાઈ માટે તૈયાર રહે. વાહન સંબંધિત ધંધો લાભ કરાવશે. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં ધ્યાન વધારવું. સ્વાસ્થ્યમાં રોગચાળા અંગે સાવધાન રહેવું. વૈવાહિક જીવનમાં જો પરિસ્થિતિઓ ખરાબ ચાલી રહી છે, તો શાંત રહેવું એ એકમાત્ર ઉપાય હશે. જમીનની ખરીદી અથવા વેચાણ માટે સમય યોગ્ય છે.

વૃશ્ચિક – આજે નાની નાની બાબતોથી એટલા ગુસ્સે ન થાઓ કે તે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચે. નોકરી કે કુટુંબ માટે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતી વખતે તમારે તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો પડશે. ભાવનાત્મક થઈ નિર્ણયો લેવાનું ટાળો. ઓફિસમાં સારા પ્રદર્શનને કારણે તમારું માનમાં વધશે. ધંધામાં ફાયદો થતો જોવા મળે છે. લોભમાં કોઈ ખોટું પગલું ન ભરવું. યુવાન વર્ગ પિતા પાસેથી માર્ગદર્શન મેળવી શકે છે. ઉતાવળમાં નિર્ણય લેવો નુકસાનકારક હોઈ શકે છે. બીપીના દર્દીઓ બિનજરૂરી ચિંતા ટાળે છે. જો માતાનું સ્વાસ્થ્ય સારું નથી તો તેમની સંભાળ લેવી.

ધન – આ દિવસે તમારા બધા કામ એકબીજાના સહયોગથી પૂર્ણ થશે, તેથી દરેકની સાથે તાલમેલ રાખવાનો પ્રયાસ કરો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ માટે આગળ વધવું જોઈએ. અટકેલા કામને ગતિ મળી શકે છે. ઓફિસમાં પેન્ડિંગ કામોને ઝડપથી પૂર્ણ કરવા પડશે. વ્યવસાયિક બાબતોમાં તમારી વાણીની કુશળતા સારો લાભ આપશે. યુવાનોએ હવે બહિર્મુખ બનવું પડશે, નહીં તો તેઓ તેના સ્પર્ધકોથી પાછળ રહી શકે છે. પડવા વાગવાથી ઈજા થવાની સંભાવના છે.

મકર – આજે તમારે વિચારપૂર્વક કામ કરવું પડશે અને કામ પર વધુ ધ્યાન આપવું પડશે. જો તમને કંઈક જાણવાની ઉત્સુકતા છે, તો તેના વિશે વાંચો. જો તમને કોઈ વાત સમજાતી નથી, તો પછી તમે નિષ્ણાંતની સલાહ પણ લઈ શકો છો. અગાઉ કરેલા કામનું પરિણામ આજે મળી શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ કોર્સ કરવા માંગતા હોય, તો તમે આજથી જ તેનો પ્રારંભ કરી શકો છો. ઓફિસમાં કાર્યરત લોકોની બઢતી સાથે સંબંધિત વાતચીત થઈ શકે છે. સ્વાસ્થ્યમાં કબજિયાત સંબંધિત મુશ્કેલી રહેશે. પરિવારમાં તમારી વાતને મહત્વ આપવામાં આવશે.

કુંભ – આજે તમારા મનની વાત સાંભળો. તમે ધૈર્ય રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો. લાંબા સમયથી ઉધાર આપેલા નાણા ડૂબી જવાની સંભાવના છે. જો કોઈએ ઉધાર આપ્યો છે તો આજે તેમને યાદ કરાવો. નવી નોકરી માટે અરજી કરવા માંગતા લોકો માટે સમય યોગ્ય છે. વેપારીઓએ સરકારી નિયમોનું વિશેષ પાલન કરવું પડશે. નાના બાળકોએ શારીરિક પ્રવૃત્તિમાં વધારો કરવો જોઈએ. સ્વાસ્થ્ય ખરાબ થવાની સંભાવના છે. જો તમે બીપીના દર્દી છો તો ટેન્શન લેવાનું ટાળો. સાસરી પક્ષ તરફથી વિવાદ થવાની સંભાવના છે. ધીરજ સાથે આ વિષય પર તમારી સલાહ આપો.

મીન – આજે તમારો આત્મવિશ્વાસ મજબૂત બનશે. કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજ પર સહી કરવા પહેલાં તમારે તેને એકવાર વાંચવું આવશ્યક છે. જ્યારે સત્તાવાર કામની વાત કરવામાં આવે તો તમારા અધિકારોમાં વધારો થવાની સંભાવના છે. જે વેપારીઓ લોન લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેઓને આજે નિરાશાનો સામનો કરવો પડી શકે છે. ઘરની સુખ-સુવિધા માટે તમારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે. નાના ભાઈ-બહેનોની સંગત વિશે ખાસ ધ્યાન આપો નહીં તો તેમના ભવિષ્યને અસર થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *